વિજય વર્માને લીડ રોલમાં ચમકાવતી આ સિરીઝ છેલ્લાં બે વર્ષમાં પ્લૅટફૉર્મની સૌથી વધુ જોવાયેલી નવી સ્ક્રિપ્ટેડ સિરીઝ બની હતી.
મટકા કિંગ 2
પ્રાઇમ વિડિયો દ્વારા ‘મટકા કિંગ’ની સફળતા બાદ હવે સત્તાવાર રીતે એની બીજી સીઝનની જાહેરાત કરવામાં આવી છે. વિજય વર્માને લીડ રોલમાં ચમકાવતી આ સિરીઝ છેલ્લાં બે વર્ષમાં પ્લૅટફૉર્મની સૌથી વધુ જોવાયેલી નવી સ્ક્રિપ્ટેડ સિરીઝ બની હતી. ‘મટકા કિંગ’ને ૩૭ દેશોમાં ટૉપ 10માં સ્થાન મળ્યું હતું અને રિલીઝના પ્રથમ અઠવાડિયામાં ૧૭ દેશોમાં નંબર વન પર પહોંચી ગઈ હતી. ‘મટકા કિંગ’ની પહેલી સીઝનની વાર્તા ૧૯૬૦ના દાયકાના મુંબઈ પર આધારિત હતી. એમાં એક મહત્ત્વાકાંક્ષી કપાસના વેપારીની વાર્તા બતાવવામાં આવી હતી જે સમાજમાં માન-સન્માન મેળવવાનું સપનું જુએ છે. ત્યાર બાદ તે ‘મટકા’ નામની નવી જુગારની રમત શરૂ કરે છે જે થોડા સમયમાં જ સમગ્ર શહેરમાં લોકપ્રિય બની જાય છે. વિજય વર્મા સિવાય સિરીઝમાં ક્રિતિકા કામરા અને ગુલશન ગ્રોવર પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યાં હતાં.
