ચાઇનીઝ નવલકથા લવ કૉન્ટ્રૅક્ટ પરથી બનશે વેબ-સિરીઝ

Published: 18th November, 2020 15:46 IST | Ahemadabad

ઑડિયો પ્લૅટફૉર્મ પૉકેટએફએમ પર આ નવલકથા ઑડિયોરૂપે ઑલરેડી પબ્લિશ થઈ ચૂકી છે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ડિજિટલ ઍરામાં ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ પર ક્રીએટિવ કન્ટેન્ટની ભરમાર છે. જુદાં-જુદાં સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ વેબ-સિરીઝ અને ફિલ્મો તો રજૂ કરે જ છે, હવે એવાં પ્લૅટફૉર્મ્સ પણ વધી રહ્યાં છે જેના પર ઑડિયો કન્ટેન્ટ સાંભળવા મળતું હોય.

લોકો પોતાનું કામ કરતાં-કરતાં કોઈ નવલકથા, ટૂંકી વાર્તા કે ફિલ્મની વાર્તા સાંભળી શકે. હવે તો ઇન્ટરવ્યુઝ કે દીર્ઘ વાતચીત પણ ઑડિયોરૂપે રિલીઝ થાય છે જેને પૉડકાસ્ટ કહેવામાં આવે છે. હિન્દી, તામિલ અને બંગાળી ભાષામાં એવી જ ઑડિયો-બુક્સ અને પૉડકાસ્ટ્સ બનાવતા ઓટીટી પ્લૅટફૉર્મ પૉકેટએફએમ આ વખતે વેબ-સિરીઝ પર કામ શરૂ કરી રહ્યું છે. ‘લવ કૉન્ટ્રૅક્ટ’ નામની આ રોમૅન્ટિક-કૉમેડી સિરીઝ એ જ નામની ચાઇનીઝ નૉવેલ પર આધારિત છે. વેબ-સિરીઝમાં હૉલિડે અને પલટન જેવી ફિલ્મો તથા બૅચલોરેટ ઇન્ડિયા, ચંદ્રા નંદિની, ઝાંસી કી રાણી, જગ જનની મા વૈષ્ણોદેવી સહિતની સિરિયલોમાં દેખાઈ ચૂકેલો અભિનેતા અતહર સિદ્દીકી મુખ્ય પાત્રમાં જોવા મળશે. અતહર સિદ્દીકી અત્યારે દંગલ ટીવીના ‘જય છઠી મૈયા’ નામના શોમાં મહત્ત્વનું પાત્ર ભજવી રહ્યો છે. અતહર સાથે ઍક્ટ્રેસ નકિયાહ હાજી નામની અભિનેત્રી જોવા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK