Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીપા મલિકની બાયોપિકમાં કામ નથી કરી રહી સોનાક્ષી

દીપા મલિકની બાયોપિકમાં કામ નથી કરી રહી સોનાક્ષી

26 June, 2019 11:11 AM IST |

દીપા મલિકની બાયોપિકમાં કામ નથી કરી રહી સોનાક્ષી

દીપા મલિક

દીપા મલિક


સોનાક્ષી સિંહાએ જણાવ્યું હતું કે તે પૅરાલિમ્પિક ચૅમ્પિયન દીપા મલિકની બાયોપિકમાં કામ નથી કરી રહી. દીપા મલિક દેશની પહેલી એવી મહિલા બની હતી જેણે ૨૦૧૬માં ભારતને રિયો પૅરાલિમ્પિકમાં સિલ્વર મેડલ અપાવ્યો હતો. બાયોપિકને લઈને સોનાક્ષીએ કહ્યું હતું કે ‘હાલમાં તો આ બધી માત્ર અફવાઓ છે. હું જ્યાં સુધી કોઈ ફિલ્મ સાઇન ન કરું ત્યાં સુધી હું એના વિશે ચર્ચા નથી કરતી. લોકો તો ધારણા બાંધવાના છે. જોકે યોગ્ય લોકો મારી ફિલ્મની જાહેરાત કરશે. મારી ઇચ્છા છે કે સારી સ્ટોરી હોય, પાત્ર ચૅલેન્જિંગ હોય સાથે જ મારા માટે દમદાર રોલ હોય એવી ફિલ્મો કરવી છે.’

આ પણ વાંચો:દબંગ 3માં લવ ટ્રાયેન્ગલ નથી, મુન્ની જગ્યાએ થશે મુન્ના બદનામ: સોનાક્ષી



સોનાક્ષી ‘ખાનદાની શફાખાના’, ‘મિશન મંગલ’ અને ‘દબંગ 3’માં જોવા મળવાની છે. આ ફિલ્મોમાં તેની ભૂમિકા પણ અલગ પ્રકારની છે. આ વિશે સોનાક્ષીએ કહ્યું હતું કે ‘હું ખૂબ ખુશ અને ઉત્સાહિત પણ છું કે આ ત્રણેય ફિલ્મો અલગ-અલગ વિષય પર આધારિત છે. આ ફિલ્મો એક જ વર્ષે એક પછી એક એમ રિલીઝ થવાની છે. એને લઈને હું ખૂબ રોમાંચ અનુભવી રહી છું.ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં મને દસ વર્ષનો સમય પસાર થઈ ગયો છે. એ મારા માટે સંતોષજનક, જોશથી ભરપૂર અને માહિતીસભર રહ્યો છે. મારા માટે આ એક અદ્ભુત લર્નિંગ અેક્સ્પીરિયન્સ રહ્યો છે. મને વિશ્વાસ નથી બેસતો કે મેં ઇન્ડસ્ટ્રીમાં એક દાયકો પસાર કર્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2019 11:11 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK