° °

આજનું ઇ-પેપર
Friday, 16 April, 2021

The Family Man Season 2 મનોજ બાજપેયીની નવી ફિલ્મની જાહેરાત, જાણો

29 January, 2021 05:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

The Family Man Season 2 મનોજ બાજપેયીની નવી ફિલ્મની જાહેરાત, જાણો

મનોજ બાજપેયી

મનોજ બાજપેયી

એમેઝોન પ્રાઈમ વીડિયોની વેબ-સીરીઝ ધ ફેમિલી મેનની બીજી સીઝનની ઘોષણા કર્યા બાદ મનોજ બાજપેયીએ પોતાની નવી ફિલ્મ ડિસ્પેચ (Despatch)ની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ સીધી ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ કરવામાં આવશે. ક્રાઈમ જર્નાલિસ્ટના વિષય પર આધારિત ફિલ્મમાં મનોજ બાજપેયી ઈનવેસ્ટિગેટિવ જર્નાલિસ્ટની ભૂમિકા ભજવશે.

મનોજે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ જાણકારી શૅર કરી છે. તેમણે લખ્યું- 'ડિસ્પેચ સાથે ક્રાઈમ જર્નાલિઝ્મની દુનિયામાં આવો.' આ થ્રિલર ફિલ્મ સીધી ડિજિટલ પ્લેટફૉર્મ પર રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન કનુ બહલ કરી રહ્યા છે, જ્યારે નિર્માણ રૉની સ્ક્રૂવાલાની કંપની આરએસવીપી કરી રહી છે. ફિલ્મમાં શહાની ગોસ્વામી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. નિર્દેશક કનુ બહલે 'ઓય લકી, લકી ઓય' અને 'લવ સે..' અને 'ધોખા' જેવી ફિલ્મો લખ્યા બાદ 'તિતલી' ફિલ્મથી ડાયરેક્ટર ડેબ્યૂ કર્યું હતું. તિતલી ક્રિટિકલી એક્લેમ્ડ ફિલ્મ છે.

2019માં આવેલી વેબ-સીરીઝ 'ધ ફૅમિલી મેન' બાદ મનોજ બાજપેયીની ડિજિટલ પ્લેટફૉર્મ પર હાજરી વધી છે. ગયા વર્ષે નેટફ્લિક્સ ઑરિજિનલ 'મિસિસ સીરિયલ કિલર'માં મનોજ બાજપેયી એક રોલમાં નજર આવ્યા હતા. આ થ્રિલર ફિલ્મમાં જેક્લિન ફર્નાન્ડિઝ લીડ રોલમાં હતી. ગયા વર્ષે 15 નવેમ્બરે રિલીઝ થયેલી તેમની ફિલ્મ 'સૂરજ પે મંગલ ભારી' ઝી5 પર સ્ટ્રીમ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં દિલજીત દોસાંજ અને ફાતિમા સના શેખ મુખ્ય સ્ટાર કાસ્ટનો ભાગ છે. તેમ જ હવે એમેઝોન પ્રાઈમ વીડિયો પર ધ ફૅમિલી મેનની બીજી સીઝન 12 ફેબ્રુઆરીએ સ્ટ્રીમ થઈ રહી છે.

ધ ફૅમિલી મેન સીરીઝ રાજ એન્ડ ડીકેના નિર્દેશનમાં બની છે, જે થ્રિલર ફિલ્મો માટે જાણીતા છે. મનોજ બાજપેયીના પાત્રને કૌટુંબિક જવાબદારીઓ સાથે ખતરનાક મિશનને અંજામ આપતા જોઈને ફૅન્સ ઘણા ખુશ થયા છે. પહેલી સીઝનમાં 10 એપિસોડ્સ હતા. સીરીઝમાં મનોજ બાજપેયી સાથે શારિબ હાશ્મી, પ્રિયામણિ, શરદ કેળકર, નીરજ માધવ, ગુલ પનાગ અને દર્શન કુમાર મહત્વપૂર્ણ ભૂમિકામાં નજર આવ્યા હતા.

29 January, 2021 05:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

બે જ મહિનામાં ફરી આવશે ‘હેલો મિની’ની ત્રીજી સીઝન

એમએક્સ પ્લેયર પર જબરદસ્ત પૉપ્યુલર થયેલી આ વેબ-સિરીઝની સેકન્ડ સીઝન તો હજી હમણાં જ ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ હતી

16 April, 2021 12:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

‘યૉર ઓનર’ની બીજી સીઝન ફ્લોર પર જવા માટે રેડી

સફળ ઇઝરાયલી સિરીઝની રીમેક અમેરિકામાં પણ ‘યૉર ઓનર’ના નામે બની છે, જેમાં મુખ્ય પાત્ર બ્રાયન ક્રૅન્સ્ટોને ભજવ્યું છે

02 April, 2021 02:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

અમોલ પાલેકર કરશે કમબૅક ડિજિટલ પર

ફિલ્મો અને ટીવીથી દૂર થઈ ગયેલા ઍક્ટર હવે ઝીફાઇવની ‘જસ્ટિસ ડિલિવર્ડ’માં જોવા મળશે

02 April, 2021 02:34 IST | Mumbai | Rashmin Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK