Ruchi Bhanushali: જાણો એ સિંગર વિશે જેના અવાજથી પડે છે લોકોની સવાર

Aug 10, 2019, 11:04 IST
  • રુચિ ભાનુશાલીનો જન્મ 15 ડિસેમ્બર 1998ના રોજ મુંબઇમાં થયો. રુચિએ પોતાનું ભણતર સોમૈયા સ્કૂલ તેમજ કૉલેજમાંથી કર્યું છે. આમ તો દીકરીઓ પોતાના પિતા સાથે વધારે ક્લોઝ હોય છે પણ રુચિ ભાનુશાલી પોતાના મમ્મી અને પપ્પા બન્ને સાથે ક્લોઝ છે. 

    રુચિ ભાનુશાલીનો જન્મ 15 ડિસેમ્બર 1998ના રોજ મુંબઇમાં થયો. રુચિએ પોતાનું ભણતર સોમૈયા સ્કૂલ તેમજ કૉલેજમાંથી કર્યું છે. આમ તો દીકરીઓ પોતાના પિતા સાથે વધારે ક્લોઝ હોય છે પણ રુચિ ભાનુશાલી પોતાના મમ્મી અને પપ્પા બન્ને સાથે ક્લોઝ છે. 

    1/22
  • રુચિને ગાવાની સાથે સાથે ખાવાનો, ફરવાનો, બેડમિન્ટન રમવાનો તેમ જ શોપિંગ કરવાનો ખૂબ જ શોખ છે. રુચિ પોતાને એક ફૂડી વ્યક્તિ તરીકે પણ ઓળખાવે છે. એટલું જ નહીં તેને નાઇટ આઉટ્સ અને ડ્રાઇવિંગનો પણ એટલો જ શોખ છે. 

    રુચિને ગાવાની સાથે સાથે ખાવાનો, ફરવાનો, બેડમિન્ટન રમવાનો તેમ જ શોપિંગ કરવાનો ખૂબ જ શોખ છે. રુચિ પોતાને એક ફૂડી વ્યક્તિ તરીકે પણ ઓળખાવે છે. એટલું જ નહીં તેને નાઇટ આઉટ્સ અને ડ્રાઇવિંગનો પણ એટલો જ શોખ છે. 

    2/22
  • ડ્રાઇવિંગ કરવી ગમે છે આ બાબતે વાત કરતાં રુચિએ જણાવ્યું કે જ્યારે તેની પાસે પોતાની કાર ન હતી ત્યારે તે ભાડેથી કાર લઇને ફરવા જતાં.

    ડ્રાઇવિંગ કરવી ગમે છે આ બાબતે વાત કરતાં રુચિએ જણાવ્યું કે જ્યારે તેની પાસે પોતાની કાર ન હતી ત્યારે તે ભાડેથી કાર લઇને ફરવા જતાં.

    3/22
  • રુચિના ફેવરિટ ડેસ્ટિનેશનની વાત કરીએ તો તેને લોનાવલા જવું ખૂબ જ ગમે છે. રુચિને કુદરતના સાથને માણવું ગમે છે પણ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેમને એડ્વેન્ચર પ્લેસ એક્સપ્લોર કરવી ગમે છે ત્યારે તેમણે કહ્યું કે મને કુદરતી વાતાવરણમાં રહેવું ગમે છે અને ખાવાનો ખૂબ જ શોખ છે. 

    રુચિના ફેવરિટ ડેસ્ટિનેશનની વાત કરીએ તો તેને લોનાવલા જવું ખૂબ જ ગમે છે. રુચિને કુદરતના સાથને માણવું ગમે છે પણ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેમને એડ્વેન્ચર પ્લેસ એક્સપ્લોર કરવી ગમે છે ત્યારે તેમણે કહ્યું કે મને કુદરતી વાતાવરણમાં રહેવું ગમે છે અને ખાવાનો ખૂબ જ શોખ છે. 

    4/22
  • રુચિને મમ્મીના હાથે બનેલું શિમલા મરચાં તેમજ રિંગણ બટેટાંનું શાક અને ઓળો ખૂબ જ ભાવે છે. જો કે રુચિને બહારનું જન્ક ફૂડ પણ ખૂબ જ ભાવે છે. પોતાની ભાવતી વાનગી વિશે વાત કરતાં રુચિ કહે છે કે તેમને ઇન્ડિયન, પંજાબી, ચાઇનિઝ, કૉન્ટિનેન્ટલ તેમ જ સાઉથ ઇન્ડિયન બધું જ ભાવે છે.

    રુચિને મમ્મીના હાથે બનેલું શિમલા મરચાં તેમજ રિંગણ બટેટાંનું શાક અને ઓળો ખૂબ જ ભાવે છે. જો કે રુચિને બહારનું જન્ક ફૂડ પણ ખૂબ જ ભાવે છે. પોતાની ભાવતી વાનગી વિશે વાત કરતાં રુચિ કહે છે કે તેમને ઇન્ડિયન, પંજાબી, ચાઇનિઝ, કૉન્ટિનેન્ટલ તેમ જ સાઉથ ઇન્ડિયન બધું જ ભાવે છે.

    5/22
  • સિગિંગ વિશે વાત કરતાં રુચિ જણાવે છે કે તે તેમના દાદીના ખૂબ જ લાડલા હતા. તેથી દાદી તુલસાબેન સાથે રોજ સવારે મંદિરે જવાનું થતું. ત્યાં જ તેમને ભજન તેમજ ભાનુશાલી જ્ઞાતિના ગુરુ ઓધવરામજીની લગની લાગી. 

    સિગિંગ વિશે વાત કરતાં રુચિ જણાવે છે કે તે તેમના દાદીના ખૂબ જ લાડલા હતા. તેથી દાદી તુલસાબેન સાથે રોજ સવારે મંદિરે જવાનું થતું. ત્યાં જ તેમને ભજન તેમજ ભાનુશાલી જ્ઞાતિના ગુરુ ઓધવરામજીની લગની લાગી. 

    6/22
  • ગાવાની શરૂઆત વિશે વાત કરતાં રુચિ ભાનુશાલી કહે છે વર્ષ 2006-07માં તેણે પ્રૉફેશનલી ગાવાની શરૂઆત કરી.

    ગાવાની શરૂઆત વિશે વાત કરતાં રુચિ ભાનુશાલી કહે છે વર્ષ 2006-07માં તેણે પ્રૉફેશનલી ગાવાની શરૂઆત કરી.

    7/22
  • પોતાના પ્રથમ અનુભવ વિશે વાત કરતાં રુચિએ જણાવ્યું કે તે શાળાની પ્રથમ એવી વિદ્યાર્થિની હતી જેને 7માં ધોરણમાં પ્રૉફેશનલી ગાવાની તક મળી અને તેથી આખી શાળાને તેના પર ગર્વ થતો. એટલું જ નહીં તે સમયના શાળાના પ્રિન્સિપાલ મુકુંદ આંધળકરે તેની માટે આખી શાળાની નવરાત્રિમાં થનારી પરીક્ષા પોસ્ટપોન કરી. 

    પોતાના પ્રથમ અનુભવ વિશે વાત કરતાં રુચિએ જણાવ્યું કે તે શાળાની પ્રથમ એવી વિદ્યાર્થિની હતી જેને 7માં ધોરણમાં પ્રૉફેશનલી ગાવાની તક મળી અને તેથી આખી શાળાને તેના પર ગર્વ થતો. એટલું જ નહીં તે સમયના શાળાના પ્રિન્સિપાલ મુકુંદ આંધળકરે તેની માટે આખી શાળાની નવરાત્રિમાં થનારી પરીક્ષા પોસ્ટપોન કરી. 

    8/22
  • રુચિ ભાનુશાલી કહે છે કે તેને માતા-પિતાનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે. તે કહે છે કે તમે આજે રુચિ ભાનુશાલીને સિંગર તરીકે જોઈ શકો છો તે તેમના માતાના સપોર્ટને કારણે જ. 

    રુચિ ભાનુશાલી કહે છે કે તેને માતા-પિતાનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે. તે કહે છે કે તમે આજે રુચિ ભાનુશાલીને સિંગર તરીકે જોઈ શકો છો તે તેમના માતાના સપોર્ટને કારણે જ. 

    9/22
  • રુચિ પોતાના શાળાના અનુભવો વિશે વાત કરતાં કહે છે કે શાળામાં અન્ય વિદ્યાર્થીઓના વાલીઓને તેમની ફરિયાદ કરવા માટે બોલાવતાં હોય છે. જ્યારે રુચિને તેની માતા સાથે શાળામાં થતાં આગામી કાર્યક્રમની પ્રેક્ટિસ માટે બોલાવવામાં આવી હતી. 

    રુચિ પોતાના શાળાના અનુભવો વિશે વાત કરતાં કહે છે કે શાળામાં અન્ય વિદ્યાર્થીઓના વાલીઓને તેમની ફરિયાદ કરવા માટે બોલાવતાં હોય છે. જ્યારે રુચિને તેની માતા સાથે શાળામાં થતાં આગામી કાર્યક્રમની પ્રેક્ટિસ માટે બોલાવવામાં આવી હતી. 

    10/22
  • શાળામાં પોતે ખૂબ જ મસ્તીખોર હોવા છતાં બધાં જ શિક્ષકોની લાડલી રુચિ પોતાનાથી નાના વિદ્યાર્થીઓની પણ માનીતી રહી.

    શાળામાં પોતે ખૂબ જ મસ્તીખોર હોવા છતાં બધાં જ શિક્ષકોની લાડલી રુચિ પોતાનાથી નાના વિદ્યાર્થીઓની પણ માનીતી રહી.

    11/22
  • રુચિના શોખ વિશે વાત કરતાં તે એક જ વાક્ય કહે છે અને તે છે "ફૂડ ઇઝ લાઇફ"

    રુચિના શોખ વિશે વાત કરતાં તે એક જ વાક્ય કહે છે અને તે છે "ફૂડ ઇઝ લાઇફ"

    12/22
  • રુચિને કઈ બાબતોમાં રસ પડે છે તે વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેમને સૌથી વધુ ગુલામ અલી સાહેબ અને અભિદા પરવીનની ગઝલો તેમજ ફાલ્ગુની પાઠકના ગરબા સાંભળવા ખૂબ જ ગમે છે. તે એક રીતે કહે છે કે તે ફાલ્ગુની પાઠકના ગરબાની મોટી ચાહક છે.

    રુચિને કઈ બાબતોમાં રસ પડે છે તે વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેમને સૌથી વધુ ગુલામ અલી સાહેબ અને અભિદા પરવીનની ગઝલો તેમજ ફાલ્ગુની પાઠકના ગરબા સાંભળવા ખૂબ જ ગમે છે. તે એક રીતે કહે છે કે તે ફાલ્ગુની પાઠકના ગરબાની મોટી ચાહક છે.

    13/22
  • રુચિને ગુલામ અલી સાહેબને લાઇવ સાંભળવાનું ખૂબ જ ગમે છે, અમે કહી શકાય કે ઇચ્છા છે તેમને લાઇવ સાંભળવાની.

    રુચિને ગુલામ અલી સાહેબને લાઇવ સાંભળવાનું ખૂબ જ ગમે છે, અમે કહી શકાય કે ઇચ્છા છે તેમને લાઇવ સાંભળવાની.

    14/22
  • રુચિને 10માં ધોરણમાં સંસ્કૃત અને મરાઠી વિષયમાં શાળામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આમ ફક્ત સિંગિંગમાં જ નહીં પણ ભણવામાં તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં પણ મોખરે રહ્યા.

    રુચિને 10માં ધોરણમાં સંસ્કૃત અને મરાઠી વિષયમાં શાળામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આમ ફક્ત સિંગિંગમાં જ નહીં પણ ભણવામાં તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં પણ મોખરે રહ્યા.

    15/22
  • રુચિનું લાડકું નામ ગોલી, ગોલું છે. તેમના ફઇ ફુવાએ ક્યારે પણ તેમને રુચિ કહીને બોલાવી જ નથી. તેઓ રુચિને ફક્ત ગોલી અથવા ગોલું કહીને જ બોલાવે છે. 

    રુચિનું લાડકું નામ ગોલી, ગોલું છે. તેમના ફઇ ફુવાએ ક્યારે પણ તેમને રુચિ કહીને બોલાવી જ નથી. તેઓ રુચિને ફક્ત ગોલી અથવા ગોલું કહીને જ બોલાવે છે. 

    16/22
  • રુચિના ફેવરિટ સિંગરની લિસ્ટમાં સુનિધિ ચૌહાણ અને રેખા ભારદ્વાજનું નામ સામેલ છે.

    રુચિના ફેવરિટ સિંગરની લિસ્ટમાં સુનિધિ ચૌહાણ અને રેખા ભારદ્વાજનું નામ સામેલ છે.

    17/22
  • રુચિને શાળાકીય શિક્ષણ દરમિયાન જ સરકાર તરફથી સ્કૉલરશિપ પણ મળી છે. તેમણે રેઇન વૉટર હાર્વેસ્ટિંગ અને સુનામી જેવા વિષયો પર પ્રોજેક્ટ પણ બનાવ્યા હતા. જેમાં તેમને બે વખત સરકાર પાસેથી રૂપિયા 5-5 હજારના બે ચેક પણ આપવામાં આવ્યા. તસવીરમાં પોતાના કઝિન્સ અને પરિવાર સાથે રુચિ ભાનુશાલી.

    રુચિને શાળાકીય શિક્ષણ દરમિયાન જ સરકાર તરફથી સ્કૉલરશિપ પણ મળી છે. તેમણે રેઇન વૉટર હાર્વેસ્ટિંગ અને સુનામી જેવા વિષયો પર પ્રોજેક્ટ પણ બનાવ્યા હતા. જેમાં તેમને બે વખત સરકાર પાસેથી રૂપિયા 5-5 હજારના બે ચેક પણ આપવામાં આવ્યા. તસવીરમાં પોતાના કઝિન્સ અને પરિવાર સાથે રુચિ ભાનુશાલી.

    18/22
  • પોતાના કઝિન્સ સાથે પણ ખૂબ જ ક્લોઝ છે એવું જણાવતાં રુચિ કહે છે કે હું લકી છું કે મને મમ્મી અને પપ્પા બન્ને તરફની ફેમિલી ખૂબ જ સારી મળી છે. તસવીરમાં પોતાના પિતા સાથે રુચિ ભાનુશાલી.

    પોતાના કઝિન્સ સાથે પણ ખૂબ જ ક્લોઝ છે એવું જણાવતાં રુચિ કહે છે કે હું લકી છું કે મને મમ્મી અને પપ્પા બન્ને તરફની ફેમિલી ખૂબ જ સારી મળી છે. તસવીરમાં પોતાના પિતા સાથે રુચિ ભાનુશાલી.

    19/22
  • તસવીરમાં ઉસ્તાદ રાશિદ ખાન સાથે રચિ ભાનુશાલી.

    તસવીરમાં ઉસ્તાદ રાશિદ ખાન સાથે રચિ ભાનુશાલી.

    20/22
  • રુચિ ભાનુશાલીને તેમના જીવનના સૌથી ખાસ પ્રસંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, તેમને સોસાઇટીના એક કાર્યક્રમમાં સન્માનિત કરવાના હતાં. દરમિયાન સન્માન લેવા તે પોતે ન જતાં તેમણે પોતાની માતાને સ્ટેજ પર બોલાવી ત્યારે તેમની માતાની આંખોમાં જે ગર્વ અને હર્ષના આંસુ છલકાઇ ઊઠ્યા હતાં તે પ્રસંગને રુચિ જીવનમાં ક્યારેય પણ ભૂલી શકશે નહીં...

    રુચિ ભાનુશાલીને તેમના જીવનના સૌથી ખાસ પ્રસંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, તેમને સોસાઇટીના એક કાર્યક્રમમાં સન્માનિત કરવાના હતાં. દરમિયાન સન્માન લેવા તે પોતે ન જતાં તેમણે પોતાની માતાને સ્ટેજ પર બોલાવી ત્યારે તેમની માતાની આંખોમાં જે ગર્વ અને હર્ષના આંસુ છલકાઇ ઊઠ્યા હતાં તે પ્રસંગને રુચિ જીવનમાં ક્યારેય પણ ભૂલી શકશે નહીં...

    21/22
  • રુચિ ભાનુશાલી પોતાના ચાહકો વિશે વાત કરતાં કહે છે કે તેમને ઘણીવાર એવા સંદેશા પણ લોકો મોકલે છે કે તેમણે ગાયેલા ઓધવરામના ભજનથી તે લોકો પોતાના દિવસની શરૂઆત કરે છે. 

    રુચિ ભાનુશાલી પોતાના ચાહકો વિશે વાત કરતાં કહે છે કે તેમને ઘણીવાર એવા સંદેશા પણ લોકો મોકલે છે કે તેમણે ગાયેલા ઓધવરામના ભજનથી તે લોકો પોતાના દિવસની શરૂઆત કરે છે. 

    22/22
  • loading...

ફોટોઝ વિશે

રુચિનો જન્મ 15 ડિસેમ્બરે મુંબઇમાં જ થયો. રુચિને બાળપણથી જ દાદી સાથે જઈને મંદિરમાં ભજન ગાવાનો શોખ થયો. ત્યાર બાદે તેણે શાળામાં પ્રાર્થના તેમજ ગીતો ગાવાના શરૂ કર્યા. સાથે જ પોતાની સોસાઇટીમાં નવરાત્રિમાં ગાતાં શીખી. આ રીતે ફક્ત 7માં ધોરણમાં ભણતી એટલે કે માત્ર 11-12 વર્ષની રૂચિ ભાનુશાલીને શાળાકીય શિક્ષણ દરમિયાન જ મહારાષ્ટ્રના સાંગલી વિસ્તારમાં નવરાત્રિ દરમિયાન ગાવાની તક મળી. આમ બાળપણથી જ લાડલી બનેલી રુચિ ભાનુશાલી અત્યારે પણ પોતાના ક્ષેત્રમાં સૌથી યંગેસ્ટ સિંગર તરીકે લોકપ્રિય બની છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK