Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફરી મુંબઈમાં શૂટિંગ કરવા ઈચ્છે છે ડિરેક્ટર રિતેશ બત્રા

ફરી મુંબઈમાં શૂટિંગ કરવા ઈચ્છે છે ડિરેક્ટર રિતેશ બત્રા

31 January, 2019 03:42 PM IST |

ફરી મુંબઈમાં શૂટિંગ કરવા ઈચ્છે છે ડિરેક્ટર રિતેશ બત્રા

ફિલ્મ ફોટોગ્રાફનું એક દ્રશ્ય

ફિલ્મ ફોટોગ્રાફનું એક દ્રશ્ય


ડિરેક્ટર રિતેશ બત્રાની અપકમિંગ ફિલ્મ 'ફોટોગ્રાફ' લઈને તૈયાર છે. નવાઝુદ્દીન સિદ્દિકી અને સાન્યા મલ્હોત્રાની આ આખી ફિલ્મનું શૂંટિંગ મુંબઈમાં થયું છે. ડિરેક્ટર રિતેશ બત્રાને શૂટિંગ માટે મુંબઈ ખૂબ ગમે છે.

મુંબઈમાં શૂટિંગ કરવા અંગે રિતેશ બત્રા કહે છે કે,'મને ફરી મુંબઈમાં શૂટિંગ કરવાની મજા આવી છે. હું ફરી એકવાર અહીં શૂટિંગ કરવા ઉત્સુક છું. મારી નજરથી ભારતની વાતને દુનિયા સામે મહત્વની છે. અને હું તેના માટે ઉત્સાહિત છું.'



રિતેશ બત્રાની ફિલ્મ 'લંચ બોક્સ'ને દર્શકોએ વખાણી હતી. ક્રિટિક્સે પણ આ ફિલ્મના વખાણ કર્યા હતા. બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરવાની સાથે સાથે જુદા જુદા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પણ આ ફિલ્મ વખણાઈ હતી. હવે રિતેશ બત્રાની નવી ફિલ્મ 'ફોટોગ્રાફ' 8 માર્ચે રિલીઝ થઈ રહી છે, ત્યારે દર્શકો તેમનું કામ જોવા ઉત્સાહિત છે.


રિતેશ બત્રા લંચબોક્સ બાદ બે અંગ્રેજી ફિલ્મ 'ઓવર સોલ્સ એટ નાઈટ' અને 'ધ સેન્સ ઓફ એન એન્ડિંગ' દ્વારા પણ સિલ્વર સ્ક્રીન પર હાજરી દર્શાવી ચૂક્યા છે. આ બંને ફિલ્મ બાદ તેઓ મુંબઈ પાછા આવ્યા હતા.

આ પણ વાંચોઃરિતેશ બત્રાની "ફોટોગ્રાફ" 8 માર્ચે થશે રિલીઝ


ઉલ્લેખનીય છે કે ફિલ્મ ફોટોગ્રાફ મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીના બેકગ્રાઉન્ડ પર આધારિત છે. સાન્યા મલ્હોત્રા આ ફિલ્મમાં એક ઈન્ટ્રોવર્ટ કોલેજ ગર્લના રોલમાં દેખાશે. તો સાન્યા મલ્હોત્રાની સાથે સાથે આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દિકી પણ છે.

Whatsapp-channel Whatsapp-channel

31 January, 2019 03:42 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK