Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > બાળકોને જમાડતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મૂળભૂત બાબતો

બાળકોને જમાડતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મૂળભૂત બાબતો

Published : 11 December, 2018 01:21 PM | Modified : 24 December, 2018 07:30 PM | IST |

બાળકોને જમાડતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મૂળભૂત બાબતો

વાત નાની છે, પણ અસરકારક છે.

વાત નાની છે, પણ અસરકારક છે.


જિગીષા જૈન

બાળકોને હંમેશાં નીચે બેસાડીને જમાડો



બાળકોને જમાડવા માટે આજકાલ એક લાંબી પૈડાંવાળી ખુરશી આવે છે એ લોકો વાપરતા હોય છે. એ ખુરશી એવી હોય છે જેમાં બાળક એક વખત ફસાઈ જાય તો પડતું નથી. એટલે કે જમાડતી વખતે તમારે તેને પકડવું પડતું નથી. એક વખત બાળક ચાલતાં શીખે પછી પગ વાળીને બેસતું જ નથી. એવા પેરન્ટ્સને લાગે છે કે આ ખુરશી સારી છે. એમાં ફિક્સ કરી દો, બાળકને તો જમાડવાનું સરળ બને. પરંતુ એવું ન કરો. બાળકને તે બેસતા શીખે ત્યારથી જ નીચે બેસાડીને જ જમતાં શીખવો. નીચે બેસવાથી તેમનું હિપ જૉઇન્ટ ખૂલશે. નાનપણથી જેને આ આદત હોય તેને ભવિષ્યમાં ઘૂંટણના કે બૅકના પ્રૉબ્લેમ આવવાના નથી. આદત પડવી શરૂમાં અઘરી છે, પરંતુ તમે કોશિશ કરશો તો બાળક ચોક્કસ બેસશે. એમાં મહત્વનું એ છે કે આખો પરિવાર જો નીચે સાથે બેસીને નિયત સમયે જમતો હશે તો બાળક પણ બેસશે. જે વ્યક્તિ નીચે બેસી શકે છે તે ખુરસી પર બેસી શકે છે, પરંતુ જેને ફક્ત ખુરસીની જ આદત હોય તે ક્યારેય નીચે નહીં બેસી શકે. નીચે બેસવાના આ સિવાયના પણ ઘણા ફાયદાઓ છે. મહkવનું એ છે કે એની ટેવ નાનપણથી જ પડવી જોઈએ.


જમાડવાની જવાબદારી તમારી રાખો

બાળક લગભગ ૩-૪ વર્ષનું હોય ત્યાં સુધી તેને કોઈએ જમાડવું પડે છે. આમ તો તે બે વર્ષનું થાય ત્યારથી તેને જાતે કંઈ ને કંઈ ખાવા આપવું. જાતે ખાવાનો સંતોષ જુદો જ હોય છે. બાળક જેટલું જલદી જાતે ખાતું થઈ જાય એ તેના માટે બેસ્ટ ગણાશે. પરંતુ જ્યારે તેને જમાડવું પડે એવું હોય ત્યારે કામવાળાને આ કામ કરવાનું ન કહો. આમ તો ખોરાક એવી વસ્તુ છે કે એ ઘરની વ્યક્તિ જ બનાવે અને તે જ ખવડાવે એ જરૂરી છે. જોકે અહીં એનો અર્થ એમ નથી કે મમ્મી જ બનાવે અને ખવડાવે. પપ્પા પણ બનાવી શકે છે અને તેમણે પણ ખવડાવવું હોઈએ. આ સિવાય દાદા-દાદી કે નાના-નાની ખવડાવે તો બેસ્ટ, કારણ કે તે જે પ્રેમથી ખવડાવશે એ બાળકના પોષણમાં વધારો કરશે. પરંતુ કામવાળાને ન કહો કે તેને ખવડાવે. એ યોગ્ય નથી.


પ્લાસ્ટિકના વાસણમાં ન જમાડો

આજકાલ માર્કેટમાં ફૅન્સી પ્લાસ્ટિકનાં મેલામાઇનનાં વાસણો મળે છે બાળકો માટે. કાટૂર્નની પ્રિન્ટનાં હોય છે એટલે બાળકોને ગમી જાય છે અને પેરન્ટસ પણ લેતા આવે છે. પરંતુ પ્લાસ્ટિક ગમેતેટલું સારી ક્વૉલિટીનું હોય છતાં એમાં બાળકને ખોરાક ન જ આપો. પ્લાસ્ટિકનાં વાસણો જ ઘરમાં ન રાખો તો બેસ્ટ. આપણે ત્યાં નાનાં બાળકોને ચાંદીનાં વાસણો ભેટ આપવામાં આવે છે. એ વાસણમાં તેને ખવડાવવાનું હોય છે, પરંતુ આજકાલ લોકો એ વાસણ લૉકરમાં મૂકી દેતા હોય છે. લૉકરમાં એનું કંઈ કામ નથી. આ વાસણોનો ઉપયોગ કરો. એ બાળકના પોષણ માટે છે. બાળકને એમાં જ ખવડાવો. ચાંદીનાં ન હોય તો નૉર્મલ સ્ટીલનાં વાસણો પણ બેસ્ટ છે. એમાં ખવડાવો.

ખવડાવતી વખતે ઇન્ફર્મેશન ન આપો

આજકાલ એક ફૅશન બની ગઈ છે. બાળકને જમાડતી વખતે મમ્મી કહેતી હોય છે કે દાળ ખા, એમાંથી પોષણ મળશે. પ્રોટીન મળશે, જે તને સ્ટ્રૉન્ગ બનાવશે. દાળમાંથી પ્રોટીન મળે છે એ જ્ઞાન ફૂડ-ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યું છે. એ સતત બાળકના મગજ પર માર્યા કરવાથી જ્યારે બાળક ૯-૧૦ વર્ષનું થાય ત્યાં સુધીમાં દાળ માટે અણગમો ઊભો કરે છે. કોઈ એક પદાર્થમાંથી એક વસ્તુ ક્યારેય મળતી નથી. એટલે આ ખાઈએ તો આ મળે અને પેલું ખાઈએ તો પેલું મળે જેવી ચર્ચાઓ ન કર્યા કરો. દાળ એટલે ખાવી કે એ સરસ બની છે. દાળ એટલે ખાવી કે એ ખાઈને મજા આવે છે. દાળ એટલે ખાવી કે એ ભાણામાં પિરસાઈ છે. દાળ એટલે ખાવી કે ફક્ત રોટલી-શાક ખાવાની મજા નથી આવતી, કંઈક પીવાનું જોઈએ સાથે. આ કારણો છે ખાવાનાં. વાત નાની છે, પણ અસરકારક છે.


૯૦ મિનિટ મેદાનમાં રમવું ફરજિયાત

કોઈ પણ બાળકને પોષણયુક્ત ખોરાક ખવડાવવાથી તેને પોષણ મળે છે એવું નથી હોતું. આજે આપણાં શહેરોમાં આપણે બાળકોને પોષણયુક્ત ખોરાક આપીએ છીએ, પરંતુ તેમનું શરીર એ પોષણ લેતું જ નથી, કારણ કે એ બાળકો રમતાં નથી. કોઈ પણ બાળક માટે રમવું અનિવાર્ય છે. અને અહીં વિડિયો ગેમ કે કમ્પ્યુટર ગેમ્સની વાત થતી નથી. વાત થાય છે ફિઝિકલ ગેમ્સની, જે મેદાનમાં રમાય છે. જે બાળક ૯૦ મિનિટ મેદાનમાં ભાગતાં-કૂદતાં રમતું હોય એ બાળક સામાન્ય સંપૂર્ણ ખોરાકમાંથી જ પોતાનું પોષણ મેળવી લે છે, કારણ કે તેનું શરીર તેના ખોરાકમાંથી દરેક તkવનો ઉપયોગ કરતું થઈ જાય છે. બાળકને તમારે હેલ્ધી રાખવું હોય તો શું ખવડાવવું એની ચિંતા ઓછી કરવી અને કેટલું રમાડવું એની ચિંતા વધુ કરવી જોઈએ. બાકીનું તો તે જાતે જ કરી લેશે. ખાસ કરીને ૧૦-૧૪ વર્ષની છોકરીઓ છે તેમણે તો ખાસ ૯૦ મિનિટ રમવું જ. ફરજિયાત છે આ. ભણતરનો ભાર એટલો ન વધારો કે આ ૯૦ મિનિટ તમે તમારા માટે ન કાઢી શકો.

જમતી વખતે સ્ક્રીનથી દૂર રહો

આજે આપણે હોટેલ્સમાં જઈએ છીએ ત્યારે જોઈએ છીએ કે પપ્પાઓ તેમના ડ્રિન્ક્સમાં પડ્યા હોય, મમ્મીઓ તેમની વાતોમાં અને બાળકો ફોનમાં. ઘરે પણ બાળકને ખવડાવતી વખતે બાળક મહkવનું નથી, પરંતુ પ્લેટમાં જે જમવાનું લીધું છે એ ખોરાક પૂરો કરવો મહkવનો છે. આ માનસિકતા બરાબર નથી. એને બદલવી ખૂબ જરૂરી છે. હશે તમારે ૫૦ કામ, પરંતુ એ કામને કારણે તમે બાળકનું જમવાનું ફટાફટ પતાવવા માટે કે તે એક જગ્યા પર બેસી રહે એ માટે ટીવી ચાલુ કરો કે હાથમાં આઇપૅડ પકડાવી દો અને તે બેઠાં-બેઠાં ખાધા કરે એમાં તેને કોઈ પોષણ મળતું નથી. ઊલટું એ બાળકને ભૂખ અને સંતોષ જેવી ભાવનાઓ ડેવલપ જ નહીં થાય એટલે એની ખબર જ નહીં પડે કે તેણે ખાવું જોઈએ અને કેટલું ખાવું જોઈએ. આ પ્રકારના ભોજનનો કોઈ અર્થ નથી.


            આ પણ વાંચોઃ પ્રી-વર્કઆઉટ ને પોસ્ટ-વર્કઆઉટ ડાયટ વિશે જાણો


ઊઠ્યા પછી તરત પૅકેટ ફૂડ ન જ આપો

આમ તો જો તમે તમારા બાળકને પૅકેટ ફૂડથી દૂર રાખી શક્યા તો એનાથી બેસ્ટ કંઈ નથી. પરંતુ જો તમને એ અશક્ય લાગે છે તો એટલું ધ્યાન ચોક્કસ રાખો કે ઊઠીને પહેલો ખોરાક એટલે કે બ્રેકફાસ્ટ તેનો પૅકેટમાંથી ન આવવો જોઈએ. એનો સીધો અર્થ થયો કે પૅકેટવાળું દૂધ - પ્લાસ્ટિકની થેલી હોય કે ટેટ્રા પૅક ન આપો, દૂધમાં નાખવાનો પાઉડર પણ ન આપો, કૉર્ન ફ્લેક્સ કે બિસ્કિટ કે ઓટ્સ જેવા નાસ્તા ન આપો. તેને ઘરે બનાવેલો નાસ્તો આપો. દૂધ એલચી, કેસર, ખાંડ કે હળદર જેવા બીજા કોઈ પણ દેશી પદાર્થ નાખીને આપી શકાય છે. ધ્યાન રાખો કે તે ઘરેથી ખાધા વગર ન જ નીકળે. સ્કૂલ જતાં કારમાં, બસમાં નાસ્તા ન કરો. ઘરેથી વ્યવસ્થિત કરીને જ નીકળો.

Whatsapp-channel Whatsapp-channel

24 December, 2018 07:30 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK