મલાઈકા અરોરા આ યોગ કરીને રહે છે ફિટ, જુઓ ફોટોઝ

મુંબઈ | Apr 09, 2019, 08:48 IST

મલાઈકા બોલીવુડની એ એક્ટ્રેસિસમાંની એક છે, જે ફિટ રહેવા માટે રેગ્યુલર યોગ કરે છે. છૈયા છૈયા ગર્લે તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાના યોગ કરતા ફોટોઝ અપલોડ કર્યા છે.

મલાઈકા અરોરા આ યોગ કરીને રહે છે ફિટ, જુઓ ફોટોઝ
મલાઈકા અરોરા (તસવીર સૌજન્યઃઈન્સ્ટાગ્રામ)

મલાઈકા અરોરા સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. તે જે પણ પહેરે તેમાં દીપી ઉઠે છે. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે મલાઈકા દરેક ડ્રેસમાં સારી જ કેમ લાગે છે? કારણ એ જ કે મલાઈકા અરોરા બોલીવુડની સૌથી ફિટ એક્ટ્રેસિસમાંની એક છે. એટલે તે ગમે તે પ્રકારના કપડા પહેરે, તેના બોડી પર શોભી જ ઉઠે છે. પછી તે જિમ માટેના શોર્ટ્સ હોય કે ડિઝાઈનર આઉટફિટ

 

મલાઈકા બોલીવુડની એ એક્ટ્રેસિસમાંની એક છે, જે ફિટ રહેવા માટે રેગ્યુલર યોગ કરે છે. છૈયા છૈયા ગર્લે તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાના યોગ કરતા ફોટોઝ અપલોડ કર્યા છે. તમે પણ જોઈને ઈમ્પ્રેસ થઈ જશો. મલાઈકાએ ફોટો રિપોસ્ટ કરીને લખ્યું છે,'શું સોમવારની શરૂઆત સારી રીતે કરવી છે? આ છે દિવસ શરૂ કરવાની પર્ફેક્ટ રીત'(Do Mondays drive you up the wall !? Here's the perfect way to start your day.")

મલાઈકાના યોગ કરતા ફોટોઝ જોઈને તમને પણ યોગ કરવાની ઈચ્છા એકવાર તો થઈ જ જશે. યોગને કારણે તમે ફિટ અને બોડી મેઈન્ટનેર રાખી શક્શો, સાથે જ તમે મેન્ટલી અને ઈમોશનલી ખુશ અને પોઝિટિવ પણ રહી શકો છો.

મલાઈકા અરોરાએ કેટલાક દિવસો પહેલા પણ તેનો અને અમૃતા અરોરાનો યોગા કરતો ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં મલાઈકાએ લખ્યું હતું,'બહેન અમૃતા અરોરા સાથે મિડ વીક મોટિવેશન.. યોગા તમને તમારી જાત સાથે જોડવાની સાથે સાથે તમારા પાર્ટનર સાથે નવું બોન્ડ પણ ક્રિએટ કરે છે. તમારા સંબંધો મજબૂત બનાવવા માટે આ એક હેલ્ધી પ્રક્રિયા છે.'(#midweekmotivation with my sis @amuaroraofficial .... Yoga not only connects you to your inner self but also it forms a unique bond with your yoga partner! It is a healthy process to build on your relationships...)

આ પણ વાંચોઃ અર્જુને શેર કરી માલદીવ વેકેશનની તસવીરો, લોકોએ પૂછ્યું ક્યાં છે મલાઇકા?

ફિટનેસ એન્થુઝિઆસ્ટ હોવાને કારણે મલાઈકા અરોરા રેગ્યુલર જીમ જાય છે અને વર્કઆઉટ કરતી રહે છે. મલાઈકા અરોરા હાલ પણ જેટલી સુંદર લાગે છે, તેની પાછળ તેની ફિટ રહેવાની મહેનત જ કારણભૂત છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK