આ સિરીઝ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર દેખાડવામાં આવી રહી છે.
સિમી ગરેવાલ
સિમી ગરેવાલે ‘મેડ ઇન હેવન 2’ જોયા બાદ તેને હવે અન્ય સિરીઝ ફિક્કી લાગે છે. તેણે આ સિરીઝની અને મેકર્સની પ્રશંસા કરી છે. આ સિરીઝમાં સોભિતા ધુલિપલા, મૃણાલ ઠાકુર, દિયા મિર્ઝા, સંજય કપૂર, સમીર સોની, રાધિકા આપ્ટે, ઈશ્વાક સિંહ, એલનાઝ નોરોઝી, પુલકિત સમ્રાટ, નીલમ કોઠારી અને શશાંક અરોરા લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. આ સિરીઝ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર દેખાડવામાં આવી રહી છે. આ શો જોયા બાદ પોતાની લાગણી ઇન્સ્ટાગ્રામ પર વ્યક્ત કરતાં સિમી ગરેવાલે કૅપ્શન આપી હતી, ‘અતિશયોક્તિ વગર ‘મેડ ઇન હેવન’ની પહેલી અને બીજી સીઝનને વર્ણવી ન શકું. ફિલ્મમેકિંગ, ઍક્ટિંગ, વિઝ્યુઅલ્સ અને સ્ક્રીનપ્લે દરેક વસ્તુ સોના જેવી ખરી લાગતી હતી. ઝોયા અખ્તર અને રીમા કાગતી બ્રિલિયન્ટ છે. જોકે તમે મારું દિમાગ ખરાબ કરી નાખ્યું છે, કેમ કે મને હવે અન્ય સિરીઝ ડાઉન માર્કેટ લાગી રહી છે.’
‘મેડ ઇન હેવન 2’ એક સીટિંગમાં જ જોઈ લીધી કૅટરિનાએ
ADVERTISEMENT
કૅટરિના કૈફે વેબ-સિરીઝ ‘મેડ ઇન હેવન 2’ને એક બેઠકમાં જ જોઈ લીધી છે. ઝોયા અખ્તર અને રીમા કાગતીની આ સિરીઝ તેને ખૂબ ગમી છે. શોનાં કૅરૅક્ટર્સની પણ તેણે ખૂબ પ્રશંસા કરી છે. ઇન્સ્ટાસ્ટોરી પર કૅટરિનાએ લખ્યું કે ‘અદ્ભુત શો છે. મને યાદ નથી કે આજ સુધી મેં કોઈ સીઝનનો શો એકસામટો જોઈ લીધો હોય. મારે એક જ વખતમાં આખી સીઝન જોવાની હતી. તમામ કૅરૅક્ટર્સ તમને જકડી રાખે છે. આ શોને બનાવવામાં કોઈ કચાશ બાકી નથી રાખવામાં આવી. એકસાથે જોવાને યોગ્ય શો છે. શોના દરેક કલાકારોએ શાનદાર પર્ફોર્મ કર્યું છે.’

