Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > તૈમુર પછી હવે આવી ગઈ છે કોમોલિકા એટલે કે હિના ખાનની ડોલ્સ

તૈમુર પછી હવે આવી ગઈ છે કોમોલિકા એટલે કે હિના ખાનની ડોલ્સ

28 April, 2019 11:41 AM IST | મુંબઈ

તૈમુર પછી હવે આવી ગઈ છે કોમોલિકા એટલે કે હિના ખાનની ડોલ્સ

હિના ખાનની ડોલ્સ આવી ગઈ છે બજારમાં

હિના ખાનની ડોલ્સ આવી ગઈ છે બજારમાં


જ્યારે એક સ્થાનિક રમકડાની દુકાનમાં તૈમુરની ઢીંગલી જોવા મળી ત્યારે એ ન્યૂઝ વાયુવેગે ફેલાઈ ગયા હતા. અનેક અખબારોની તે ફ્રંટ પેજ હેડલાઈન બની હતી.

બોલીવુડના સૌથી ક્યૂઝ સ્ટારકિડની ડોલ તો કોને ન ગમે? હવે સાંભળવા મળી રહ્યું છે કે કોમોલિકાની પણ ડોલ્સ બજારમાં આવી છે. અને ચાહકોને ઘેલા કરી રહી છે. હિના ખાને સંસ્કારી વહુથી ગ્લેમરસ દિવા તરીકેનો જે ચેન્જ કર્યો છે, તે બાદ તે ફેશનિસ્ટા બની ગઈ છે. અક્ષરાથી કોમોલિકા સુધીના તેના ટ્રાન્સફોર્મેશનના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.

હિના ખાને પોતાના ઈન્સ્ટગ્રામ અકાઉન્ટ પર તેના પર બનેલી ડોલ્સના કેટલાક ફોટોસ શેર કર્યા. તમે પણ જુઓ આ તસવીરો:

HINA KHAN DOLLS



HINA KHAN DOLLS



જ્યારે અહેવાલો આવ્યા હતા કે હિના ખાન કોમોલિકાનું પાત્ર ભજવશે ત્યારે અનેક લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. બેકલેસ ચોલીથી લઈને બોહેમિયન સ્ટાઈલની એસેસરિઝ સુધી. હિનાએ તમામ રીતે આ પાત્રને પર્ફેક્ટ બનાવ્યું છે.

આ પણ વાંચોઃ ડૉલ બાદ હવે તૈમુરના નામથી બનશે ફિલ્મ?


બોલીવુડ દિવા કેટરીના કૈફની પણ ડોલ્સ બની ચુકી છે. અને હવે તેમાં હિના  ખાન પણ સામેલ થઈ છે. આ બાબતથી અજાણ હિના ખાને કહ્યું કે, 'તેને કેટલાક મેસેજીક મળ્યા હતા પરંતુ જ્યાં સુધી ફોટોસ ન જોયા ત્યાં સુધી મને વિશ્વાસ નહોતો આવતો. મને આ ખૂબ જ ગમ્યું. તેના પર ખૂબ જ કામ કરવામાં આવ્યું છે. મને લાગે છે કે હું પણ મારા માટે એક લઈ આવીશ.'

Whatsapp-channel Whatsapp-channel

28 April, 2019 11:41 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK