Leeza Thakkar:જાણો અમદાવાદના એકમાત્ર લેડી ડ્રમર અને ડીજે વિશે

Sep 23, 2019, 14:43 IST
  • લીઝા ઠક્કર મૂળ રાજકોટના ધોરાજીના છે, પરંતુ લાંબા સમયથી તેમનો પરિવાર અમદાવાદમાં સ્થાયી થયો છે. 

    લીઝા ઠક્કર મૂળ રાજકોટના ધોરાજીના છે, પરંતુ લાંબા સમયથી તેમનો પરિવાર અમદાવાદમાં સ્થાયી થયો છે. 

    1/17
  • લીઝા ઠક્કરે ધોરાજીમાંથી જ બીકોમમાં ગ્રેજ્યુએશન કર્યું છે, અને ડિઝાઈનિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ મળ્યો છે.

    લીઝા ઠક્કરે ધોરાજીમાંથી જ બીકોમમાં ગ્રેજ્યુએશન કર્યું છે, અને ડિઝાઈનિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ મળ્યો છે.

    2/17
  • લીઝા કહે છે કે મારે બાળપણથી જ ડ્રમર બનવું હતું, પરંતુ ટ્યુટર શોધવો અઘરો હતો. વળી સામાજિક માનસિક્તા એવી હતી કે છોકરી થોડી ડ્રમ વગાડે ? એટલે શરૂઆતમાં રાહ જોવી પડી.

    લીઝા કહે છે કે મારે બાળપણથી જ ડ્રમર બનવું હતું, પરંતુ ટ્યુટર શોધવો અઘરો હતો. વળી સામાજિક માનસિક્તા એવી હતી કે છોકરી થોડી ડ્રમ વગાડે ? એટલે શરૂઆતમાં રાહ જોવી પડી.

    3/17
  • લીઝાએ ગ્રેજ્યુએશન અને ડિઝાઈનિંગ કર્યા બાદ ડ્રમિંગ શીખવાની શરૂઆત કરી. અને હવે તેઓ છેલ્લા 5 વર્ષથી પ્રોફેશનલી ડ્રમ વગાડે છે.

    લીઝાએ ગ્રેજ્યુએશન અને ડિઝાઈનિંગ કર્યા બાદ ડ્રમિંગ શીખવાની શરૂઆત કરી. અને હવે તેઓ છેલ્લા 5 વર્ષથી પ્રોફેશનલી ડ્રમ વગાડે છે.

    4/17
  • લીઝાનું આ અંગે વાત કરતા કહે છે કે,'ભણવાનું પુરુ થયું, પછી હું ફ્રી પડી, અને મારુ સપનું પુરુ કરવાની શરૂઆત કરી. ભણવાનું પુરુ થયા બાદ મેં ડ્રમ શીખવાની શરૂઆત કરી.'

    લીઝાનું આ અંગે વાત કરતા કહે છે કે,'ભણવાનું પુરુ થયું, પછી હું ફ્રી પડી, અને મારુ સપનું પુરુ કરવાની શરૂઆત કરી. ભણવાનું પુરુ થયા બાદ મેં ડ્રમ શીખવાની શરૂઆત કરી.'

    5/17
  • લીઝા ઠક્કરે અમદાવાદમાં મોનાર્ક ખત્રી પાસેથી ડ્રમ શીખવાની શરૂઆત કરી હતી.

    લીઝા ઠક્કરે અમદાવાદમાં મોનાર્ક ખત્રી પાસેથી ડ્રમ શીખવાની શરૂઆત કરી હતી.

    6/17
  • લીઝા અત્યાર સુધી જાણીતા ગુજરાતી સિંગર્સ અરવિંગ વેગડા, દેવાંગ પટેલ અને જશરાજ શાસ્ત્રી સાથે ડ્રમ વગાડી ચૂક્યા છે.

    લીઝા અત્યાર સુધી જાણીતા ગુજરાતી સિંગર્સ અરવિંગ વેગડા, દેવાંગ પટેલ અને જશરાજ શાસ્ત્રી સાથે ડ્રમ વગાડી ચૂક્યા છે.

    7/17
  • આ ઉપરાંત લીઝા છેલ્લા વર્ષથી ડીજેઈંગ પણ કરે છે. ડ્રમિંગ બાદ લીઝા ઠક્કરે ડીજેઈંગની શરૂઆત કરી હતી. લીઝાએ ફ્રેન્ડ પાસેથી ડીજેઈંગ શીખ્યું છે.

    આ ઉપરાંત લીઝા છેલ્લા વર્ષથી ડીજેઈંગ પણ કરે છે. ડ્રમિંગ બાદ લીઝા ઠક્કરે ડીજેઈંગની શરૂઆત કરી હતી. લીઝાએ ફ્રેન્ડ પાસેથી ડીજેઈંગ શીખ્યું છે.

    8/17
  • લીઝા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં યોજાયા કાર્યક્રમો અને એટલે સુધી કે વિદેશમાં જુદા જુદા પ્રોગ્રામમાં પણ ડીજેઈંગ કરી ચૂક્યા છે.

    લીઝા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં યોજાયા કાર્યક્રમો અને એટલે સુધી કે વિદેશમાં જુદા જુદા પ્રોગ્રામમાં પણ ડીજેઈંગ કરી ચૂક્યા છે.

    9/17
  • લીઝા કહે છે કે,'મારું કરિયર એવું છે કે જેમાં ખૂબ ઓછી છોકરીઓ હોય છે. એવી માન્યતા હોય છે કે છોકરીઓના કાંડા નબળા હોય એટલે છોકરીઓ ડ્રમ ન વગાડી શકે. પણ મારા ફેમિલીએ ખૂબ સપોર્ટ કર્યો છે.'

    લીઝા કહે છે કે,'મારું કરિયર એવું છે કે જેમાં ખૂબ ઓછી છોકરીઓ હોય છે. એવી માન્યતા હોય છે કે છોકરીઓના કાંડા નબળા હોય એટલે છોકરીઓ ડ્રમ ન વગાડી શકે. પણ મારા ફેમિલીએ ખૂબ સપોર્ટ કર્યો છે.'

    10/17
  • લીઝાના કહેવા પ્રમાણે તેના પેરેન્ટેસે બાળપણથી જ તેમને સપોર્ટ કર્યો છે. લીઝાને બાળપણમાં ડ્રમ શીખવું હતું, ત્યારે પણ તેમના મમ્મી રમાબહેન પટેલ અને પપ્પા છગન પટેલે પણ ટ્યુટર શોધવાનો પ્રયત્ન કર્યો હતો.

    લીઝાના કહેવા પ્રમાણે તેના પેરેન્ટેસે બાળપણથી જ તેમને સપોર્ટ કર્યો છે. લીઝાને બાળપણમાં ડ્રમ શીખવું હતું, ત્યારે પણ તેમના મમ્મી રમાબહેન પટેલ અને પપ્પા છગન પટેલે પણ ટ્યુટર શોધવાનો પ્રયત્ન કર્યો હતો.

    11/17
  • લીઝાના પતિ પણ તેમને ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે. લીઝાના શોઝ મોટા ભાગે રાત્રે હોય છે. ત્યારે તેમને ફેમિલી અને પ્રોફેશનલ લાઈફ મેનેજ કરવું અઘરું થઈ જાય છે. લીઝા કહે છે કે તેમના પતિ વિશાલ ઠક્કર તેમને ઘણા કામોમાં મદદ કરે છે.

    લીઝાના પતિ પણ તેમને ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે. લીઝાના શોઝ મોટા ભાગે રાત્રે હોય છે. ત્યારે તેમને ફેમિલી અને પ્રોફેશનલ લાઈફ મેનેજ કરવું અઘરું થઈ જાય છે. લીઝા કહે છે કે તેમના પતિ વિશાલ ઠક્કર તેમને ઘણા કામોમાં મદદ કરે છે.

    12/17
  • લીઝાને ખાસ નવરાત્રિમાં ડ્રમ વગાડવું ખૂબ ગમે છે. નવરાત્રિને તે સૌથી વધુ એન્જોય કરે છે. લીઝા કહે છે કે બોલીવુડના શોઝ હોય તો બેસીને વગાડવાનું હોય, પરંતુ નવરાત્રિમાં ઉભા ઉભા વગાડવાનું હોય છે. ખાસ તો લીઝા કહે છે કે મને ડાન્સ કરતા કરતા, મૂવમેન્ટ કરતા કરતા વગાડવું ખૂબ ગમે છે.

    લીઝાને ખાસ નવરાત્રિમાં ડ્રમ વગાડવું ખૂબ ગમે છે. નવરાત્રિને તે સૌથી વધુ એન્જોય કરે છે. લીઝા કહે છે કે બોલીવુડના શોઝ હોય તો બેસીને વગાડવાનું હોય, પરંતુ નવરાત્રિમાં ઉભા ઉભા વગાડવાનું હોય છે. ખાસ તો લીઝા કહે છે કે મને ડાન્સ કરતા કરતા, મૂવમેન્ટ કરતા કરતા વગાડવું ખૂબ ગમે છે.

    13/17
  • લીઝા ઠક્કર નવરાત્રિમાં સતત 4થી 5 કલાક સુધી ડ્રમ વગાડે છે. નવરાત્રિ દરમિયાન લગભગ 12 કલાક તેમના સ્પોટ પર જ જતા રહે છે. એડવાન્સમાં જઈને સેટ અપ કરવું, ચેક કરવું, વગાડવું અને છેલ્લે ઈન્સ્ટ્રુમેન્ટ ભેગા કરવામાં સમય જતો હોય છે.

    લીઝા ઠક્કર નવરાત્રિમાં સતત 4થી 5 કલાક સુધી ડ્રમ વગાડે છે. નવરાત્રિ દરમિયાન લગભગ 12 કલાક તેમના સ્પોટ પર જ જતા રહે છે. એડવાન્સમાં જઈને સેટ અપ કરવું, ચેક કરવું, વગાડવું અને છેલ્લે ઈન્સ્ટ્રુમેન્ટ ભેગા કરવામાં સમય જતો હોય છે.

    14/17
  • લીઝા કહે છે કે એટલે નવરાત્રિ દરમિયાન એનર્જી રહે તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ખાસ તો હું લિક્વિડ ખૂબ જ લઉ છું. જ્યૂસ વગેરે પર ધ્યાન આપુ છું.

    લીઝા કહે છે કે એટલે નવરાત્રિ દરમિયાન એનર્જી રહે તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ખાસ તો હું લિક્વિડ ખૂબ જ લઉ છું. જ્યૂસ વગેરે પર ધ્યાન આપુ છું.

    15/17
  • લીઝા અમદાવાદના એક માત્ર મહિલા ડ્રમર છે. સાથે જ તેઓ ડીજેઈંગ પણ કરે છે. જો કે તેમને અહીં સુધી પહોંચા સંઘર્ષ પણ કરવો પડ્યો છે.

    લીઝા અમદાવાદના એક માત્ર મહિલા ડ્રમર છે. સાથે જ તેઓ ડીજેઈંગ પણ કરે છે. જો કે તેમને અહીં સુધી પહોંચા સંઘર્ષ પણ કરવો પડ્યો છે.

    16/17
  • લીઝાના કહેવા પ્રમાણે તેઓ પહેલીવાર વગાડે ત્યારે લોકોની આંખોમાં દેખાય કે છોકરી છે કેટલું વગાડશે ? પણ પહેલા પ્રોગ્રામ પછી બધા કન્વીન્સ થઈ જતા હોય છે.

    લીઝાના કહેવા પ્રમાણે તેઓ પહેલીવાર વગાડે ત્યારે લોકોની આંખોમાં દેખાય કે છોકરી છે કેટલું વગાડશે ? પણ પહેલા પ્રોગ્રામ પછી બધા કન્વીન્સ થઈ જતા હોય છે.

    17/17
  • loading...

ફોટોઝ વિશે

નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ખેલૈયાઓ તૈયાર છે, આયોજકો તૈયાર છે, તો સિંગર્સ અને તેમના ગ્રુપ પણ તૈયાર છે. ત્યારે ખેલૈયાઓને ગરબે ઘૂમવવા તૈયાર છે અમદાવાદની એક માત્ર લેડી ડ્રમર લીઝા ઠક્કર. જાણો કેવી રીતે લીઝા ઠક્કર ડ્રમર બન્યા અને બાદમાં ડીજે બન્યા..

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK