તુલસીથી લઈને દયાબેન સુધી, એ ગુજરાતી કિરદારો જેણે લોકોના દિલ પર છોડી છે છાપ

Published: Aug 09, 2019, 10:24 IST | Falguni Lakhani
 • તુલસી વિરાણી પરિવારની આ સંસ્કારી વહુ કોને યાદ નહીં હોય? ક્યોંકી સાસ ભી કભી બહુથી ધારાવાહિક ગુજરાતી પરિવારની આસાપાસ જ આકાર લેતી હતી. અને તેમાં તુલસીનું પાત્ર સ્મૃતિ ઈરાનીએ ભજવ્યું હતું. તુલસી વહુ એ સમયે બધા લોકો માટે આદર્શ વહુ હતી.

  તુલસી
  વિરાણી પરિવારની આ સંસ્કારી વહુ કોને યાદ નહીં હોય? ક્યોંકી સાસ ભી કભી બહુથી ધારાવાહિક ગુજરાતી પરિવારની આસાપાસ જ આકાર લેતી હતી. અને તેમાં તુલસીનું પાત્ર સ્મૃતિ ઈરાનીએ ભજવ્યું હતું. તુલસી વહુ એ સમયે બધા લોકો માટે આદર્શ વહુ હતી.

  1/9
 • દયા અને જેઠાલાલ 11 વર્ષથી લોકોનું મનોરંજન કરાવતી કોમેડી સીરિયલ તારક મહેતાની કહાનીના કેન્દ્રસમા પાત્રો એટલા જેઠાલાલ ગડા અને તેમના પત્ની દયાબેન. જેઠાલાલનું પાત્ર અદ્દલ એક ગુજરાતી વેપારી જેવું છે. જ્યારે દયાબેન અસ્સલ ગુજરાતી ગૃહિણી. જે સામાન્ય જિંદગી સાથે ઘણા મળતા પણ આવે છે.

  દયા અને જેઠાલાલ
  11 વર્ષથી લોકોનું મનોરંજન કરાવતી કોમેડી સીરિયલ તારક મહેતાની કહાનીના કેન્દ્રસમા પાત્રો એટલા જેઠાલાલ ગડા અને તેમના પત્ની દયાબેન. જેઠાલાલનું પાત્ર અદ્દલ એક ગુજરાતી વેપારી જેવું છે. જ્યારે દયાબેન અસ્સલ ગુજરાતી ગૃહિણી. જે સામાન્ય જિંદગી સાથે ઘણા મળતા પણ આવે છે.

  2/9
 • કોકિલા મોદી મોટી મોટી આંખો, ઉંચો અવાજ અને મક્કમ નિર્ધાર. બસ આ જ છે કોકિલા મોદીની ઓળખાણ. સાથ નિભાના સાથિયામાં કોકિલાનું પાત્ર રૂપલ પટેલે ભજવ્યું હતું. અને એક કડક સાસુ તરીકેનું તેમનું પાત્ર આજે પણ લોકો યાદ કરે છે.

  કોકિલા મોદી
  મોટી મોટી આંખો, ઉંચો અવાજ અને મક્કમ નિર્ધાર. બસ આ જ છે કોકિલા મોદીની ઓળખાણ. સાથ નિભાના સાથિયામાં કોકિલાનું પાત્ર રૂપલ પટેલે ભજવ્યું હતું. અને એક કડક સાસુ તરીકેનું તેમનું પાત્ર આજે પણ લોકો યાદ કરે છે.

  3/9
 • હંસા અને પ્રફુલ આમને કોઈની ઓળખાણની જરૂર નથી. ખિચડીના ઓછું અંગ્રેજી જાણતા હંસાબેન અને તેમને અંગ્રેજી સમજાવતા પ્રફુલ. બની ઠનીને બેસવું અને તમામ લોકોને કહેવું જમીને જ જજો હો. બસ આજ તેમની ઓળખાણ છે. આ બંને એટલા વાઈબ્રન્ટ કેરેક્ટર છે કે તમને જોવાની મજા આવી જાય.

  હંસા અને પ્રફુલ
  આમને કોઈની ઓળખાણની જરૂર નથી. ખિચડીના ઓછું અંગ્રેજી જાણતા હંસાબેન અને તેમને અંગ્રેજી સમજાવતા પ્રફુલ. બની ઠનીને બેસવું અને તમામ લોકોને કહેવું જમીને જ જજો હો. બસ આજ તેમની ઓળખાણ છે. આ બંને એટલા વાઈબ્રન્ટ કેરેક્ટર છે કે તમને જોવાની મજા આવી જાય.

  4/9
 • માયા અને ઈન્દ્રવદન સારાભાઈ સાઉથ બોમ્બેનું ગુજરાતી ફેમિલી એટલે સારાભાઈ ફેમિલી. માયાની હાઈ ક્લાસ ચોઈસ અને રહેણીકહેણી. ઈન્દુ સારાભાઈનો નારદ મુનિ જેવો સ્વભાવ. આ બંને પાત્રો આજે પણ એટલા જ ફ્રેશ લાગે છે.

  માયા અને ઈન્દ્રવદન સારાભાઈ
  સાઉથ બોમ્બેનું ગુજરાતી ફેમિલી એટલે સારાભાઈ ફેમિલી. માયાની હાઈ ક્લાસ ચોઈસ અને રહેણીકહેણી. ઈન્દુ સારાભાઈનો નારદ મુનિ જેવો સ્વભાવ. આ બંને પાત્રો આજે પણ એટલા જ ફ્રેશ લાગે છે.

  5/9
 • ગોદાવરી ઠક્કર બા બહુ ઔર બેબીના જાજરમાન બા એટલે સરીતા જોષી. ગોદાવરી ઠક્કર એક એવા માતા છે જેમણે પોતાના સંતાનોને તમામ વિષમ સ્થિતિઓ વચ્ચે ઉછેર્યા અને તેમને લાયક બનાવ્યા. આ પાત્ર લોકો ક્યારેય ભૂલી શકે તેમ નથી.

  ગોદાવરી ઠક્કર
  બા બહુ ઔર બેબીના જાજરમાન બા એટલે સરીતા જોષી. ગોદાવરી ઠક્કર એક એવા માતા છે જેમણે પોતાના સંતાનોને તમામ વિષમ સ્થિતિઓ વચ્ચે ઉછેર્યા અને તેમને લાયક બનાવ્યા. આ પાત્ર લોકો ક્યારેય ભૂલી શકે તેમ નથી.

  6/9
 • ધર્મરાજ માહિયાવંશી અને સંતુ બે એકદમ અલગ અલગ વ્યક્તિઓ એટલે ધર્મરાજ અને સંતુ. ધર્મરાજ પાક્કો બિઝનેસમેન અને સંતુ તેમનાથી એકદમ અલગ. છતા આ બંનેની જોડીને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.

  ધર્મરાજ માહિયાવંશી અને સંતુ
  બે એકદમ અલગ અલગ વ્યક્તિઓ એટલે ધર્મરાજ અને સંતુ. ધર્મરાજ પાક્કો બિઝનેસમેન અને સંતુ તેમનાથી એકદમ અલગ. છતા આ બંનેની જોડીને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.

  7/9
 • સરસ્વતીચંદ્ર અને કુમુદ ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા પરથી બનેલી ધારાવાહિકમાં ગૌતમ રોડે અનેજેનિફર વિંગેટે મુખ્ય ભૂમિકા ભજવી હતી. અને બંને પાત્રો ખૂબ જ જાણીતા થયા હતા.

  સરસ્વતીચંદ્ર અને કુમુદ
  ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા પરથી બનેલી ધારાવાહિકમાં ગૌતમ રોડે અનેજેનિફર વિંગેટે મુખ્ય ભૂમિકા ભજવી હતી. અને બંને પાત્રો ખૂબ જ જાણીતા થયા હતા.

  8/9
 • તેની દિલ સે દિલ તકની ખુશ મિજાજ ગર્લ એટલે તેની. આ પાત્રમાં જસ્મિન ભસીન હતી. અને તેણે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે.

  તેની
  દિલ સે દિલ તકની ખુશ મિજાજ ગર્લ એટલે તેની. આ પાત્રમાં જસ્મિન ભસીન હતી. અને તેણે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી...આ નામ પડે એટલે તમને યાદ આવે એક સંયુક્ત પરિવાર..તહેવારોની રંગેચંગે ઉજવણી કરતો અને સુખ દુઃખમાં સાથે ઉભો રહેતો પરિવાર..આ છાપ ટીવીના કારણે ઉભી થઈ છે. ટીવી પર ગુજરાતી પરિવારની આસપાસ આકાર લેતી અને ધારાવાહિકો આવી છે. અને તેના પાત્રો આજે પણ લોકોને યાદ છે. ચાલો જાણીએ તુલસીથી લઈને દયા સુધીના આવા જ પાત્રોને.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK