Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સિન્ગિંગને ફર્સ્ટ લવ જણાવ્યું પરિણીતી ચોપડાએ

સિન્ગિંગને ફર્સ્ટ લવ જણાવ્યું પરિણીતી ચોપડાએ

20 April, 2019 12:23 PM IST |

સિન્ગિંગને ફર્સ્ટ લવ જણાવ્યું પરિણીતી ચોપડાએ

પરિણીતી ચોપડા

પરિણીતી ચોપડા


પરિણીતી ચોપડાએ જાહેર કર્યું છે કે તેનો ફર્સ્ટ લવ સિન્ગિંગ છે. એવું લાગી રહ્યું છે કે તે પોતાની બહેન પ્રિયંકા ચોપડા જોનસને ફૉલો કરી રહી છે. પરિણીતીએ ‘કેસરી’નું ગીત ‘તેરી મિટ્ટી’ ગાયું છે. સંગીત પ્રત્યેની પોતાની રુચિ વ્યક્ત કરતાં આ ગીતનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પરિણીતીએ કૅપ્શન આપી હતી કે ‘મારા માટે મારી લાઇફનો સૌથી અગત્યનો ભાગ જો કોઈ હોય તો એ મારો ગાયન પ્રત્યેનો પ્રેમ છે. આ વિશ્વમાં હું કોઈ વસ્તુ પર ધ્યાન આપતી હોઉં, જે મને ખુશ કરતું હોય તો મારા માટે એ છે સિન્ગિંગ. હું આખો દિવસ ગીત ગાઉં છું.

આ પણ વાંચો : મારા માટે દબંગ ૩ એક મોટી જવાબદારી છે : અરબાઝ ખાન



હું જ્યારે જોરથી ગીત ન ગાતી હોઉં તો ધીમેથી ગણગણતી હોઉં છું. આ મારો ફર્સ્ટ લવ છે. મારી મમ્મીએ કહ્યું હતું કે હું જ્યારે એક વર્ષની હતી ત્યારે હું ABC સૉન્ગ ગાતી હતી. જેમણે પણ મારું સિન્ગિંગ સાંભળ્યું છે તે સમજી શકે છે કે એમાં મારો આત્મા સમાયેલો છે. ગીત ‘તેરી મિટ્ટી’ મને મળ્યું. કરણ, અક્ષય સર, અનુરાગ સર, અઝીમ, આર્કો, આદિત્ય, મનોજ મને આ ગીત ગાવાની તક આપવા માટે થૅન્ક યુ.’


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2019 12:23 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK