Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

29 January, 2023 07:23 AM IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

જાણો કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

સમય અને તાકાત કરતાં વધુ કામ માથે લેવું નહીં. જો વધારે વિકલ્પો હોય તો એ જ કામ પસંદ કરવું જેની ખરેખર જરૂર હોય.
સંબંધો સાચવવા માટે સલાહઃ બધાને સ્વીકાર્ય ઉકેલ આવે એ માટે સ્પષ્ટપણે અને મોકળા મનથી વાતચીત કરવી અનિવાર્ય છે. અરેન્જ્ડ મૅરેજ કરવા ઇચ્છુકોને જીવનસાથી મળવાના ઊજળા સંજોગો છે.ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


લોકોને જેટલી જરૂર પડે એટલી જ માહિતી આપવી. કૂથલીખોરોથી દૂર રહેવું. પોતાનો મત સ્પષ્ટપણે માંડવો, પરંતુ શાંત રહેવું અને યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવો.
સંબંધો સાચવવા માટે સલાહઃ તમને ગણતરીમાં ન લેતા અથવા પોતાનો જ સ્વાર્થ જોતા હોય એવા લોકોથી દૂર રહેવું અને સંઘર્ષમાં ઊતરવું નહીં. તમારી અપેક્ષાઓ બાબતે સ્પષ્ટ રહો. 

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન


બૉસ અને સત્તાવાળાઓ સાથેના વ્યવહારમાં સાચવવું. પોતાનાં નાણાકીય લક્ષ્યો બાબતે સ્પષ્ટતા રાખવી અને નવાં રોકાણો કરતાં પહેલાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી લેવી.
સંબંધો સાચવવા માટે સલાહઃ ત્રીજી વ્યક્તિને તમારા મહત્ત્વપૂર્ણ સંબંધને કે મૈત્રીને ઘસારો લાગે એવું કામ કરવા દેવું નહીં. સંબંધોમાં સુમેળ ટકાવવા બનતા તમામ પ્રયાસ કરવા.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

વધુ નુકસાન થતું અટકાવીને કેવી રીતે આગળ વધવું એ સમજવું જરૂરી છે. આરોગ્ય સાચવવા પર થોડું વધારે ધ્યાન આપજો અને પૂરતી આરામદાયક નીંદર લેજો.
સંબંધો સાચવવા માટે સલાહઃ સંબંધને લગતો કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનું આવે ત્યારે સમજદારીપૂર્વક પસંદગી કરવી. ઘરમાં વાતાવરણ હળવું રહે અને બિનજરૂરી માનસિક તાણ ઊભી થાય નહીં એની તકેદારી લેવી.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

ફક્ત બીજાઓને સારું લગાડવા માટે બિનજરૂરી ખર્ચ કરતા નહીં. બજેટને વળગી રહેવું. તૈયારી કર્યા વગર કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવો નહીં. 
સંબંધો સાચવવા માટે સલાહઃ તમે અવિચારી પગલું ભરશો તો પરિસ્થિતિ વધુ જટિલ બની જશે. તમારે સર્વાંગી વિચાર કરીને આગળ વધવું. પોતે પાળી શકો નહીં એવાં વચનો આપવાં નહીં.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

કામના સ્થળે ઈ-મેઇલ તથા અન્ય સંદેશવ્યવહારનો સત્વર જવાબ આપવો. પૂરતું પાણી પીવાનું રાખવું અને શક્ય હોય ત્યાં સુધી ઘરનું જ રાંધેલું ખાવું.
સંબંધો સાચવવા માટે સલાહઃ પોતાનો સ્વાર્થ સાધવા માટે તમારી સાથે રહેતા હોય એવા લોકોથી અંતર જાળવવું અને જેઓ ખરેખર મહત્ત્વના છે તેમની સાથે રહેવા થોડો વધુ પ્રયત્ન કરવો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

એકાગ્રતા સાધીને રહેવું અને પડકારોનો સારામાં સારી રીતે સામનો કરવો. પરિસ્થિતિ ધાર્યા પ્રમાણેની ન હોય તોય વિચારોમાં નકારાત્મકતા લાવવી નહીં.
સંબંધો સાચવવા માટે સલાહઃ જેમના પ્રિયકર અથવા જીવનસાથી દૂર રહેતા હોય તેમણે સંપર્ક ટકાવી રાખવા માટે ખાસ મહેનત લેવી. નિકટના મિત્ર જોડે બિનજરૂરી દલીલો કરવી નહીં.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

ભૂતકાળને ભૂલી જાઓ. આજના વ્યવહાર પર એની અસર થવા દેવી નહીં. નવાં રોકાણો કરતાં પહેલાં કે લોન લેતાં પહેલાં પોતાનાં નાણાકીય લક્ષ્યો બાબતે સ્પષ્ટતા રાખવી.
સંબંધો સાચવવા માટે સલાહઃ બીજાઓ બદલાય એની અપેક્ષા રાખવાને બદલે પોતાનામાં જ સુધાર લાવવો. કામધંધાના સ્થળે અને અંગત જીવનમાં સંવાદમાં સ્પષ્ટતા રાખવી.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

તમારા દિલથી નજીક હોય એવા મુદ્દે ચર્ચામાં કે સંઘર્ષમાં ઊતરતાં પહેલાં એ જોઈ લેવું કે તમે શું કરવા જઈ રહ્યા છો. સ્માર્ટ અને ઝડપી નિર્ણય લેનારાઓ માટે રોકાણ કરવાનો સારો સમય છે.
સંબંધો સાચવવા માટે સલાહઃ તમારા માટે અને સામેવાળી વ્યક્તિ માટે લાભદાયક હોય એ રીતે સંબંધોમાં સંતુલન જાળવવું. યાદ રહે, બોલેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

નકામી આદતોને તિલાંજલિ આપવા માટે સારો સમય છે. કામના સ્થળે પડકારોથી ગભરાઈ જવાને બદલે એના હલ શોધવા પર ધ્યાન આપવું.
સંબંધો સાચવવા માટે સલાહઃ કોનો વિશ્વાસ કરવો એ જાણવું અગત્યનું છે, કારણ કે મિત્ર દેખાતો દરેક માણસ તમારું સારું જ વિચારતો હોય એ જરૂરી નથી. જો પોતે સ્પષ્ટ ન હો તો કોઈ પણ વાયદો કરવો નહીં.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

જ્યારે તમે પરિણામ સહન કરવા માટે તૈયાર ન હો તો તો એવું જોખમ લેવું નહીં. સ્વયં રોજગાર કરનારાઓ અને પ્રોફેશનલ્સ માટે સાનુકૂળ સમય છે. 
સંબંધો સાચવવા માટે સલાહઃ કોઈની પણ સાથે અંગત જીવન વિશે વાત કરવાનું ટાળવું, કારણ કે એના વિશે કૂથલીઓ થઈ શકે છે. પરિસ્થિતિ કે લોકો પર કાબૂ રાખવાની ઇચ્છા છોડી દેવી.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

રાબેતા મુજબની પ્રતિક્રિયાથી જટિલ પરિસ્થિતિનો હલ નહીં આવે. નવું કૌશલ્ય પ્રાપ્ત કરવા કે મનગમતી હૉબી માટે સારો સમય છે. 
સંબંધો સાચવવા માટે સલાહઃ ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લેવો અને પુનરાવર્તન થાય નહીં એની તકેદારી લેવી. તમારું મહત્ત્વ ઓછું આંકતા હોય એવા અથવા ગરજે તમારી પાસે દોડતા આવનારા લોકોથી દૂર રહેવું.

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય: જીવનનાં એ પાસાં પર વિશેષ લક્ષ આપજો જેમાં ઉતાર-ચડાવ આવતા હોય. કેટલાક જાતકો નવા શહેરમાં જશે અથવા નવી નોકરીએ લાગશે અથવા તો વર્તમાન સ્થિતિને વધુ મજબૂત બનાવી શકશે. રોકાણો સહિતની આર્થિક બાબતોમાં ઘણી સાવચેતી રાખજો, કારણ કે જો તમે જાતે સંશોધન કર્યું નહીં હોય તો તમે કોઈ કૌભાંડનો ભોગ બનો એવું જોખમ છે. ડાયટમાં કે ફિટનેસ માટે અતિરેક કરવો નહીં.

ઍક્વેરિયસ જાતકો મિત્રો તરીકે કેવા હોય છે? ઍક્વેરિયસ જાતકો મળતાવડા અને આનંદી હોય છે. તેમને માન ન આપતા મિત્રોથી દૂર થવામાં વાર લગાડતા નથી. તેઓ બિનપરંપરાગત વલણ ધરાવતા હોવાથી તેમને સમજવાનું અને તેમની સાથે રહેવાનું થોડું અઘરું હોય છે. તેઓ જેવા છે એવા જ સ્વીકારી લેવાના હોય છે. તેઓ પ્રામાણિક સલાહ આપે છે અને જીવનને બીજાઓ કરતાં અલગ દૃષ્ટિકોણથી જોવાની ખૂબી ધરાવે છે. તેમના મિત્રો તેમને પેટછૂટી વાતો કરી શકે છે, કારણ કે તેઓ જલદીથી કોઈ મત બાંધી દેતા નથી અને નવા વિચારોનું સ્વાગત કરવા તૈયાર હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

29 January, 2023 07:23 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK