Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી સફળતા અને સ્ટ્રગલ મારી પોતાની છે : કરીના

મારી સફળતા અને સ્ટ્રગલ મારી પોતાની છે : કરીના

25 February, 2019 09:40 AM IST |

મારી સફળતા અને સ્ટ્રગલ મારી પોતાની છે : કરીના

કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાન


કરીનાએ પોતાની કરીઅરના ટોચના સ્થાને પહોંચીને લગ્ન કરી લીધાં હતાં. પ્રેગ્નન્સીમાં તેણે રૅમ્પ-વૉક કર્યું હતું અને તૈમુરના જન્મ બાદ તરત ફિલ્મોમાં પણ સક્રિય બની ગઈ હતી. તેની પાસે હાલમાં ફિલ્મો અને બ્રૅન્ડ ઍન્ડૉર્સમેન્ટ્સ પણ છે. પોતાની ફિલ્મોની જર્ની વિશે જણાવતાં કરીનાએ કહ્યું હતું કે ‘મેં જ્યારે મારી કરીઅરની શરૂઆત કરી ત્યારે કોઈ ખાસ પ્લાન નહોતા ઘડ્યા. મેં ખૂબ નાની વયે કામ કરવાનું શરૂ કર્યું હતું. મારી ફિલ્મોની ચૉઇસને કારણે જ મારી ઇમેજ મેં મારી જાતે બનાવી છે. મારી દરેક ફિલ્મ, બ્રૅન્ડ ઍન્ડૉર્સમેન્ટ્સ અથવા જે સામાજિક કાર્યોની સાથે હું સંકળાયેલી છું એ બધા નિર્ણયો મારા પોતાના છે. એથી અત્યાર સુધી મેં જે પણ મેળવ્યું છે, જે રીતે મારી કરીઅર આગળ વધી, એ બધું મારું પોતાનું છે. મારી સફળતાનું શ્રેય અને મારી સ્ટ્રગલ માટે હું કોઈને જવાબદાર નથી ગણતી.’

આ પણ વાંચો : આખરે કપિલ શર્માના કોમેડી શૉમાંથી સિદ્ધુની છુટ્ટી, અર્ચનાએ મારી એન્ટ્રી



જોકે ડિરેક્ટરોને ક્રેડિટ આપવાનું જણાવતાં કરીનાએ કહ્યું હતું કે ‘હું હંમેશાંથી કહેતી આવી છું કે હું ડિરેક્ટરની ઍક્ટર છું, એથી જો મારે ખરેખર મારા પર્ફોર્મન્સ માટે કોઈને ક્રેડિટ આપવી હોય તો હું ડિરેક્ટરોને આપીશ. એનું શ્રેય ડિરેક્ટરોને જાય છે, જેમણે મારામાંથી બેસ્ટ પર્ફોર્મરને બહાર કાઢી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2019 09:40 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK