વેબ સીરિઝના ગુજરાતી ફ્લેવર્સઃ તમે માતૃભાષામાં બનેલી આ સીરિઝ જોઈ કે નહીં?

Published: Apr 16, 2019, 15:20 IST | Falguni Lakhani
 • બસ ચા સુધી અત્યાર સુધીની ગુજરાત વેબ સીરિઝમાં જો કોઈ સૌથી વધુ પસંદ કરવામાં આવી હોય તો તે છે બસ ચા સુધી. ગુજરાતીઓ આમ પણ ચા ના રસિયા હોય છે. તો આ વેબ સીરિઝમાં પણ ચાનો સંગાથ છે અને જિંદગીની વાત છે. આ વેબ સીરિઝની બે સિઝન આવી હતી. આસ્થા પ્રોડક્શન્સની આ વેબ સીરિઝની પહેલી સિઝનમાં RJ રુહાન અને ભૂમિ બ્રહ્મભટ્ટ હતા.

  બસ ચા સુધી
  અત્યાર સુધીની ગુજરાત વેબ સીરિઝમાં જો કોઈ સૌથી વધુ પસંદ કરવામાં આવી હોય તો તે છે બસ ચા સુધી. ગુજરાતીઓ આમ પણ ચા ના રસિયા હોય છે. તો આ વેબ સીરિઝમાં પણ ચાનો સંગાથ છે અને જિંદગીની વાત છે. આ વેબ સીરિઝની બે સિઝન આવી હતી. આસ્થા પ્રોડક્શન્સની આ વેબ સીરિઝની પહેલી સિઝનમાં RJ રુહાન અને ભૂમિ બ્રહ્મભટ્ટ હતા.

  1/9
 • પહેલી સિઝનની સફળતા બાદ તેની બીજી સિઝન પણ આવી. જેમાં RJ રુહાન અને જીનલ બેલાણીએ જોડી જમાવી હતી. બીજી સિઝન પણ લોકોને ખૂબ જ પસંદ આવી અને હવે તેની ત્રીજી સિઝન ક્યારે આવે તેની રાહ જોવામાં આવી રહી છે.

  પહેલી સિઝનની સફળતા બાદ તેની બીજી સિઝન પણ આવી. જેમાં RJ રુહાન અને જીનલ બેલાણીએ જોડી જમાવી હતી. બીજી સિઝન પણ લોકોને ખૂબ જ પસંદ આવી અને હવે તેની ત્રીજી સિઝન ક્યારે આવે તેની રાહ જોવામાં આવી રહી છે.

  2/9
 • નોન આલ્કોહોલિક બ્રેકઅપ આપણું ગુજરાત એટલે ડ્રાય સ્ટેટ. સામાન્ય રીતે કોઈનું બ્રેકઅપ થાય એટલે આપણી ફિલ્મોમાં બતાવ્યા પ્રમાણે આલ્કોહોલ તેનો ખાસ સાથી બની જાય. પણ જ્યાં આલ્કોહોલ પર પ્રતિબંધ હોય તે જગ્યાએ શું થાય? યુવક કેવી રીતે બ્રેકઅપ સાથે ડીલ કરે? બસ આ જ સવાલનો જવાબ એટલે નોન આલ્કોહોલિક બ્રેકઅપ.

  નોન આલ્કોહોલિક બ્રેકઅપ
  આપણું ગુજરાત એટલે ડ્રાય સ્ટેટ. સામાન્ય રીતે કોઈનું બ્રેકઅપ થાય એટલે આપણી ફિલ્મોમાં બતાવ્યા પ્રમાણે આલ્કોહોલ તેનો ખાસ સાથી બની જાય. પણ જ્યાં આલ્કોહોલ પર પ્રતિબંધ હોય તે જગ્યાએ શું થાય? યુવક કેવી રીતે બ્રેકઅપ સાથે ડીલ કરે? બસ આ જ સવાલનો જવાબ એટલે નોન આલ્કોહોલિક બ્રેકઅપ.

  3/9
 • નોન આલ્કોહોલિક બ્રેકઅપમાં લવની ભવાઈ ફેમ આરોહી પટેલે કામ કર્યું છે. અને તેની સાથે છે તત્સત મુન્શી, જેનું બ્રેકઅપ થયું છે. Glass Hour Productionની આ સીરિઝનો પહેલો એપિસોડ 22 ફેબ્રુઆરીએ રીલિઝ થયો હતો. કેવી રીતે મેનેજ થયું આલ્કોહોલ વગર આ બ્રેકઅપ એ જોવા માટે તો તમારે વેબ સીરિઝ જોવી પડશે.

  નોન આલ્કોહોલિક બ્રેકઅપમાં લવની ભવાઈ ફેમ આરોહી પટેલે કામ કર્યું છે. અને તેની સાથે છે તત્સત મુન્શી, જેનું બ્રેકઅપ થયું છે. Glass Hour Productionની આ સીરિઝનો પહેલો એપિસોડ 22 ફેબ્રુઆરીએ રીલિઝ થયો હતો. કેવી રીતે મેનેજ થયું આલ્કોહોલ વગર આ બ્રેકઅપ એ જોવા માટે તો તમારે વેબ સીરિઝ જોવી પડશે.

  4/9
 • કાચો પાપડ પાકો પાપડ રોમેન્ટિક કોમેડી એવી આ વેબ સીરિઝ સોની લિવ પર આવી રહી છે. વર્તમાન સમય અને પ્રવાહને જોતા સોનીએ ગુજરાતીમાં એક સીરિઝ બનાવવાનું નક્કી કર્યું. આ વેબ સીરિઝ સામાન્ય ગુજરાતી મધ્યવર્ગીય પરિવારની આસપાસ ફરે છે. તસવીર સૌજન્યઃ યૂટ્યુબ

  કાચો પાપડ પાકો પાપડ
  રોમેન્ટિક કોમેડી એવી આ વેબ સીરિઝ સોની લિવ પર આવી રહી છે. વર્તમાન સમય અને પ્રવાહને જોતા સોનીએ ગુજરાતીમાં એક સીરિઝ બનાવવાનું નક્કી કર્યું. આ વેબ સીરિઝ સામાન્ય ગુજરાતી મધ્યવર્ગીય પરિવારની આસપાસ ફરે છે.
  તસવીર સૌજન્યઃ યૂટ્યુબ

  5/9
 • કાચો પાપડ પાકો પાપડમાં રૂપા દિવેટિયા, પ્રતાપ સચદેવ અને ભક્તિ રાઠોડ જેવા કલાકારોએ કામ કર્યું છે. 12 અઠવાડિયા સુધી ચાલેલી સીરિઝને લોકોએ પસંદ કરી હતી. તસવીર સૌજન્યઃ યૂટ્યુબ

  કાચો પાપડ પાકો પાપડમાં રૂપા દિવેટિયા, પ્રતાપ સચદેવ અને ભક્તિ રાઠોડ જેવા કલાકારોએ કામ કર્યું છે. 12 અઠવાડિયા સુધી ચાલેલી સીરિઝને લોકોએ પસંદ કરી હતી.
  તસવીર સૌજન્યઃ યૂટ્યુબ

  6/9
 • ઓ તારી MX પ્લેયર પર ગુજરાતી વેબ સીરિઝની લિસ્ટમાં જોવા મળે છે વેબ સીરિઝ ઓ તારી...નામ પરથી જ ઈન્ટ્રેસ્ટિંગ લાગે છે. આ કોમેડી સીરિઝ છે, જેમાં ખડખડાટ હસાવવાની ગેરંટી આપવામાં આવી છે.

  ઓ તારી
  MX પ્લેયર પર ગુજરાતી વેબ સીરિઝની લિસ્ટમાં જોવા મળે છે વેબ સીરિઝ ઓ તારી...નામ પરથી જ ઈન્ટ્રેસ્ટિંગ લાગે છે. આ કોમેડી સીરિઝ છે, જેમાં ખડખડાટ હસાવવાની ગેરંટી આપવામાં આવી છે.

  7/9
 • ગોલ્ડન ડકની આ વેબ સીરિઝની સૌથી મોટી ખાસિયત એ છે કે સાયલન્ટ છે. માત્ર હાવભાવ અને મ્યુઝિકથી જ લોકોને હસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

  ગોલ્ડન ડકની આ વેબ સીરિઝની સૌથી મોટી ખાસિયત એ છે કે સાયલન્ટ છે. માત્ર હાવભાવ અને મ્યુઝિકથી જ લોકોને હસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

  8/9
 • અધવચ્ચે દેવલ શુક્લાની આ વેબ સીરિઝ 2018ના અંતમાં આવી હતી. જેમાં વાત હતી ત્રણ યુવાનોની. કેવી રીતે તેઓ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરે છે. પ્રેમ સંબંધોમાં, મિત્રતામાં કેવી મુશ્કેલીઓ આવે છે તેના પર આધારિત આ વેબ સીરિઝ લોકોને પસંદ આવી હતી. તસવીર સૌજન્યઃ The Talking Monocle ફેસબુક પેજ

  અધવચ્ચે
  દેવલ શુક્લાની આ વેબ સીરિઝ 2018ના અંતમાં આવી હતી. જેમાં વાત હતી ત્રણ યુવાનોની. કેવી રીતે તેઓ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરે છે. પ્રેમ સંબંધોમાં, મિત્રતામાં કેવી મુશ્કેલીઓ આવે છે તેના પર આધારિત આ વેબ સીરિઝ લોકોને પસંદ આવી હતી.
  તસવીર સૌજન્યઃ The Talking Monocle ફેસબુક પેજ

  9/9
 • loading...

ફોટોઝ વિશે

આજકાલ હવે બોલબાલા છે વેબ સીરિઝની. વેબ સીરિઝે લોકોને રીતસરનું ઘેલું લગાડ્યું છે. અને આ મામલે ગુજરાતી ઈન્ડસ્ટ્રી પણ પાછળ નથી. ગુજરાતીમાં પણ ધીમે-ધીમે સારું કન્ટેન્ટ ધરાવતી વેબ સીરિઝ આવી રહી છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK