સાંત્વની ત્રિવેદી: યુ ટ્યૂબ ક્વિને નાની ઉંમરમાં મેળવી છે મોટી સફળતા

Updated: 18th September, 2020 11:22 IST | Rachana Joshi
 • સાંત્વની ત્રિવેદી મૂળ ગુજરાતના ગોધરા જિલ્લાની છે. તેનો જન્મ 15 જુલાઈ, 1995માં થયો હતો.

  સાંત્વની ત્રિવેદી મૂળ ગુજરાતના ગોધરા જિલ્લાની છે. તેનો જન્મ 15 જુલાઈ, 1995માં થયો હતો.

  1/21
 • સાંત્વનીએ નાની ઉંમરથી જ ગાવાનું શરૂ કરી દીધું હતું.

  સાંત્વનીએ નાની ઉંમરથી જ ગાવાનું શરૂ કરી દીધું હતું.

  2/21
 • સાંત્વનીને સંગીત વારસામાં જ મળ્યું છે. તેમના ઘરનો માહોલ શરૂઆતથી જ સંગીતથી ઘેરાયેલો રહ્યો છે.

  સાંત્વનીને સંગીત વારસામાં જ મળ્યું છે. તેમના ઘરનો માહોલ શરૂઆતથી જ સંગીતથી ઘેરાયેલો રહ્યો છે.

  3/21
 • સાંત્વનીના માતા ભાવનાબેન ત્રિવેદી પણ સિંગર છે. જ્યારે પપ્પા બાલકૃષ્ણ ત્રિવેદી રિધમિસ્ટ છે. ભાઈ મેધાંત ત્રિવેદી પણ સંગીત સાથે ક્યાંયને ક્યાંક જોડાયેલો છે. એટલે સાંત્વનીને સંગીત ક્ષેત્રમાં આગળ વધવાનું પ્રોત્સાહન ઘર તરફથી પહેલેથી જ મળ્યું છે.

  સાંત્વનીના માતા ભાવનાબેન ત્રિવેદી પણ સિંગર છે. જ્યારે પપ્પા બાલકૃષ્ણ ત્રિવેદી રિધમિસ્ટ છે. ભાઈ મેધાંત ત્રિવેદી પણ સંગીત સાથે ક્યાંયને ક્યાંક જોડાયેલો છે. એટલે સાંત્વનીને સંગીત ક્ષેત્રમાં આગળ વધવાનું પ્રોત્સાહન ઘર તરફથી પહેલેથી જ મળ્યું છે.

  4/21
 • ભણતરની વાત કરીએ તો સાંત્વની ત્રિવેદીએ માઈક્રોબાયોલોજિસ્ટ અને બીએડમાં ડિગ્રી મેળવી છે.

  ભણતરની વાત કરીએ તો સાંત્વની ત્રિવેદીએ માઈક્રોબાયોલોજિસ્ટ અને બીએડમાં ડિગ્રી મેળવી છે.

  5/21
 • તદઉપરાંત સાંત્વનીએ શાસ્ત્રીય સંગીતનું પણ શિક્ષણ લીધું છે.

  તદઉપરાંત સાંત્વનીએ શાસ્ત્રીય સંગીતનું પણ શિક્ષણ લીધું છે.

  6/21
 • સાંત્વનીને યુ ટ્યૂબ વીડિયો બનાવવાનો બહુ શોખ હતો. તેમજ આ વીડિયો દ્વારા ગોધરા અને આસપાસના સ્થાનિક સ્થળોનો લોકોને પરિચય થાય તેવી તેની ઈચ્છા હતી. એટલે તેણે આ લોકેશનનો ઉપયોગ કરીને વીડિયો બનાવવાનું શરૂ કર્યું. જેને સારો પ્રતિસાદ મળતા પોતાના નામની યુટ્યુબ ચેનલ શરૂ કરી.

  સાંત્વનીને યુ ટ્યૂબ વીડિયો બનાવવાનો બહુ શોખ હતો. તેમજ આ વીડિયો દ્વારા ગોધરા અને આસપાસના સ્થાનિક સ્થળોનો લોકોને પરિચય થાય તેવી તેની ઈચ્છા હતી. એટલે તેણે આ લોકેશનનો ઉપયોગ કરીને વીડિયો બનાવવાનું શરૂ કર્યું. જેને સારો પ્રતિસાદ મળતા પોતાના નામની યુટ્યુબ ચેનલ શરૂ કરી.

  7/21
 • યુ ટ્યૂબ ચેનલ માટે સાંત્વની ત્રિવેદી ગુજરાતી લોકગીતો, ભજનો અને ગરબા વધુ ગાય છે.

  યુ ટ્યૂબ ચેનલ માટે સાંત્વની ત્રિવેદી ગુજરાતી લોકગીતો, ભજનો અને ગરબા વધુ ગાય છે.

  8/21
 • સાંત્વનીને ગાવા ઉપરાંત ડાન્સ કરવાનો પણ બહુ શોખ ધરાવે છે. મહત્વની વાત એ છે કે, પોતાના ગીતોમાં તે પોતે જ કોરિયોગ્રાફી કરે છે.

  સાંત્વનીને ગાવા ઉપરાંત ડાન્સ કરવાનો પણ બહુ શોખ ધરાવે છે. મહત્વની વાત એ છે કે, પોતાના ગીતોમાં તે પોતે જ કોરિયોગ્રાફી કરે છે.

  9/21
 • યુ ટ્યૂબ પર સાંત્વની ત્રિવેદીના સવા લાખથી પણ વધુ ફોલોઅર્સ છે. 

  યુ ટ્યૂબ પર સાંત્વની ત્રિવેદીના સવા લાખથી પણ વધુ ફોલોઅર્સ છે. 

  10/21
 • સાંત્વની ત્રિવેદીની ગાયકી ફક્ત યુ ટ્યૂબ સુધી જ સિમિત નથી. તે લાઈવ શૉ કરે છે અને સ્ટેજ પર્ફોમન્સ પણ આપે છે.

  સાંત્વની ત્રિવેદીની ગાયકી ફક્ત યુ ટ્યૂબ સુધી જ સિમિત નથી. તે લાઈવ શૉ કરે છે અને સ્ટેજ પર્ફોમન્સ પણ આપે છે.

  11/21
 • સાંત્વની ત્રિવેદી છેલ્લા ચાર વર્ષથી મુંબઈમાં લોકપ્રિય ગાયક પાર્થિવ ગોહિલ સાથે નવરાત્રીમાં પર્ફોમ કરે છે.

  સાંત્વની ત્રિવેદી છેલ્લા ચાર વર્ષથી મુંબઈમાં લોકપ્રિય ગાયક પાર્થિવ ગોહિલ સાથે નવરાત્રીમાં પર્ફોમ કરે છે.

  12/21
 • પાર્થિવ ગોહિલ સાથે અનેકવાર લાઈવ પર્ફોમ કરનાર સાંત્વની ત્રિવેદી તેને પોતાના ગુરુ માને છે, એમ તેણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં કહ્યું હતું.

  પાર્થિવ ગોહિલ સાથે અનેકવાર લાઈવ પર્ફોમ કરનાર સાંત્વની ત્રિવેદી તેને પોતાના ગુરુ માને છે, એમ તેણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં કહ્યું હતું.

  13/21
 • ગુજરાતી સુગમ સંગીત સાંત્વનીને બહુ ગમે છે. આ ઉપરાંત કલાસિક ટચ મ્યુઝીક પસંદ છે. પરંતુ પ્રાથમિકતા સુગમ સંગીત જ છે.

  ગુજરાતી સુગમ સંગીત સાંત્વનીને બહુ ગમે છે. આ ઉપરાંત કલાસિક ટચ મ્યુઝીક પસંદ છે. પરંતુ પ્રાથમિકતા સુગમ સંગીત જ છે.

  14/21
 • સાંત્વની આવનારા સમયમાં લોકગીતો પર વધુ ભાર મુકવા માંગે છે અને ગુજરાતની કલા સંસ્કૃતિનો પ્રચાર પસાર કરવા માંગે છે.

  સાંત્વની આવનારા સમયમાં લોકગીતો પર વધુ ભાર મુકવા માંગે છે અને ગુજરાતની કલા સંસ્કૃતિનો પ્રચાર પસાર કરવા માંગે છે.

  15/21
 • નવરાત્રીમાં લોકોને ગરબે ગુમાવતી સાંત્વની ત્રિવેદીને પોતે ગરબા રમવાનું બહુ ગમે છે. ગરબા રમવાનો તેને એટલો શોખ છે કે તે લાઈવ શો દરમિયાન પણ ગરબામાં ખોવાઈ જાય છે. એકવાર લાઈવ શોમાં એવુ થયું હતું કે, ગરબે ગુમતા લોકોને જોવામાં ગાયિકા એટલી વ્યસ્ત થઈ કે પોતાનો ગાવાનો વારો આવ્યો તે ભુલી જ ગઈ હતી, તેમ તેણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

  નવરાત્રીમાં લોકોને ગરબે ગુમાવતી સાંત્વની ત્રિવેદીને પોતે ગરબા રમવાનું બહુ ગમે છે. ગરબા રમવાનો તેને એટલો શોખ છે કે તે લાઈવ શો દરમિયાન પણ ગરબામાં ખોવાઈ જાય છે. એકવાર લાઈવ શોમાં એવુ થયું હતું કે, ગરબે ગુમતા લોકોને જોવામાં ગાયિકા એટલી વ્યસ્ત થઈ કે પોતાનો ગાવાનો વારો આવ્યો તે ભુલી જ ગઈ હતી, તેમ તેણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

  16/21
 • આ યુ ટ્યૂબરને અર્બન ગુજરાતી ફિલ્મો અને બૉલીવુડની ફિલ્મોમાં ગીત ગાવાની ઈચ્છા છે.

  આ યુ ટ્યૂબરને અર્બન ગુજરાતી ફિલ્મો અને બૉલીવુડની ફિલ્મોમાં ગીત ગાવાની ઈચ્છા છે.

  17/21
 • ગુજરાતી ફિલ્મોમાં મેહુલ સુરતી અને પાર્થ ભરત ઠક્કર સાથે કામ કરવાની ઈચ્છા છે સાંત્વનીની.

  ગુજરાતી ફિલ્મોમાં મેહુલ સુરતી અને પાર્થ ભરત ઠક્કર સાથે કામ કરવાની ઈચ્છા છે સાંત્વનીની.

  18/21
 • જ્યારે બૉલીવુડમાં સંજય લીલા ભણસાલી, સચિન જીગર અને અમિત ત્રિવેદી સાથે કામ કરવાનું સ્વપ્ન સેવ્યું છે સાંત્વની ત્રિવેદીએ.

  જ્યારે બૉલીવુડમાં સંજય લીલા ભણસાલી, સચિન જીગર અને અમિત ત્રિવેદી સાથે કામ કરવાનું સ્વપ્ન સેવ્યું છે સાંત્વની ત્રિવેદીએ.

  19/21
 • ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં સાંત્વની ત્રિવેદીએ કહ્યું હતું કે, મેં પહેલી વાર પાર્થિવ ગોહિલ અને નીતી મોહન સાથે રાજસ્થાનમાં પાલી મહારાજાના લગ્નમાં પર્ફોમ કર્યું હતું. આ મારું પહેલું લાઈવ પર્ફોમન્સ હતું. તે મારા જીવનનો સૌથી મનપસંદ કાર્યક્રમ છે.

  ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં સાંત્વની ત્રિવેદીએ કહ્યું હતું કે, મેં પહેલી વાર પાર્થિવ ગોહિલ અને નીતી મોહન સાથે રાજસ્થાનમાં પાલી મહારાજાના લગ્નમાં પર્ફોમ કર્યું હતું. આ મારું પહેલું લાઈવ પર્ફોમન્સ હતું. તે મારા જીવનનો સૌથી મનપસંદ કાર્યક્રમ છે.

  20/21
 • સાંત્વની ત્રિવેદીના લોકપ્રિય ગીતોમાં વહાલો દરિયો (કવર સોન્ગ), ઊંચી તલાવડી, વા વાયાને વાદળ, વાદલડી વરસી, ગુજરાતી લવ મેશઅપનો સમાવેશ થાય છે.

  સાંત્વની ત્રિવેદીના લોકપ્રિય ગીતોમાં વહાલો દરિયો (કવર સોન્ગ), ઊંચી તલાવડી, વા વાયાને વાદળ, વાદલડી વરસી, ગુજરાતી લવ મેશઅપનો સમાવેશ થાય છે.

  21/21
 • loading...

ફોટોઝ વિશે

યુટ્યુબર્સમાં સાંત્વની ત્રિવેદી (Santvani Trivedi) આ નામ બહુ લોકપ્રિય છે. ૨૫ વર્ષીય સાંત્વની ત્રિવેદીએ નાની ઉંમરમાં મોટી સફળતા મેળવી છે. યુવા પેઢીને સાંત્વનીના ગીતો બહુ ગમે છે અને તેના ગરબાને લોકગીતો ભલભલાને નાચતા કરી દે તેવા હોય છે. આજે આપણે જાણીએ સાંત્વની ત્રિવેદીના સફર વિશે...

(તસવીર સૌજન્ય: સાંત્વની ત્રિવેદી ઈન્સ્ટાગ્રામ)

First Published: 17th September, 2020 19:54 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK