Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > આયુર્વેદિક ઉપાય: જો તમારે તમારું લિવર ફિટ રાખવું હોય તો કરો આટલું

આયુર્વેદિક ઉપાય: જો તમારે તમારું લિવર ફિટ રાખવું હોય તો કરો આટલું

Published : 24 June, 2019 04:18 PM | IST |

આયુર્વેદિક ઉપાય: જો તમારે તમારું લિવર ફિટ રાખવું હોય તો કરો આટલું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણા શરીરમાં લિવર એ સૌથી મહત્વનું અંગ છે જે આપણાં ડાઇજેશનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ આપણાં શરીર માટે કેટલાય મહત્વના કાર્યો કરે છે. જેમ કે, શરીરમાં રહેલા ટૉક્સિન બહાર કાઢવાનું કામ લિવર કરે છે. તેથી જ આપણે લિવરને હેલ્ધી રાખવાના શક્ય એવા પ્રયત્નો કરવા જોઇએ. આજકાલ લગભગ દરેક મહિલાને પેટથી જોડાયેલી તકલીફો હોય જ છે, શું તમે જાણો છો કે તમારી મુશ્કેલી લિવરમાં થયેલ ગરબડને કારણે વધી શકે છે. આજકાલ મહિલાઓ પોતાના ડાએટ પર ખાસ ધ્યાન આપી શકતી નથી, જેના કારણે લિવર જલ્દી ખરાબ થઈ જાય છે, અથવા લિવર સાથે સંકળાયેલી બીજી તકલીફો જેમ કે ફેટી લિવર, સોજો અને લિવરમાં ઇન્ફેક્શન વગેરે થઈ શકે છે.


જો તમે જમેલા ખોરાકનું પણ યોગ્ય રીતે પાચન નથી થતું કે પેટમાં કોઇ તકલીફ છે તો તમારે સમજી જવું જોઈએ કે લિવરની ખરાબીના લક્ષણો છે, અને આ તરફ બેધ્યાનપણું ઘાતક પુરવાર થઇ શકે છે. મોટાભાગે લિવરની ખરાબી વધુ તેલ અને મસાલાવાળો ખોરાક અને વધુ બહારનું ખોરાક લેવાથી કે દારુના સેવનને કારણે થાય છે.



લિવરમાં ખરાબીના લક્ષણો
લિવરમાં ખરાબીના અનેક લક્ષણ હોઇ શકે છે જેમ કે-મોઢાંમાંથી ગંધ આવવી, આંખની નીચે કાળાં ડાઘા પડી જવા, પેટમાં સતત દુઃખાવો રહેવો, ખોરાકનું યોગ્ય પાચન ન થવું, ચામડી પર સફેદ ડાઘા પડવા, યૂરીનનો ઘેરો રંગ, લિવરની ખરાબીના અન્ય લક્ષણો પણ હોઈ શકે છે જે ટેસ્ટ કર્યા પછી જ ખ્યાલ આવે છે.


જો લિવરમાં ખરાબી હોય અથવા તેના પર ફેટ જમા હોય તો એવામાં પાણી પણ પચતું નથી, અને ચામડી પર સફેદ ડાઘા પડવા લાગે છે જેને લિવર સ્પૉટ પણ કહેવાય છે. જો લિવર યોગ્ય રીતે કામ ન કરતું હોય તો મોઢાંમાંથી ગંધ આવવા લાગે છે, આંખની નીચે કાળાં ડાઘા થવા લાગે છે જેનાથી તમારા આરોગ્યની અણસાર આવી જાય છે.

લિવરને હેલ્ધી રાખવા માટે આ છે ટિપ્સ
1. રાતે સૂતાં પહેલા દૂધમાં હળદર નાખીને પીવું, કારણકે હળદર ઇમ્યૂનિટી બૂસ્ટર હોય છે અને આ હેપેટાઇટિસ બી તેમજ સીને કારણે થતાં વાયરસને વધતાં અટકાવે છે. આ સિવાય ડાયાબિટીધ, ફેટી લિવર, ઇન્સ્યુલિન અને મોટાપા જેવી બીમારીઓથી તમારી મદદ કરી છે.


2. એક ગ્લાસ પાણીમાં એક ચમચી એપ્પલ વીનેગર તેમજ મધ નાખી દિવસમાં બેથી ત્રણ વાર પીવું. આ શરીરમાં રહેલા ટૉક્સિન બહાર કાઢવામાં મદદ કરે છે તેમજ લિવરને હેલ્ધી રાખે છે.

Apple

3. આમળા વિટામીન સીનો સૌથી મોટો સ્ત્રોત ગણાય છે આ લિવરને કાર્યરત રાખવામાં મદદ કરે છે. હેલ્ધી લિવર માટે દિવસમાં 4-5 આમળા ખાવાં જ જોઇએ.

આ પણ વાંચો : પુરુષોમાં પણ જોવા મળે છે પીએમએસ સિન્ડ્રૉમ

4. પપૈયું પેટ સાથે જોડાયેલા બધાં રોગો માટે એક રામબાણ ઔષધિ છે, દરરોજ બે ચમચી પપૈયાંના રસમાં એક ચમચી લીંબુનું રસ મિક્સ કરી પીવું, તેનાથી પેટ સાથે જોડાયેલી બધી જ તકલીફો દૂર થઈ જાય છે. ખાસ તો આ લિવર સિરોસિસમાં ખૂબ જ ફાયદાકારક છે.

5. પાલક અને ગાજરના રસનું મિશ્રણ લિવર સિરોસિર માટડે લાભ દાયક છે.

Whatsapp-channel Whatsapp-channel

24 June, 2019 04:18 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK