Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Gully boyને બતાવો ટેલેન્ટ, આ છે એપ્લીકેશન

Gully boyને બતાવો ટેલેન્ટ, આ છે એપ્લીકેશન

09 February, 2019 03:36 PM IST |

Gully boyને બતાવો ટેલેન્ટ, આ છે એપ્લીકેશન

ગલીબીટ ઍપ લોન્ચ

ગલીબીટ ઍપ લોન્ચ


ઝોયા અખ્તરની રણવીરસિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ગલી બોય આગામી વીકમાં રિલીઝ થઈ રહી છે. હાલ ફિલ્મનું પ્રમોશન જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે હવે તમે પણ તમારી ટેલેન્ટને ગલી બોય સુધી પહોંચાડી શકો છો.

ફિલ્મના પ્રોડ્યુસર્સ દ્વારા gully beat નામની એક એપ લોન્ચ કરાઈ છે. આ ઍપ્લીકેશન દ્વારા તમે તમારી ટેલેન્ટને દર્શાવી શકો છો. જો તમે પણ રૅપર છો, અને રૅપ સોંગ બનાવો છો, તો તમારો વીડિયો રેકોર્ડ કરીને આ એપ પર અપલોડ કરી શકો છો.



એપ લોન્ચ કર્યા બાદ પ્રોડ્યુસર્સે એક વીડિયો જાહેર કરતા કેપ્શન આપ્યું હતું કે, 'તમે પણ તમારી ગલીનો અવાજ પણ બની શકો છો. ગલી બીટ એપ ડાઉનલોડ કરો અને તમે તમારી બીટને એક્સપ્રેસ કરી શકો છો. તમારું રૅપ સોંગ પણ રેકોર્ડ કરો.'#Findyourvoice #gullybeat #gullyboy


 

આ પણ વાંચો: મને સફળતા અઘરી ફિલ્મોની પસંદગીમાંથી મળી છે : શાહિદ


 

ઉલ્લેખનીય છે કે બોલીવુડમાં પહેલીવાર કોઈ ફિલ્મે પોતાની એપ લોન્ચ કરી છે. આ એપ તમને તમારી બીટ વ્યક્ત કરવામાં મદદ કરશે અને તમારી રેપ રેકોર્ડ કરી અને તમે શૅર કરી શકશો. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ગલી બોય ધારાવીના સ્લમ રેપર્સની સ્ટોરી છે. જેમાં પહેલી વાર મોટા પડદા પર આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સાથે આવી રહ્યા છે. ફિલ્મમાં રણવીર સિંહ ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેનારા વ્યક્તિની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા સાથે સિદ્ધાર્થ ચતુર્વેદી અને કલ્કિ કોચલિન પણ જોવા મળશે. ગલી બોય 14 ફેબ્રુઆરી,2019થી સિનેમાઘરોમાં દર્શકોનું મનોરંજન કરાવશે.

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2019 03:36 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK