Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > આકાશ તલવાર લવ સ્ટોરીઝમાં

આકાશ તલવાર લવ સ્ટોરીઝમાં

22 January, 2020 02:03 PM IST | Mumbai

આકાશ તલવાર લવ સ્ટોરીઝમાં

આકાશ તલવાર

આકાશ તલવાર


છેલ્લે &tvની સિરિયલ ‘ડાયન’માં જોવા મળેલો આકાશ તલવાર હવે વેબ-સિરીઝમાં જોવા મળશે. આકાશ તલવારે સાઇન કરી છે એ વેબ-સિરીઝનું નામ ‘લવ સ્ટોરીઝ’ છે. આકાશનું આ વેબ-સિરીઝનું કૅરૅક્ટર ઇન્ટરેસ્ટિંગ છે. આકાશ પોતાના બૉસને ઇમ્પ્રેસ કરવા માટે છોકરીઓ પટાવવાનું કામ કરતો લવરબૉય બન્યો છે. આકાશના બૉસને જે છોકરી ગમે એ છોકરીને આકાશ પટાવે છે અને તેને પછી ઑફિસમાં જૉબ પર લઈ આવીને આડકતરી રીતે બૉસના હવાલે કરી દે છે. જોકે એક વખત એક છોકરીને ખોટી રીતે પટાવવા જતાં આકાશ સાચો પ્રેમ કરી બેસે છે. હવે તેની સામે બે જ રસ્તા છે, કાં તો જૉબ છોડીને બરબાદીનો રસ્તો સ્વીકારી લે અને કાં તો સાચો પ્રેમ જતો કરી દે. જોકે આકાશ આ બેને બદલે સાવ ત્રીજો જ રસ્તો પસંદ કરે છે.આકાશ તિવારીની આ વેબ-સિરીઝ સિફર ફિલ્મ્સ પ્રોડ્યુસ કરશે, જ્યારે વેબ-સિરીઝનું ડિરેક્શન ગૌતમ જોષી કરશે.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2020 02:03 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK