Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોરોના વાઇરસથી બચવા માટે સલમાન ખાને આપી આ સલાહ: નમસ્તે અને સલામ કરો

કોરોના વાઇરસથી બચવા માટે સલમાન ખાને આપી આ સલાહ: નમસ્તે અને સલામ કરો

06 March, 2020 12:01 PM IST | Mumbai

કોરોના વાઇરસથી બચવા માટે સલમાન ખાને આપી આ સલાહ: નમસ્તે અને સલામ કરો

સલમાન ખાન

સલમાન ખાન


કોરોના વાઇરસના ફેલાવાને કારણે એનાથી બચવાના ઉપાય જણાવતાં સલમાન ખાને સૌને હૅન્ડશેક ન કરવાની સલાહ આપી છે. દુનિયામાં આ વાઇરસ ખૂબ જ જોરથી પ્રસરી રહ્યો છે અને ઇન્ડિયામાં પણ ૨૯ પૉઝિટિવ કૅસ આવી ગયા છે. આ વાઇરસથી બચવા દરેક વ્યક્તિએ પોતે કેટલીક તકેદારી રાખવાની હોય છે જેમાંથી એક તો બને ત્યાં સુધી લોકોના કૉન્ટૅક્ટથી દૂર રહેવું છે. બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝ પણ એનાથી દૂર રહેવા માટે તેમની ઇવેન્ટ કૅન્સલ કરી રહી છે. બૉલીવુડ જ નહીં, સ્પોર્ટ્સ જગતમાં પણ ઘણી ઇવેન્ટને કૅન્સલ કરવામાં આવી રહી છે. ઇંગ્લૅન્ડની ટીમે પણ શ્રીલંકા સામેની મૅચ દરમ્યાન તેમની સાથે હૅન્ડશેક કરવાની ના પાડી છે. દરેક ક્ષેત્રમાં લોકો આ વિશે તકેદારી રાખી રહ્યા છે.

આ પણ જુઓ : Happy Birthday Janhvi Kapoor: જુઓ જાન્હવીના બાળપણની ક્યૂટ તસવીરો



સલમાન તેની ફિટનેસ અને હેલ્ધી લાઇફ માટે જાણીતો છે. તેણે તેના જિમમાં કસરત દરમ્યાનનો ફોટો શૅર કરી લોકોને સુરક્ષિત રહેવા માટે સલાહ આપી છે જેમાં તે નમસ્કાર કરી રહ્યો હોય એવું જોવા મળી રહ્યો છે. ફોટો શૅર કરી સલમાને કહ્યું હતું કે ‘નમસ્કાર... હમારી સંસ્કૃતિ મેં નમસ્તે ઔર સલામ હૈ. કોરોના વાઇરસનો નાશ થાય ત્યારે હાથ મિલાવજો અને ભેટજો...’


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2020 12:01 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK