શું બિગ-બૉસ 14માં જોવા મળશે તારક મહેતાની આ એક્ટ્રેસ, જાણો શું છે હકીકત

Updated: Aug 02, 2020, 16:41 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

હાલ એવી અટકળો આવી રહી છે કે શૉની બબીતાજી એટલે મુનમુન દત્તા બિગ-બૉસ 14નો હિસ્સો બની શકે છે.

બબીતાજી
બબીતાજી

હાલ ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય અને કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ઘણા ચર્ચાનો વિષય બની ગયા છે. બે દિવસ એવા પણ સમાચાર મળ્યા છે શૉમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરૂચરણ સિંહ અને અંજલી તારક મહેતાનો રોલ ભજવી રહેલી નેહા મહેતાએ આ શૉને બાય-બાય કહી દીધું છે. તારક મહેતા શૉના ફૅન્સ આ વાતથી ખુશ છે કે શૉનું પ્રસારણ ફરી એક થઈ ગયું છે અને હાલ તેઓ નવા એપિસોડ્સનો આનંદ માણી રહ્યા છે. શૉમાં જેઠાલાલ અને બબીતાજીની કેમિસ્ટ્રી લોકોને ઘણી પસંદ આવે છે. હાલ એવી અટકળો આવી રહી છે કે શૉની બબીતાજી એટલે મુનમુન દત્તા બિગ-બૉસ 14નો હિસ્સો બની શકે છે.

દેશનો સૌથી ચર્ચિત અને વિવાદિત રિયાલીટી શૉ બિગ-બૉસની 14મી સિઝન થોડા મહિનામાં જ શરૂ થવાની છે. તેમા આ વખતે ભાગ લેનારી ઘણી હસ્તીઓ વિશે અટકળો થઈ રહી છે. ઘણા લોકોનો સંપર્ક કરવામાં આવ્યો છે પરંતુ છેલ્લી યાદી માટે તમારે હજી રાહ જોવી પડશે.

story-babita

ઘણા દિવસોથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની એક્ટ્રેસ અને બબીતા તરીકે સૌના દિલમા રાજ કરનારી મુનમુન દત્તા બિગ-બોસ 14માં જોવા મળશે તેવી અટકળો થઈ રહી છે. અંતે મુનમુને આ સમાચારોને ખોટા કહ્યા છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ લખીને જણાવ્યું હતું કે બિગ-બોસ 14માં મારા ભાગ લેવા અંગેના સમાચાર સાચા નથી. મને આ શૉ જોવાનો ઘણો પસંદ છે પરંતુ હું બિગ-બૉસમાં જઈ રહી નથી. આવા ફૅક પેજ પર વિશ્વાસ કરશો નહીં, આભાર. મુનમુન દત્તા તારક મહેતા શોમાં બબીતાજીનો રોલ કરી રહી છે. આ શૉએ તેને ઘરઘરમાં લોકપ્રિય બનાવી દીધી છે. તે બિગ-બોસ શૉને ફૉલો કરે છે. દર વર્ષે આ શૉમાં મુનમુન દત્તા તેના મનપંસદ સ્પર્ધકને સપોર્ટ કરતી રહે છે. બિગ-બોસના હાઉસમાં થતી પ્રવૃત્તિઓ અંગે પણ મુનમુન રિએકટ કરતી રહે છે.

હાલ 4 મહિના પછી 'તારક મહેતા...' શૉ ફરી શરૂ થયો છે. કોરોના વાઈરસના કારણે દેશભરમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું, જેના કારણે સીરિયલની શૂટિંગ બંધ થઈ ગઈ હતી. આ કારણોસર ટીવી પર જૂના શૉ બતાવવામાં આવી રહ્યા હતા. હવે બધી સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટીવી શૉની શૂટિંગ શરૂ થઈ ગઈ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શૂટિંગ પણ તમામ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને શરૂ થઈ ગઈ છે. સાથે રોજ સાંજે 8.30 વાગ્યે તારક મહેતાના નવા એપિસોડ્સનો આનંદ માણી શકો છો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK