ટીવીના એન્ગ્રી યંગમેન 'રમણ ભલ્લા'એ છોડ્યો શો, આ છે કારણ

Published: Jul 20, 2019, 08:54 IST | મુંબઈ

કરણ પટેલે શો યે હૈ મહોબ્બતે છોડી દીધો છે. તેને ચૈતન્ય ચૌધરી રીપ્લેસ કરવાના હોવાના પણ અહેવાલો છે.

ટીવીના એન્ગ્રી યંગમેન 'રમણ ભલ્લા'એ છોડ્યો શો
ટીવીના એન્ગ્રી યંગમેન 'રમણ ભલ્લા'એ છોડ્યો શો

યે હૈ મહોબ્બતે શો શરૂ થયો ત્યારથી જ તેનો મહત્વનો ભાગ રહ્યો છે. અને હવે તે શો છોડવા જઈ રહ્યો છે. કરણ પટેલ રમણ ભલ્લાની ભૂમિકા નિભાવી રહ્યો છે. જેની સામે મેઈન લીડમાં દિવ્યંકા ત્રિપાઠી છે. છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી કે કરણ પટેલ શો છોડી રહ્યો છે. પરંતુ કરણે તેનો ઈન્કાર કર્યો હતો. કરણ પટેલે કન્ફર્મ કર્યું છે કે તે શો સાથે સંકળાયેલો નથી. સ્પોટબૉટઈના અહેવાલો પ્રમાણે જ્યારે તેમણે કરણ પટેલ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે કહ્યું કે તે હવે શો સાથે જોડાયેલો નથી. અને ચૈતન્ય ચૌધરી તેને રીપ્લેસ કરી રહી હોવાનો અહેવાલ છે. જેના પર કરણે કાંઈ જવાબ નથી આપ્યો.

 
 
 
View this post on Instagram

Too Lazy to click new ones but active enough to re-post older ones 🙈🙈🤣😂🙈🙈

A post shared by Karan Patel (@karan9198) onJun 17, 2019 at 10:17pm PDT


કરણે શો માંથી તેની એક્ઝિટ કન્ફર્મ કરી છે. જો કે ચૈતન્ય ચૌધરીએ તે શોમાં એન્ટ્રી કરશે કે નહીં કરે તેની ખાતરી નથી આપી. ચૈતન્યએ કહ્યું કે, "મારી વાતચીત ચાલી રહી છે. પરંતુ તેમણે મને કાંઈ કન્ફર્મેશન નથી આવ્યું એટલે હું તમને કાંઈ કહી શકવાની સ્થિતિમાં નથી."

 
 
 
View this post on Instagram

When black and white feels great on a busy street #actorslife #blackandwhite #auditions

A post shared by chaitanya choudhry (@chaitanya_choudhry) onJul 16, 2019 at 2:13am PDT


કરણ પટેલનું રમણ ભલ્લા તરીકેનું પાત્ર ખૂબ જ લોકપ્રિય થયું હતું. હાલના ટ્રેકમાં રમણ ભલ્લાનું પ્લેન ક્રેશમાં મોત થયું હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. જો કે આ અહેવાલો કરણ પટેલના ચાહકો માટે શોક સમાન છે.

આ પણ જુઓઃ જાણો હાલ શું કરી રહ્યા છે 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા'ના કલાકારો

અહેવાલો તો એવા પણ છે કે કરણ પટેલ બિગ બોસની 13મી સિઝનમાં જોવા મળી શકે છે. અહેવાલો તો એવા પણ હતા કે શો જ બંધ થઈ રહ્યો છે. પરંતુ તેની પુષ્ટિ નથી કરવામાં આવી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK