° °

આજનું ઇ-પેપર
Friday, 02 December, 2022


‘ધ વાઇબ હન્ટર્સ’ના દિગ્દર્શક વિક્રમ રાયે અભિનેત્રી કશિકા કપૂરની પ્રશંસા કરી

18 November, 2022 03:18 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

‘ધ વાઇબ હન્ટર્સ’માં કશિકા કપૂર તાન્યાની ભૂમિકામાં જોવા મળે છે

કશિકા કપૂર

કશિકા કપૂર

અનેક મ્યુઝિક વીડિયો અને ટીવી સિરિયલમાં જોવા મળેકી અભિનેત્રી કશિકા કપૂર (Kashika Kapoor) વૅબ-સિરીઝ ‘ધ વાઇબ હન્ટર્સ’ (The Vibe Hunters) દ્વારા ડેબ્યૂ કરી રહી છે. સિરીઝના દિગ્દર્શક વિક્રમ રાય (Vikram Rai)એ અભિનેત્રીના પર્ફોમન્સની પ્રશંસા કરી છે.

‘ધ વાઇબ હન્ટર્સ’ ઓટીટી પ્લેટફોર્મ ‘વૂટ’ અને ‘એમએક્સ પ્લેયર’ની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવી છે. આ ત્રણ ભાગની ઇન્ટરેક્ટિવ વૅબ સિરીઝ છે.

વૅબ-સિરીઝ ‘ધ વાઇબ હન્ટર્સ’માં વીસ વર્ષીય અભિનેત્રી કશિકા કપૂર મુખ્ય નાયિકા તાન્યાની ભૂમિકા ભજવી રહી છે. જે ખૂબ જ ભોળી અને રમતિયાળ છોકરીની છે. આ સિરીઝ દ્વારા તે ડેબ્યૂ કરી રહી છે. અભિનેત્રીના કામની પ્રશંસા કરતા સિરીઝના દિગ્દર્શક વિક્રમ રાય કહે છે કે, તું દિગ્દર્શકની અભિનેત્રી છે. ખરેખર મેં જે કહ્યું છે તે બધું જ તે અનુસર્યું છે. લાંબા સમય સુધી કામ કર્યા પછી કલાકારોને આવી પરિપક્વતા મળે છે પરંતુ કશિકાએ તેની ડેબ્યૂ સિરીઝમાં જે અભિનય કર્યો છે તે ખરેખર ઉત્તમ છે. અભિનય પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અને સખત મહેનતના પરિણામે તેને કામની અનેક તક મળી રહી છે. હું પણ આગળ અન્ય પ્રોજેક્ટમાં તેની સાથે કામ કરવા માટે આતુર છું.’

પોતાના પાત્ર વિશે વાત કરતા અભિનેત્રી કશિકા કપૂર કહે છે કે, ‘તાન્યા મેં ભજવેલા શ્રેષ્ઠ પાત્રોમાંનું એક છે અને આ સિરીઝનું શૂટિંગ મારા માટેના શ્રેષ્ઠ અનુભવોમાંનું એક છે. ડેબ્યૂ કરવાની સાથે ઘણી બધી જવાબદારીઓ આવે છે. મુખ્ય પાત્ર ભજવવું હંમેશા સરળ નથી, કારણ કે તે તમને પ્રસિધ્ધિ અપાવે છે, તે તમારા શ્રેષ્ઠ પ્રદર્શનની માંગ કરે છે અને તમારે પ્રેક્ષકો સાથે અદ્ભુત ઈમોશનલ કનેક્શન બનાવવાની જરૂર છે. હું ખરેખર માનું છું કે મેં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને મને આનંદ છે કે ફૅન્સને મારું પાત્ર પસંદ આવી રહ્યું છે.’

તમને જણાવી દઈએ કે, કશિકા કપૂર અત્યાર સુધી અનેક મ્યુઝિક વીડિયો દ્વારા લોકોના દિલ જીતી ચુકી છે. આવનારા સમયમાં તે અન્ય બે મ્યુઝિક વીડિયો, ફિલ્મ અને વૅબ સિરિઝમાં જોવા મળશે.

18 November, 2022 03:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

મરાઠી હોવાથી ‘ફાડુ’નું પાત્ર ભજવવું મારા માટે સરળ હતું : સયામી ખેર

ડિરેક્ટર અશ્વિની ઐયર તિવારીની આ વેબ-સિરીઝ સોની લિવ પર ૯ ડિસેમ્બરે સ્ટ્રીમ થવાની છે.

01 December, 2022 03:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

રિયલ લોકેશન પર શૂટિંગ કરવાથી પર્ફોર્મન્સ નીખરે છે : રણદીપ હૂડા

વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર ૯ ડિસેમ્બરે આ સિરીઝ રિલીઝ થવાની છે.

29 November, 2022 03:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ની સ્ટોરી લાર્જર-ધૅન-લાઇફની સાથે રિયલ પણ છે: વિવેક ઑબેરૉય

વિવેક ઑબેરૉયનું કહેવું છે કે રોહિત શેટ્ટીની વેબ-સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ લાર્જર-ધૅન-લાઇફની સાથે રિયલ પણ છે.

19 November, 2022 03:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK