દીપિકા પાદુકોણને ગમે છે રણવીરનો એ ડ્રેસ, જેની ઉડી રહી છે મજાક

Feb 10, 2019, 16:59 IST

તાજેતરમાં જ ફરી એકવાર રણવીરે એક એવો ફોટો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો જેના કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે.

દીપિકા પાદુકોણને ગમે છે રણવીરનો એ ડ્રેસ, જેની ઉડી રહી છે મજાક
રણવીર સિંહ

રણવીરસિંહ પોતાની ડ્રેસિંગ સ્ટાઈલને લઈ ચર્ચામાં રહે છે. એટલે સુધી કે દીપવીરના લગ્ન દરમિયાન આ જ મુદ્દે મીમ અને જોક્સ પણ બની ચૂક્યા છે. તમે પણ કદાચ એ જોક વાંચ્યો જ હશે કે રણવીર પોતાના લગ્નમાં લહેંગો પહેરવાનો હતો ! જોક્સ અપાર્ટ રણવીરસિંહની ડ્રેસિંગ સ્ટાઈલ તમે પણ જોઈ હશે, જેને જોઈને તમે પણ ક્યારેક હસ્યા હશો.

 
 
 
View this post on Instagram

Gangsta of Love 🦄 💞🌈🦋☮️ @manisharorafashion

A post shared by Ranveer Singh (@ranveersingh) onFeb 9, 2019 at 8:18am PST

 તાજેતરમાં જ ફરી એકવાર રણવીરે એક એવો ફોટો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો જેના કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. ફોટોમાં રણવીરે ફરવાળું જેકેટ પહેર્યું છે, જેના પર જાત જાતના સ્ટિકર્સ લાગેલા છે. સફેદ પેન્ટ, સ્વેટર અને કલરફુલ સનગ્લાસેસ લગાડીને જોવા મળતો રણવીર ખરેખર ડિફરન્ટ લાગે છે. જો કે સોશિયલ મીડિયા યૂઝર્સને તેનો આ લુક કંઈ ખાસ ગમ્યો નથી.

Funny look of Ranveer Singh, રણવીર સિંહનો ફની લુકરણવીર સિંહનો ફની લુક

લોકોએ રણવીરને કાર્ટુનના પાત્ર સુવિલિયન સાથે સરખાવ્યું છે. રણવીરના આ લૂકનો લોકો મજાક ઉડાડી રહ્યા છે, પણ તેની પત્ની દીપિકા પાદુકોણને તે આ જેકેટમાં ખૂબ જ સારો લાગે છે. રણવીરની પોસ્ટ પર કમેન્ટ બૉક્સમાં દીપિકાએ લખ્યુ, "મારા સૌથી મનગમતાં લુક્સમાંનો એક". દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ગયા વર્ષે નવેમ્બરમાં લગ્ન કર્યા. ઈટાલીના લેક કોમોની ત્યાં બંનેની ગ્રેન્ડ વેડિન્ગ સેરેમની રાખવામાં આવી હતી.

આ પણ વાંચો : Gully boyને બતાવો ટેલેન્ટ, આ છે એપ્લીકેશન

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા ટૂંક સમયમાં જ ફિલ્મ 'છપાક'માં એક એસિડ એટેક વિક્ટિમનું પાત્ર ભજવતી જોવા મળશે અને રણવીર ફિલ્મ '83માં કપિલ દેવનો રોલ ભજવતો જોવા મળશે. રણવીરની ફિલ્મ સિમ્બા હાલમાં બૉક્સ ઑફિસ પર છે અને ખૂબ જોરમાં બિઝનેસ કરી રહી છે. ફિલ્મ બારતીય બૉક્સ ઓફિસ પર અત્યાર સુધી 240 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. 14 ફેબ્રુઆરીના રોજ રણવીરની ફિલ્મ ગલી બૉય પણ રિલીઝ થવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK