Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફરી 'મર્દાની' બનશે રાણી મુખર્જી, જાહેર થયો ફર્સ્ટ લૂક

ફરી 'મર્દાની' બનશે રાણી મુખર્જી, જાહેર થયો ફર્સ્ટ લૂક

27 March, 2019 07:38 PM IST |

ફરી 'મર્દાની' બનશે રાણી મુખર્જી, જાહેર થયો ફર્સ્ટ લૂક

રાણી ફરી બની મર્દાની

રાણી ફરી બની મર્દાની


ફિલ્મ અભિનેત્રી રાણી મુખર્જીએ તેની આગામી ફિલ્મ મર્દાની 2નું શૂટિંગ શરૂ કરી દીધું છે. ફિલ્મ નિર્માતા કપની યશરાજે તેનો એક ફોટો જાહેર કર્યો છે જેમાં, રાણી મુખર્જી ફરી એકવાર મર્દાનીના લૂકમાં દેખાશે.

રાણી મુખર્જીએ પોતાની સુપરહિટ ફિલ્મ મર્દાનીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે ચાઈલ્ડ ટ્રાફિકિંગ રેકેટના ગેન્ગસ્ટરનો ખાતમો બોલાવવાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 2014માં આવી હતી. આ ફિલ્મની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી અને ઘણાં સમયથી એવું કહેવાઈ રહ્યું હતું કે આ ફિલ્મની સિક્વલ આવશે. હવે ફિલ્મની સિક્વલનું શૂટિંગ સ્ટાર્ટ થઈ ચૂક્યુ છે. આ ફિલ્મ મર્દાની 2માં રાણી મુખર્જી એક પોલીસ સુપ્રિટેન્ડેન્ટના રૂપમાં જોવા મળશે. આ ફિલ્મની ઘણાં લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે.




ફિલ્મના શૂટિંગ લોકેશનથી જ એક તસવીર યશરાજ કંપની દ્વારા શેર કરવામાં આવી છે. જેમાં રાણી મુખર્જીનો એટિટ્યુડ સ્પષ્ટ રીતે જોવા મળે છે.


આ પણ વાંચો : આમિર ખાનની દીકરી સાથે જોવા મળ્યો આ છોકરો, જાણો કોણ છે?

આ ફિલ્મ દ્વારા રાણી મુખર્જી ફરી એકવાર દમદાર ભૂમિકા ભજવતી જોવા મળશે. આ ફિલ્મ દ્વારા ગોપી પૂથ્રન ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરવા જઈ રહ્યા છે, જે મર્દાની ફિલ્મના લેખક રહી ચૂક્યા છે. આ ફિલ્મ આ વર્ષમાં જ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં શિવાની શિવાજી રૉયના રૂપમાં રાણીને જોવું ખૂબ જ રોમાંચિત રહેશે. ઉલ્લેખનીય છે કે માતા બન્યા બાદ રાણી મુખર્જીએ હિચકી ફિલ્મથી કમબેક કર્યું હતું. હિચકી બાદ આ તેની બીજી ફિલ્મ છે.

Whatsapp-channel Whatsapp-channel

27 March, 2019 07:38 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK