Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > જાણો તમારું સાપ્તાહિક રાશિભવિષ્ય, કેવું રહેશે તમારું આ અઠવાડિયું?

જાણો તમારું સાપ્તાહિક રાશિભવિષ્ય, કેવું રહેશે તમારું આ અઠવાડિયું?

04 June, 2023 07:30 AM IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

કામના સ્થળે પોતાની સ્થિતિને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો અને વિવાદોથી દૂર રહો. વરિષ્ઠ નાગરિકો અને જેઓ લાંબી બીમારીથી પીડાય છે એમણે સ્વાસ્થ્યની થોડી વધારે કાળજી લેવાની જરૂર છે.

ફાઈલ તસવીર Horoscope

ફાઈલ તસવીર


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય
તમારા નિયંત્રણની બહાર હોય એવી સ્થિતિમાં વ્યાવહારિક બનો અને વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને ચાલો. શરૂઆતમાં નાની લાગતી હોય એવી સમજદારીપૂર્વક કરાયેલી પસંદગી પણ ઘણો મોટો ફરક લાવી શકે છે. કામના સ્થળે પોતાની સ્થિતિને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો અને વિવાદોથી દૂર રહો. વરિષ્ઠ નાગરિકો અને જેઓ લાંબી બીમારીથી પીડાય છે એમણે સ્વાસ્થ્યની થોડી વધારે કાળજી લેવાની જરૂર છે.

જેમિની જાતકો જીવનસાથી તરીકે કેવાં હોય છે?
બુદ્ધિશાળી અને બૌદ્ધિક જેમિની જાતકોને મગજની રમતો પસંદ નથી. તેઓ મનની વાત કળી લેશે એવી પોતાના જીવનસાથીની અપેક્ષા પણ એમને ગમતી નથી. તેઓ કોઈ અણસાર કે અંદાજના આધારે ચાલવાને બદલે વાસ્તવિકતા અને નક્કર હકીકતથી દોરવાય છે. જો એમના પર પ્રહાર થાય અથવા એમને મહત્ત્વ મળે નહીં તો તેઓ થોડા જજમેન્ટલ બની જાય છે. એમને સ્વતંત્રમિજાજી અને ખુશમિજાજી જીવનસાથી પસંદ હોય છે.



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ : પોતાનાં ધ્યેયો વિશે ખૂબ જ સ્પષ્ટ રહો અને જો જરૂરી હોય તો એમને બદલવા અથવા સુધારવા માટે તૈયાર રહો. તમારે કોની સાથે સમય વિતાવવો એ સમજદારીથી નક્કી કરો.
આરોગ્યવિષયક સલાહ : જો તમે જીવનશૈલીમાં કોઈ ફેરફાર કરવા માગતા હો તો શિસ્ત અને પ્રતિબદ્ધતાની જરૂર પડશે. સલાહ આપવા માટે લાયક લોકોની જ સલાહ સાંભળો.


ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે : જાણકારી લીધા બાદ જ નિર્ણયો લો. ઘણા બધા વિકલ્પો હોય તો તમે શું પ્રાપ્ત કરવા માગો છો એ વિશે સ્પષ્ટ રહો. જો તમારે અંગત અથવા વ્યાવસાયિક જીવનમાં કોઈ પણ મુદ્દાને ઉકેલવાની જરૂર હોય તો વાતચીત સ્પષ્ટ અને આદરપૂર્ણ રાખો. 
આરોગ્યવિષયક સલાહ : સ્વાસ્થ્ય સંબંધી કોઈ પણ નાની સમસ્યા વણસે એ પહેલાં એનો ઈલાજ કરાવી લો. 

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન : જેઓ સર્જનાત્મક વ્યવસાયમાં છે એમણે અન્યો સાથે એના વિશે વાતચીત કરતાં પહેલાં જાતે જ એની સમીક્ષા કરી લેવી. પ્રૉપર્ટીના મામલાને સાવધાનીથી વર્તવું.  
આરોગ્યવિષયક સલાહ : નવા જિમ અથવા ફિટનેસ/સ્પોર્ટ્સ ક્લાસમાં નિયમિતતા જાળવવામાં સભાન રહેજો. જોકે શરદી કે ગળું ખરાબ હોય એ તકલીફની અવગણના ન કરો.


કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ : ભૂતકાળમાંથી શીખો અને જેનો ઉપયોગ થયો ન હોય એવી રીતભાતને નિવારવાનો સભાનપણે પ્રયાસ કરો. સંબંધોમાં સમસ્યા ઊભી થઈ હોય તો એના તરફ દુર્લક્ષ કરવું નહીં.
આરોગ્યવિષયક સલાહ : જો તમે મોંઘા જિમની મેમ્બરશિપ અથવા ફિટનેસનાં સાધનોનો ઉપયોગ કરવાના ન હો તો એની પાછળ વધુપડતો ખર્ચ કરવાનું ટાળો. ગાઢ નિદ્રા લેવી.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ : સંબંધો સુધારવા પર લક્ષ આપો. જેમાં વધુ સમસ્યા હોય એમાં પણ હલ લાવવા પર ધ્યાન આપો. નાણાકીય નિર્ણયો લેવામાં ઉતાવળ કરવી નહીં. 
આરોગ્યવિષયક સલાહ : જીવનશૈલીમાં ફેરફાર બાબતે પૂરતી માહિતી લીધા બાદ જ નિર્ણયો લેવા. તમારા સ્વાસ્થ્યની વાત આવે ત્યારે બધું જ કરી લેવું અથવા કંઈ જ ન કરવું એવી માનસિકતા ટાળો.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર : પરિસ્થિતિઓને હેન્ડલ કરવામાં જો તમને લાભ થતો હોય તો પરંપરાગત અભિગમ અથવા રીતનો ઉપયોગ કરો. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો, કારણ કે અકસ્માતની ઘાત છે. 
આરોગ્યવિષયક સલાહ : જેઓ બીમારી અથવા શસ્ત્રક્રિયામાંથી સાજા થઈ રહ્યા છે એમણે ડૉક્ટરની સલાહનું પાલન કરવું. પોતાના માટે સારી ન હોય એવી આદતો ટાળો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર : ગ્રુપમાં કામ કરવા માટે સારો સમય છે. જો ગ્રુપ અનૌપચારિક હશે તો તમે સહજ રીતે એની આગેવાની કરવા લાગી જશો. લાગણીઓમાં તણાઈને નાણાકીય નિર્ણયો લેવા નહીં. 
આરોગ્યવિષયક સલાહ : સ્વાસ્થ્ય અથવા ફિટનેસનું સ્તર સુધારવા માગતા હો નાનાં-નાનાં પરિવર્તનો ધ્યાન કેન્દ્રિત કરો. તમારા શરીરની વિરુદ્ધ જવાને બદલે એને સાથે લઈને કામ કરો. 

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર : જો તમે સ્પર્ધાત્મક લોકો સાથે વ્યવહાર કરતા હો તો વાતચીતમાં ખૂબ જ સ્પષ્ટ રહો. તમારા નિયંત્રણમાં ન હોય એવી પરિસ્થિતિઓને જવા દો.
આરોગ્યવિષયક સલાહ : ફેરફાર લાવવો પડે એવી કઈ જૂની આદત છે એનો વિચાર કરો. લાંબા સમયથી ચાલતી બીમારી ધરાવતા લોકોએ પોતાના આરોગ્ય અને ચુસ્તી-સ્ફૂર્તિમાં થતા ફેરફારોને અવગણવા.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર : તમારા કરતાં વધુ અનુભવી લોકો પાસેથી શીખવા અને સલાહ લેવા તૈયાર રહો. મર્યાદિત બજેટ ધરાવતા લોકોએ બિનજરૂરી ખર્ચાઓ ટાળવા.
આરોગ્યવિષયક સલાહ : તમારી જીવનશૈલીમાં કોઈ પણ ફેરફાર કરવા માટે ઈચ્છાશક્તિની અને એક-એક ડગલું ભરીને આગળ વધવાની જરૂર છે. જો તમને મોસમી બીમારીઓ થતી હોય તો થોડી વધારે કાળજી લો.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી : સ્વ-નિર્મિત અવરોધોને તિલાંજલિ આપો અને નવા વિચારો શીખવા માટે તૈયાર રહો. સ્વ-રોજગાર ધરાવતા વેપારીઓ માટે સારો સમય છે.
આરોગ્યવિષયક સલાહ : ખૂબ જ વ્યસ્ત સામાજિક જીવન ધરાવતા લોકોને થાક લાગવા માંડ્યો હોય તો એમણે પ્રવૃત્તિઓ ઘટાડી દેવી. પોતાના આરોગ્ય અને ફિટનેસનાં લક્ષ્યો બાબતે સ્પષ્ટ રહેવું.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી : પરિણામોનો વિચાર કર્યા વગર બોલવાથી બિનજરૂરી ગૂંચવણો ઊભી થઈ શકે છે. સોહાર્દપૂર્વક અને ગરિમાપૂર્વક જે કરવાની જરૂર હોય એ કરવું. 
આરોગ્યવિષયક સલાહ : કોઈ પણ પડકારોનો સામનો કરવા માટે યોગ્ય દિશામાં થોડો વધારાનો પ્રયાસ કરવો. કસરત કરતી વખતે શરીરને સાંભળો, પછી ભલે તમારે વર્કઆઉટમાં ફેરફાર કરવો પડે.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ : પોતાનાં તમામ સંસાધનોનો ઉપયોગ કરો અને ભૂતકાળના અનુભવો તથા ભયને કારણે પાછીપાની નહીં કરો.સમજીવિચારીને ખર્ચ કરવા.
આરોગ્યવિષયક સલાહ : વધુ પડતી માહિતી તમને મૂંઝવણમાં મૂકી શકે છે, ખાસ કરીને જો તમને માહિતી આપનારાઓ નિષ્ણાત હોવાનો દાવો કરતા હોય. ગળ્યું વધુ ભાવતું હોય એમણે ધ્યાન રાખવું.

Whatsapp-channel Whatsapp-channel

04 June, 2023 07:30 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK