હસવા થઈ જાઓ તૈયાર, તારક મહેતા શૉમાં પાછી ફરી શકે છે આ એક્ટ્રેસ, જુઓ કોણ છે

Published: Jul 31, 2020, 13:42 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

હસવા થઈ જાઓ તૈયાર, તારક મહેતા શૉમાં પાછી ફરી શકે છે આ એક્ટ્રેસ, જુઓ કોણ છે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પોસ્ટર
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પોસ્ટર

હાલ ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય અને કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ઘણા ચર્ચાનો વિષય બની ગયા છે. બે દિવસ એવા પણ સમાચાર મળ્યા છે શૉમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરૂચરણ સિંહ અને અંજલી તારક મહેતાનો રોલ ભજવી રહેલી નેહા મહેતાએ આ શૉને બાય-બાય કહી દીધું છે. તારક મહેતા શૉના ફૅન્સ આ વાતથી ખુશ છે કે શૉનું પ્રસારણ ફરી એક થઈ ગયું છે અને હાલ તેઓ નવા એપિસોડ્સનો આનંદ માણી રહ્યા છે.

આ પણ વાંચો : જાણો કોણ છે 'તારક મહેતા'ની બબીતાજીનો ક્રશ, નામ સાંભળીને તમે પણ ચોંકી જશો

આ બધીની વચ્ચે રોશન ભાભીનો રોલ ભજવતી જેનિફર મિસ્ત્રી બંસીવાલ ફૅન્સ માટે ગુડ ન્યૂઝ લઈને આવી છે. એમણે શૉ છોડી ચૂકેલી દિશા વાકાણી એટલે સૌની પ્રિય અને ગરબા ક્વીન દયાબેનની શૉમાં ફરીથી એન્ટ્રીનો ઈશારો આપ્યો છે.

એક ઈન્ટરવ્યૂમાં જેનિફરે કહ્યું કે, હું દિશાને સેટ પણ ઘણી મિસ કરું છું, પરંતુ સમજી શકું છું કે આ સમયે એમની દીકરી સ્તુતિની સંભાળ કરવી જરૂરી છે. તે પરિવાર સાથે સમય વિતાવવામાં માંગે છે અને એમાં ખુશ પણ છે, પરંતુ મને ખબર છે કે તે શૉમાં જલદી પાછી ફરશે.

આ પણ વાંચો : TMKOC: શૉના એન્ગ્રીમેન 'રોશન સિંહ સોઢી'એ છોડ્યો શૉ, આ સ્ટારને ઑફર થયો રોલ

આની પહેલા જ્યારે છેલ્લા મહિને શૉના 12 વર્ષ પૂરા થયા ત્યારે એવા સમાચાર મળ્યા હતા કે મેકર્સ એક સ્પેશિયલ એપિસોડની તૈયારી કરી રહી છે, જેનમાં દિશા પણ નજર આવી શકે છે. આ સમાચાર પર પ્રોડ્યૂસર આસિતકુમાર મોદીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, પહેલા શૂટિંગ શરૂ થવા દો, હાલ આ વાતની ચર્ચા અથવા તો આના પર કમેન્ટ કરવાનો કોઈ અર્થ નથી.

દિશા વાકાણી સપ્ટેમ્બર 2017માં મેટરનિટી લીવ પર ગઈ હતી. નવેમ્બર 2017માં એમણે દીકરીને જન્મ આપ્યો, પરંતુ ત્રણ વર્ષ બાદ પણ દયાબેનની દર્શક શૉમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. વચ્ચે એવા પણ સમાચાર હતા કે દિશાના પતિ મયૂર પડિયાએ એક્ટ્રેસ માટે દિવસમાં ફક્ત 4 કલાક અમે મહિનામાં ફક્ત 15 દિવસ કામ કરાવવાની શરત રાખી હતી, જે મેકર્સે આ વાતને નકારી દીધી હતી.

આ પણ વાંચો : 'તારક મહેતા..' શૉના ફૅન્સને મોટો ઝટકો, આ એક્ટ્રેસ હવે શૉનો હિસ્સો નથી

હાલ 4 મહિના પછી તારક મહેતા શૉ ફરી શરૂ થયો છે. કોરોના વાઈરસના કારણે દેશભરમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું, જેના કારણે સીરીયલ શૂટિંગ બંધ થઈ ગઈ હતી. આ કારણોસર ટીવી પર જૂના શૉ બતાવવામાં આવી રહ્યા હતા. હવે બધી સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટીવી શૉની શૂટિંગ શરૂ થઈ ગઈ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શૂટિંગ પણ તમામ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને શરૂ થઈ ગઈ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK