મલ્હાર ઠાકર ઈઝ બેક, 6 મહિના બાદ શરુ કર્યું શૂટિંગ

Updated: May 22, 2019, 12:25 IST | અમદાવાદ

આ ફિલ્મને નીરજ જોશી ડિરેક્ટ કરી રહ્યા છે. આ પહેલા મલ્હાર ઠાકર અને નીરજ જોશી કૅશ ઓન ડિલીવરી અને શરતો લાગુમાં સાથે કામ કરી ચૂક્યા છે

મલ્હાર ઠાકર (File Photo)
મલ્હાર ઠાકર (File Photo)

મલ્હાર ઠાકરના ફેન્સ ખુશખુશાલ થઈ જાય તેવા સમાચાર આવ્યા છે. મલ્હાર ઠાકરે નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. છ મહિનાના બ્રેક બાદ મલ્હારે પોતાની નવી ગુજરાતી ફિલ્મનું શૂટિંગ આરંભી દીધું છે. આ ફિલ્મને નીરજ જોશી ડિરેક્ટ કરી રહ્યા છે. આ પહેલા મલ્હાર ઠાકર અને નીરજ જોશી કૅશ ઓન ડિલીવરી અને શરતો લાગુમાં સાથે કામ કરી ચૂક્યા છે. નીરજ જોશીની શરતો લાગુ હિટ સાબિત થઈ હતી.

 
 
 
View this post on Instagram

Orange is a new #nofavorite . . . .📷 @sachii18

A post shared by Malhar Thakar (@malhar028) onMay 17, 2019 at 5:53am PDT

 

મળતી માહિતી પ્રમાણે નીરજ જોશીની આ અપકમિંગ ફિલ્મમાં મલ્હાર ઠાકરની સામે પૂજા ઝવેરીને કાસ્ટ કરાયા છે. પૂજા ઝવેરી ફિલ્મમાં મલ્હાર સાથે રોમાન્સ કરતા જોવા મળશે. જો કે હજી સુધી ફિલ્મના ટાઈટલ કે સ્ટોરી વિશે કોઈ ખુલાસો નથી થયો. પરંતુ ફિલ્મના પહેલા શેડ્યુલનો વડોદરામાં પ્રારંભ થઈ ચૂક્યો છે.

વડોદરામાં મલ્હાર ઠાકર અને પૂજા ઝવેરી એક્ટિંગ વર્કશોપની સાથે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. વડોદરા સહિત જાંબુઘોડા અને રાજપીપળા જેવા સ્થળોએ 35 દિવસ સુધી મલ્હારની અપકમિંગ ફિલ્મના પહેલા શેડ્યુલનું શૂટિંગ ચાલશે.

Video: ક્યારે એમ્બેરેસ થયો હતો મલ્હાર ઠાકર ?

ઉલ્લેખનીય છે કે છેલ્લે મલ્હાર ઠાકર 'શરતો લાગુ' નામની ફિલ્મમાં દેખાયા હતા. જેને પણ નીરજ જોશીએ જ ડિરેક્ટ કરી હતી. દીક્ષા જોશી અને મલ્હાર સ્ટારર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. ત્યારે ફેન્સ આ ગુજરાતી સુપરસ્ટારને ફરી સિલ્વર સ્ક્રીન પર જોવા ઈચ્છી રહ્યા છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK