કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું
Weekly Horoscope
પ્રતીકાત્મક તસવીર
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
તમે ચિડાયેલા કે ગુસ્સામાં હો ત્યારે મોંમાંથી નીકળી જતાં વેણ બાબતે સાવધાન રહેવું. તમારે સંવાદના સેતુ રચવાના છે, તોડવાના નથી. ખર્ચ બાબતે વધુપડતા સાવચેત રહેવું.
આરોગ્યવિષયક સલાહ : જીવનશૈલીમાં ફેરફાર કરવો હોય તો સર્વાંગી વિચાર કરવો. મોટી ઉંમરનાએ તબિયત સાચવવી. જૂની બીમારીવાળાઓએ વધારે સાચવવું.
ADVERTISEMENT
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
કોઈ શંકા હોય ત્યારે પરિસ્થિતિ પૂરી સમજાય નહીં ત્યાં સુધી ચૂપ રહેવું. રોકાણો અને નાણાકીય બાબતો માટે સાનુકૂળ સમય છે. જોકે એના માટે જરૂરી છે કે તમે વ્યવહારુ બનો, લાલચી નહીં.
આરોગ્યવિષયક સલાહ : રોજિંદું જીવન શિસ્તબદ્ધ હોવું જરૂરી છે. તબિયત નરમ લાગે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો. વિટામિનની ઊણપનું પરીક્ષણ કરાવી લેવું.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાના હો તો સંપૂર્ણ વિચાર કરી લેવો. લાંબા સમય સુધી ફોન પર ચૅટિંગ કરનારાઓએ ફોનના ઉપયોગમાં મર્યાદા રાખવી.
આરોગ્યવિષયક સલાહ : ડૉક્ટરની સલાહ લીધા વગર અલગ-અલગ થેરપી અને દવાઓનો ઉપયોગ કરવાનું ટાળવું. ઘણા વ્યસ્ત રહેનારાઓએ આરામ કરવા અને રિલૅક્સ રહેવા માટે સમય ફાળવવો.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
મનમાં કોઈ વહેમ પાળવો નહીં. પોતાનાથી થાય એટલું સારામાં સારું કામ કરવું. પોતાના માટે કોઈ મર્યાદા બાંધવી નહીં. પરિવારજન નાણાં ઉછીના માગે તો એ બાબતે સતર્ક રહેવું.
આરોગ્યવિષયક સલાહ : તબિયતને લગતી કોઈ તકલીફ હોય તો શરીર શું કહે છે એ સાંભળવું. જેમની પાચનશક્તિ નબળી હોય તેમણે વધુ કાળજી લેવી.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
કાનૂની ગૂંચમાં સપડાયા હો તો સાવચેતી રાખવી અને બારીક લક્ષ આપવું. તમે સાચા હો તો પણ બોલતાં પહેલાં સાચવવું.
આરોગ્યવિષયક સલાહ : જો કોઈ નવી સારવાર પદ્ધતિનો કે ઉપચારનો પ્રારંભ કરવો હોય તો સેકન્ડ ઓપિનિયન લેવો અને પોતે પણ એને લગતો અભ્યાસ કરવો. જેમની પાચનશક્તિ કમજોર હોય તેમણે પોતાની વધારે કાળજી લેવી.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
પોતાના ગજા બહારની જવાબદારીઓ માથે લેવી નહીં. નાણાકીય બાબતોમાં તત્પરતાથી કામ લેવું. એના માટે પોતાની પાસે યોગ્ય માહિતી હોવી જરૂરી છે.
આરોગ્યવિષયક સલાહ : ડૉક્ટરની દેખરેખ હેઠળ ન હો તો કોઈ વૈકલ્પિક ચિકિત્સાનો કે દવાનો અખતરો શરૂ કરવો નહીં. આરામ કરવા અને રિલૅક્સ રહેવા સમય ફાળવવો.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
જરૂર પડ્યે અલગ રીતે કામ લેવું અને અંતરાત્માના અવાજને અનુસરવું. સ્વયં રોજગાર તરીકે બિઝનેસ કરનારાઓ માટે સાનુકૂળ સમય છે.
આરોગ્યવિષયક સલાહ : જીવનશૈલીમાં કરવાના આવશ્યક ફેરફારો માટે સારો સમય છે. સમય જતાં ઘણો મોટો ફરક લાવી શકે એવાં નાનાં-નાનાં પગલાં સાતત્યપૂર્વક ભરતા રહેવું.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
બૉસ સાથે અને સત્તાવાળાઓ સાથેના વ્યવહારમાં સતર્ક રહેવું. ભૂતકાળ ભૂલી જવો. બીબાઢાળ પ્રતિભાવ આપવો નહીં. જો પોતાને યોગ્ય લાગતું હોય તો પરિવર્તન ચોક્કસ લાવવું.
આરોગ્યવિષયક સલાહ : આરોગ્યમાં કે જીવનશૈલીમાં સુધારો કરવાની ઇચ્છા હોય તો મહેનત કરવી અને સાતત્ય જાળવવું. ડાયટ અને ફિટનેસની ફૅશનથી દૂર રહેવું.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
સલાહ ખરેખર કોની પાસે લેવી જોઈએ એ બાબતે સમજી-વિચારીને નિર્ણય લેવો. અન્યથા તમે ગૂંચવાઈ જશો. પરિવારની પ્રૉપર્ટીની કે રોકાણોની બાબતોને કાળજીપૂર્વક સંભાળી લેવી.
આરોગ્યવિષયક સલાહ : ફિટનેસ જાળવવી હોય તો શિસ્ત અનિવાર્ય છે. તમારે પૂરેપૂરી મહેનત કરવી પડશે. જીવનશૈલીમાં પણ જરૂરી ફેરફારો કરવા.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
પોતે કયા માનસિક અવરોધો ઊભા કરી લીધા છે એનો વિચાર કરી આવશ્યક ફેરફારો કરી લેવા. મિત્રો સાથેની વાતોમાં સાચવવું, કારણ કે જો તમે આકરું બોલશો તો માઠું લાગી શકે છે.
આરોગ્યવિષયક સલાહ : તબિયત બાબતે ગૂગલ પર સર્ચ કરવાનું ટાળવું. જૂની બીમારી ધરાવતા લોકોએ ડૉક્ટરની સલાહ લીધા વગર દવામાં કોઈ ફેરફાર કરવો નહીં.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
સત્તાવાર કાર્યપ્રણાલીનું અને શિષ્ટાચારનું અનુકરણ કરવું, પછી ભલે તમને એમ લાગતું હોય કે તમે કોઈ અલગ રીતે પરિસ્થિતિને સંભાળી શકો છો. શૉપિંગમાં અતિરેક કરવો નહીં.
આરોગ્યવિષયક સલાહ: નિયમિત વ્યાયામ કરનારાઓએ એને વધુ અસરકારક બનાવવા એમાં ફેરફાર કરવાની તૈયારી રાખવી. લાઇફસ્ટાઇલ કોચની નિમણૂક સમજી-વિચારીને કરવી.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
જીવનસાથી કે નિકટના મિત્ર સાથેના વ્યવહારમાં આવેશમાં આવીને કોઈ પ્રતિક્રિયા કરશો તો બિનજરૂરી માનસિક તાણ ઊભી થશે. પ્રતિક્રિયા કરતાં પહેલાં પરિસ્થિતિનું આકલન કરી લેવું.
આરોગ્યવિષયક સલાહ : તમે ગમે એટલા વ્યસ્ત હો, વ્યાયામ માટે સમય કાઢવો. સંતાનપ્રાપ્તિ માટે ઘણા નિષ્ફળ પ્રયાસ થઈ ચૂક્યા હોય તેમણે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય: પડકારભરી પરિસ્થિતિમાં કે જબરા લોકો સાથેના વ્યવહારમાં શાંત રહેવું. કામના સ્થળે આત્મનિર્ભર રહેવું. સહકર્મીઓ કદાચ આવશ્યક મદદ નહીં કરે. મજબૂત આર્થિક પાયો રચવો અને પ્રમાણમાં વધુ સલામત હોય એવાં રોકાણોને વળગી રહેવું. સંબંધોને આવશ્યક પ્રાથમિકતા આપવી અને બીજાઓની દૃષ્ટિએ જોવાનું રાખવું. કોઈ પણ પ્રકારનો અતિરેક ટાળવો. સંતુલિત જીવનશૈલી અપનાવવી.
પાઇસિસ જાતકોની અજાણી બાજુ: આ જાતકો અડધા આધ્યાત્મિક જગતમાં અને અડધા વ્યવહારુ જગતમાં રહેવાનું પસંદ કરે છે. એને લીધે તેઓ માનસિક તાણભરી પરિસ્થિતિને સંભાળવા જરૂરી સંતુલન જાળવી શકતા નથી અને જલદી વ્યથિત થઈ જાય છે. તેઓ સંવેદનશીલ હોય છે, પરંતુ લાગણીઓને ખૂલીને વ્યક્ત કરતા નથી. નિરાશાવાદી વલણને લીધે તેઓ મિજાજી અને ક્યારેક ડિપ્રેશનમાં સરી જતા હોય છે. કોઈ પણ પ્રકારના ઘર્ષણમાં ઊતરવાનું ગમતું નથી. પરિણામે તેઓ સમસ્યાઓનો સામનો કરવાને બદલે એના તરફ દુર્લક્ષ કરતા હોય છે.