અરુણ ગોવિલનો જન્મ 12 જાન્યુઆરી 1958નાં દિવસે મેરઠ, ઉત્તર પ્રદેશમાં થયો છે.
અરુણ ગોવિલે રામાયણમાં અભિનય કર્યો અને આ ધારાવાહિક વિશ્વની સૌથી વધુ વખણાયેલી અને લોકપ્રિય માયથોલૉજિકલ સિરિયલ ગણાય છે.
મથુરાની કૉલેજમાંથી બી.એસ.સીનો અભ્યાસ કરનાર અરુણ નાના હતા ત્યારે શાળાના કાર્યક્રમોમાં ભાગ લેતા અને કૉલેજમાં પણ નાટકોમાં અભિનય કરતા.
તેમણે સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે પોતે ક્યારેય પણ અભિનેતા બનશે.
અરુણ ગોવિલ માત્ર સત્તર વર્ષની ઉંમરે મુંબઇ પહોંચ્યા હતા અને પોતાના ભાઇ સાથે બિઝનેસ કરવાનું શરૂ કર્યું.
મુંબઇ આવવું તેમને માટે અભિનયના રસ્તા ખોલનાર ડિસીઝન બની રહ્યું.
પિતા ચંદ્રપ્રકાશ ગોવિલ મેરઠમાં સરકારનાં વૉટરવર્ક્સ ખાતામાં એન્જિનિયર હતા. તેઓ ચાહતા હતા કે દીકરો અરુણ પણ સરકારી અધિકારી બને પણ અરુણ અલગ સપનાં જોયા હતા.
અરુણ ગોવિલને અન્ય પાંચ ભાઇઓ અને બે બહેનો એમ તેઓ કૂલ આઠ ભાઇ બહેન છે. અરુણ ગોવિલનાં મોટાભાઇ વિજય ગોહિલે તબસ્સુમ સાથે લગ્ન કર્યાં જે જાણીતા અભિનેત્રી છે અને દૂરદર્શન પર તેમનો શો ફુલ ખિલે હૈં ગુલશન ગુલશન બહુ જાણીતો હતો. તસવીરમાં તમે તબસ્સુમને વિજય ગોવિલ સાથે જોઇ શકો છો.
અરુણ ગોવિલનાં ભાઇ વિજય ગોવિલ અને ભાભી તબસ્સુમનાં દીકરા હોશાંગ ગોવિલ પણ ટેલિવિઝન અભિનેતા છે.
તેમને ધીરે ધીરે ફિલ્મોમાં કામ મળવા માંડ્યું અને તેમની ઓળખ પણ મજબૂત બની.
નાની વયે મુંબઇ આવ્યા બાદ બિઝનેસમાં જોડાયેલા અરુણ ગોવિલને પોતાની ઓળખ બનાવવાની ઇચ્છા હતી અને તેમણે અભિનય કરવાનું વિચાર્યું. આ તવીરમાં અનુપ જલોટા સાથે રામ અરુણ ગોવિલ અને કૃષ્ણ નિતિશ ભારદ્વાજ જોઇ શકાય છે.
તસવીરમાં સંગીતકાર રવિન્દ્ર જૈન અને દારા સિંઘ સાથે અરુણ ગોવિલ.
વિનોદ ખન્ના સાથે અરુણ ગોવિલ.
તસવીરમાં અમજદ ખાન, અરુણા ઇરાની અને અન્ય જાણીતા અભિનેતાઓ સાથે અરુણ ગોવિલ.
મોસમી ચેટર્જી સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી રહ્યાં છે અરુણ ગોવિલ.
તસવીરમાં દીપિકા ચિખલીયા અને અરુણ ગોવિલ. રામ-સીતાની સૌથી પ્રખ્યાત રીલ જોડી.
અંદાજે બે વર્ષની મહેનત પછી તેમને પહેલો બ્રેક મળ્યો ખરો પણ પહેલી ફિલ્મ તેમની પહેલી ફિલ્મ બની રહી જેમાં તે સપોર્ટિંગ એક્ટર હતા.
અરુણ ગોવિલે શ્રીલેખા ગોવિલ સાથે લગ્ન કર્યા છે.
શ્રીલેખાએ પણ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને તે પોતે ડિઝાઇનર રહી ચૂક્યાં છે.શ્રીલેખાએ હિમ્મતવાર અને છોટા સા ઘર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
દીકરી સોનિકા સાથે અરુણ ગોવિલ.
તેમનો દીકરો અમલ મુંબઇમાં બેંકર છે તથા દીકરી બોસ્ટન, અમેરિકામાં ભણે છે.
તસવીરમાં તમે તેમને પત્ની શ્રીલેખા અને દીકરી સોનિકા સાથે જોઇ શકો છો.
દીકરા અમલનાં લગ્ન થઇ ચુક્યાં છે અને અરુણ ગોવિલ દાદા પણ બની ચુક્યા છે.
તે પોતાની સફળતાનો શ્રેય પત્ની શ્રીલેખાને જ આપે છે.
અરુણ ગોવિલે સાવન કો આને દો, રાધા ઔર સીતા અને સાંચ કો આંચ નહીં ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે કામ કર્યું.
તેમણે કનક મિશ્રાની જીઓ તો ઐસે જીઓ ફિલ્મમાં પણ કામ કર્યું જે સુપર હીટ રહી અને અરુણ ગોવિલ એક જાણીતા ચહેરા તરીકે પ્રસ્થાપિત થઇ ગયા.
સાવન કો આને દોનું સંગીત અને ફિલ્મ બંન્ને ઘણાં હિટ રહ્યાં. આ ફિલ્મનાં ગીતો લોકો આજે પણ ગણગણે છે.
આ દ્રશ્ય ફિલ્મ ઢાલનું છે જેમાં ડેની ડેન્ઝોપ્પા અને વિનોદ ખન્ના સાથે અરુણ ગોવિલને જોઇ શકાય છે.
રામના પાત્રથી અમર થનારા અરુણ ગોવિલે ફિલ્મ લવ કુશમાં લક્ષ્મણનો રોલ ભજવ્યો હતો. તમે તેમને અહીં અભિનેતા જિતેન્દ્ર સાથે જોઇ શકો છો.
રામાયણમાં તેમની પસંદગી થઇ તે પહેલાં રામાનંદ સાગરનાં પ્રોડક્શનની સિરીયલ વિક્રમ ઔર બેતાલમાં તે રાજા વિક્રમાદિત્યનું પાત્ર ભજવતા હતા.
આ તરફ રામાનંદ સાગર રામાયણ માટે રામનું પાત્ર ભજવવા અભિનેતા શોધી રહ્યા હતા.
અરુણ ગોવિલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પોતે રામ તરીકે ઑડિશનમાં ફેઇલ થયા હતા પણ રામનાં વેશમાં ફોટોશુટ ચાલતું હતું ત્યારે તેમણે એક મર્માળુ હળવું સ્મિત ઉમેર્યું અને તે રામ તરીકે ફાઇનલ થઇ ગયા.એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જે રામનાં પાત્રએ તેમને આટલી પ્રસિદ્ધિ અપાવી તેને કારણે તેમને ફિલ્મોમાં કામ મળતું બંધ થઇ ગયું.
રામનું પાત્ર ભજવ્યા પછી અરુણ ગોવિલને બુદ્ધ અને હરીશચંદ્રનાં પાત્રો પણ ઓફર થયા હતા. તેઓ રામનાં પાત્રમાં એવા બંધબેસતા હતા કે તેમને બીજા પ્રકારનાં રોલ ઑફર નહોતા થતા. તેમણે તેલુગુ, ભોજપુરી, બંગાળી અને ઉરિયા ફિલ્મોમાં કામ કર્યું છે.જ્યારે તેમણે બીજા પ્રકારનાં શોઝ કે એક્ટિંગના કામ લીધા તો લોકો તેમને કહેતા કે અરે રામજી શું કરી રહ્યા છો. અંતે તેમણે મન મનાવી લીધું.
રિલ બ્રધર લક્ષમણ અને રામનો રિયલ લાઇફનો કુલ હેન્ડસમ લુક.
2008માં તેમણે પોતાની પ્રોડક્શન કંપની અરુણ ગોવિલ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ શરૂ કરી.
અરુણ ગોવિલ એક સમયે ખુબ સિગરેટ પિતા હતા પણ રામનું પાત્ર ભજવવાનું શરૂ કર્યું અને તેમણે સિગારેટને તિલાંજલી આપી દીધી. આજે પણ લોકો તેમને રામજી કહીને પગલે લાગે છે અને સન્માને છે.
અરુણ ગોવિલ એક વર્સેટાઇલ એક્ટર રહ્યા છે. તેમણે ઘણાં લેજન્ડરી એક્ટર્સ સાથે બૉલીવુડમાં કામ કર્યું.
આ તસવીરમાં અરુણ ગોવિલ તેમના સ્ક્રીન ભાઇ સુનીલ લાહરી એટલે કે લક્ષ્મણ સાથે દેખાય છે.
રામાયણ શરૂ થયું તે પહેલાં રામાયણ સિરીયલ પર એક પુસ્તક બહાર પડ્યું જેને પગલે અરુણ ગોવિલ, સુનિલ લાહિરી અને દીપિકા ચિખલીયા કપિલ શર્માનાં શો પર ગયા.
તે પોતાના પરિવાર સાથે રામાયણ જોઇ રહ્યા છે તે તસવીર તાજેતરમાં ખૂબ વાઇરલ થઇ હતી.
કપિલ શર્માનાં પર તેમનું આગમન લોકોએ બહુ વખાણ્યું અને કોરોનાનાં કહેરમાં લૉકડાઉન સાથે રામાયણનાં પ્રસારણનો નિર્ણય લેવાયો.અરુણ ગોવિલને રામ તરીકે જોઇને એક પેઢી ઉછરી છે અને હવે અત્યારની પેઢીએ પણ તેમને રામ તરીકે જોયા. દૂરદર્શનને રામનાં રૂપમાં અરુણ ગોવિલ ફળ્યા છે અને છેલ્લા બે અઠવાડિયામાં દુરદર્શને પોતાનો જ રેકોર્ડ બ્રેક કર્યો છે અને સૌથી વધુ ટીઆરપી અને વ્યુઅરશીપ મેળવ્યાં છે.
આજે અરુણ ગોવિલ પોતાનો 63મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1958ના રોજ મેરઠમાં થયો હતો. અરુણ ગોવિલ એવા અદાકાર છે જેમણે રામનાં પાત્રને યાદગાર બનાવી દીધું છે. રામાયણ પર ફિલ્મો પણ બની અને અન્ય પ્રોડક્શન્સ પણ બન્યાં પણ રામાનંદ સાગરનાં રામાયણને પગલે અરુણ ગોવિલ પ્રખ્યાતીના એવા શિખરે પહોંચ્યા જેને કારણે શ્રીરામ બોલનાર એ દરેક વ્યક્તિ જેણે રામાયણ ધારાવાહિક જોઇ છે તેને માટે અરુણ ગોવિલનો હળવાશ ભર્યા સ્મિતવાળો ચહેરો જ રામનો પર્યાય છે. તસવીરો – સોશ્યલ મીડિયા, વિકીબાયો.