હેપેટાઇટિસ B ને C બન્ને રોગ સાઇલન્ટ કિલર છે
જિગીષા જૈન
કાલે આપણે વર્લ્ડ હેપેટાઇટિસ ડે નિમિત્તે જોયું કે હેપેટાઇટિસ લિવર પર અસર કરતુ એક વાઇરલ ઇન્ફેક્શન છે જેના અલગ-અલગ પાંચ પ્રકાર છે. આમ તો હેપેટાઇટિસનો અર્થ જ લિવર પર સોજો એમ થાય છે અને આ હેપેટાઇટિસ માટે જવાબદાર પાંચ અલગ-અલગ વાઇરસથી પાંચ અલગ-અલગ પ્રકારના રોગ થાય છે જે હેપેટાઇટિસ C, હેપેટાઇટિસ B, હેપેટાઇટિસ C, હેપેટાઇટિસ D, હેપેટાઇટિસ E તરીકે ઓળખાય છે. કાલે આપણે દૂષિત પાણી દ્વારા થતા અને ફેલાતા હેપેટાઇટિસના બે પ્રકાર હેપેટાઇટિસ C અને હેપેટાઇટિસ E વિશે વિસ્તારમાં માહિતી મેળવી. હેપેટાઇટિસ D જે વ્યક્તિને હેપેટાઇટિસ B થયો હોય તેને જ થાય છે. વળી એ ભારતમાં મોટા ભાગે જોવા મળતો નથી. આથી આજે આપણે હેપેટાઇટિસ B અને હેપેટાઇટિસ C વિશે વિસ્તારથી જાણીશું. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડાઓ મુજબ દુનિયાભરમાં હેપેટાઇટિસ ગ્નો ભોગ બનેલા લોકોની સંખ્યા ૨૪૦ મિલ્યન છે, જ્યારે હેપેટાઇટિસ ઘ્નો ભોગ બનેલા લોકોની સંખ્યા ૧૫૦ મિલ્યન છે.
લોહી દ્વારા ફેલાતા રોગ
જેવી રીતે હેપેટાઇટિસ C અને Eના વાઇરસ પાણી દ્વારા ફેલાય છે એ જ રીતે હેપેટાઇટિસ B, C અને Dના વાઇરસ લોહી દ્વારા ફેલાય છે એટલે માની લઈએ કે કોઈ એક વ્યક્તિના શરીરમાં હેપેટાઇટિસ ગ્ના વાઇરસ છે તે વ્યક્તિનું લોહી બીજી વ્યક્તિને ચડાવવામાં આવે તો તેના શરીરમાં પણ આ વાઇરસ ઘૂસી જાય અને આ રીતે આ રોગ ફેલાઈ જાય. ફક્ત લોહી ચડાવવાથી જ નહીં, પરંતુ આવી વ્યક્તિના લોહીનું ટીપું પણ જો બીજી વ્યક્તિના લોહીના સંપર્કમાં આવે તો આ રોગ થઈ શકે છે એ બાબત સમજાવતાં અંધેરીમાં અંશ લિવર ક્લિનિક ધરાવતાં હિપેટોલૉજિસ્ટ ડૉ. જયશ્રી શાહ કહે છે, ‘આ રોગ ખાસ કરીને પરિવારોમાં ફેલાયેલો વધુ જોવા મળે છે, કારણ કે એક પરિવારમાં જે વ્યક્તિને ઇન્ફેક્શન છે તે વ્યક્તિનું ટૂથબ્રશ કે ટન્ગ-ક્લીનરનો ઉપયોગ કરવાથી, દાઢી બનાવવા માટે એક જ રેઝરનો ઉપયોગ કરવાથી પણ ફેલાઈ શકે છે; કારણ કે આ વાઇરસને ફેલાવા માટે ઓછું એક્સપોઝર મળે તો પણ એ ફેલાઈ શકવા સક્ષમ હોય છે. આ ઉપરાંત ટૅટૂ કે નીડલ વડે પિયર્સિંગ કરાવતી વખતે પણ ધ્યાન ન રાખવામાં આવે તો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં આ રોગ ફેલાઈ શકવાની પૂરી શકયતા છે.
સાઇલન્ટ કિલર
આ રોગના વાઇરસની સૌથી મોટી ખાસિયત એ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિના શરીરમાં હેપેટાઇટિસ B કે ઘ્ના વાઇરસ પ્રવેશે ત્યારે તે વ્યક્તિમાં એવાં કોઈ લક્ષણો દેખાતાં નથી જેને કારણે ખબર પડે કે આ વ્યક્તિના શરીરમાં કોઈ પ્રકારના વાઇરસનું ઇન્ફેક્શન થયું છે. તે એકદમ સાઇલન્ટ રહીને લિવરને ડૅમેજ કરવાનું ચાલુ રાખે છે. એ વિશે સમજાવતાં નૅશનલ લિવર ફાઉન્ડેશનના ઓનરરી સેક્રેટરી અને ગ્લોબલ હૉસ્પિટલના હિપેટોલોજી ડિપાર્ટમેન્ટના હેડ હિપેટોલૉજિસ્ટ ડૉ. સમીર શાહ કહે છે, ‘એક વ્યક્તિના શરીરમાં આ વાઇરસ કોઈ પણ લક્ષણો જતાવ્યા વગર ૧૫-૨૦ વર્ષ સુધી કે એનાથી પણ વધુ વર્ષો રહી શકે છે જેને કારણે આ રોગ વધુ ગંભીર કહી શકાય એવો બની જાય છે, કારણ કે લિવર એક એવું અંગ છે જેનું ડૅમેજ ખૂબ વધારે ન થાય ત્યાં સુધી એનું કોઈ લક્ષણ સામે નથી આવતું. આથી જ નૉર્મલ રૂટીન ચેક-અપમાં લિવર પ્રોફાઇલની ટેસ્ટ કરાવવી એકદમ જરૂરી છે નહીંતર જ્યારે લિવર ખૂબ વધારે ડૅમેજ થઈ જાય પછી ખ્યાલ આવે છે કે આ વ્યક્તિને હેપેટાઇટિસ B કે Cનું ઇન્ફેક્શન હતું અને ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે જેને કારણે વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે છે. આ બન્ને રોગ પ્રાણઘાતક છે.’
મા દ્વારા બાળકને થતું ઇન્ફેક્શન
હેપેટાઇટિસ B અને Cનું ઇન્ફેક્શન જો માતાને લાગ્યું હોય તો તે જેને જન્મ આપે તે બાળકમાં પણ આ ઇન્ફેક્શન થવાની પૂરી શકયતા રહે છે જે ખૂબ જ ક્રિટિકલ કહી શકાય એવી અવસ્થા છે. જો પહેલેથી જાણ હોય કે માતાને હેપેટાઇટિસ ગ્નું ઇન્ફેક્શન છે તો તેના બાળકને જન્મતાંની સાથે જ હેપેટાઇટિસ ગ્ની રસી આપી બચાવી શકાય છે. એ વિશે સ્પક્ટતા કરતાં ડૉ. સમીર શાહ કહે છે, ‘આપણે ત્યાં દરેક પ્રેગ્નન્ટ સ્ત્રીને ફરજિયાતપણે HIVની ટેસ્ટ કરાવવી જરૂરી માનવામાં આવે છે, પરંતુ કોઈ પણ જગ્યાએ હેપેટાઇટિસ ગ્ની ટેસ્ટ કરાવવી જરૂરી મનાતી નથી. ખૂબ ઓછા ગાયનેકોલૉજિસ્ટ છે જે પ્રેગ્નન્ટ સ્ત્રીની હેપેટાઇટિસ B કે Bની ટેસ્ટ કરાવડાવતા હોય છે જે ખોટું છે. દરેક સ્ત્રીએ પોતાની રીતે પણ પ્રેગ્નન્ટ બનતાં પહેલાં જ આ ટેસ્ટ કરાવવી જરૂરી છે. જો તે હેપેટાઇટિસ ગ્ના વાઇરસ ધરાવતી હોય તો તેના બાળકને તરત જ રસી આપી બચાવી લઈ શકાય અને જો તેને હેપેટાઇટિસ C હોય તો કોઈ નિષ્ણાતની સલાહ મુજબ જ તે પ્રેગ્નન્સી પ્લાન કરે એ હિતાવહ છે.’
બનાવ
તાજેતરમાં સમગ્ર રીતે હેલ્ધી જીવન જીવતા ૩૩ વર્ષના એક ભાઈને અચાનક જ પેટમાં દુખાવો શરૂ થયો ત્યારે તેમને થયું કે સામાન્ય એસિડિટી કે ફૂડ-પૉઇઝનિંગ હશે અને તેમણે સમાન્ય દવાઓ શરૂ કરી. પરંતુ ફરક ન પડ્યો. તેમને લાગતું હતું કે તેમનું પેટ ફૂલતું જાય છે. ટેસ્ટ કરાવવાથી ખબર પડી કે આ ભાઈને હેપેટાઇટિસ B છે જેને કારણે તેમને લિવરનું કૅન્સર થઈ ગયું છે અને એ લાસ્ટ સ્ટેજમાં છે. હિસ્ટરી તપાસતાં ખબર પડી કે તેમની મમ્મીને હેપેટાઇટિસ B હતો જેની ખબર ખુદ મમ્મીને પણ નહોતી. આમ જન્મથી જ તેમની અંદર આ વાઇરસ હતો જેણે સાઇલન્ટ રહી એક ૩૩ વર્ષની વ્યક્તિને કૅન્સરના લાસ્ટ સ્ટેજ સુધી પહોંચાડી દીધી હતી. આ પછી જ્યારે તેમના બધા જ ફૅમિલી મેમ્બર્સનું ચેક-અપ કરાવવામાં આવ્યું ત્યારે ખબર પડી કે તેમની ફૅમિલીમાં ૯ જણને હેપેટાઇટિસ B છે. આ બનાવ જણાવી સાવચેત કરતાં ડૉ. જયશ્રી શાહ કહે છે, ‘હેપેટાઇટિસ B અને C બન્ને રોગોનું નિદાન કોઈ જ પ્રાથમિક લક્ષણો ન હોવાને કારણે ફક્ત ટેસ્ટ દ્વારા જ શક્ય છે અને જેટલું જલદી એનું નિદાન થઈ શકે છે એટલી જ વધુ સારી રીતે લિવરને બચાવી શકાય છે. જેટલી મોડી ખબર પડે એટલું લિવરનું ડૅમેજ વધુ થઈ ગયું હોય છે અને એક વખત ડૅમેજ થયેલું લિવર રિપેર થવાની શક્યતા ઓછી હોય છે. પછી આપણા હાથમાં લિવરના બચેલા ભાગનું રક્ષણ કરવાની જ શક્યતા બચે છે. ઘણી વાર નિદાન મોડું થવાને લીધે લિવરના બીજા રોગ જેમ કે લિવર-કૅન્સર પણ થઈ શકે છે.’

