એકતા કપૂરની નવી વેબ સિરીઝ ‘લવ, સ્કૅન્ડલ ઍન્ડ ડૉક્ટર્સ’ને શૉર્ટ ફૉર્મમાં ‘એલએસડી’ તરીકે ઓળખવામાં આવી છે. આ વેબ સિરીઝના લીડ સ્ટાર રાહુલ દેવ સિરીઝમાં ડૉક્ટર રાણાનું લીડ કૅરૅક્ટર કરે છે. ડૉક્ટર રાણા અને તેની આખી ટીમ પર એવો આક્ષેપ મૂકવામાં આવે છે કે તેમણે એક મર્ડર કર્યું છે. આ મર્ડરની જે રીત છે અને જે મોડસ ઑપરન્ડી વાપરવામાં આવી છે એ એવી ખતરનાક છે કે સ્ક્રિપ્ટ સાંભળતી વખતે જ રાહુદ દેવ ધ્રૂજી ગયો હતો. રાહુલ દેવ કહે છે, ‘ડૉક્ટર ધારે તો કેવું-કેવું કરી શકે એ વાત તમને આ વેબ સિરીઝમાંથી સમજાશે. ખરેખર આપણે ખુશ થવું જોઈએ કે ડૉક્ટર મનમાં ક્યાંય કોઈ જાતનું ખુન્નસ રાખ્યા વિના સેવાનું કામ કરે છે.’
‘એલ.એસ.ડી.’ એકતા કપૂરના ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થઈ છે. વેબ સિરીઝમાં ડૉક્ટર રાણા કેવી રીતે પોતાની ટીમ સાથે કામ કરે છે અને એ આખી ટીમ કેવી રીતે ફસાય છે એની વાત કરવામાં આવી છે.
રાહુલ દેવ પિરિયડ-ડ્રામા સિરીઝમાં તલવારબાજી કરતો જોવા મળશે
14th April, 2020 14:36 ISTએકતા કપૂર પૂછશે હુઝ યૉર ડેડી?
12th March, 2020 15:52 ISTમુગ્ધા ગોડસે અને પોતાની વચ્ચેના 14 વર્ષના એજ ગેપ વિશે રાહુલ દેવે કહ્યું કે...
10th March, 2020 11:05 ISTલોકેશ રાહુલને બહાર બેસાડી રાખવામાં કોઈ સેન્સ નથી લાગતું : કપિલ દેવ
26th February, 2020 15:30 IST