૨૦૨૩ના અંતમાં અથવા તો ૨૦૨૪ની શરૂઆતમાં આવશે

‘સ્ક્વિડ ગેમ’નો લોગો
‘સ્ક્વિડ ગેમ’ની બીજી સીઝન હવે બહુ જલદી આવી રહી છે. સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર અત્યાર સુધીમાં સૌથી ફેમસ કોઈ શો રહ્યો હોય તો એ છે સાઉથ કોરિયન ડ્રામા સિરીઝ ‘સ્ક્વિડ ગેમ’.
૨૦૨૩ના અંતમાં અથવા તો ૨૦૨૪ની શરૂઆતમાં આવનારા આ શોના ક્રીએટર, રાઇટર, ડિરેક્ટર અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર વેન્ગ ડોન્ગ-યુકે દુનિયાભરના દર્શકો માટે એક ઇમોશનલ નોટ પણ લખી છે. આ નોટમાં ડોન્ગ-યુકે કહ્યું કે ‘નવો રાઉન્ડ આવી રહ્યો છે. ‘સ્ક્વિડ ગેમ’ની પહેલી સીઝનને સ્ક્રીન પર લાવવા માટે અમને બાર વર્ષનો સમય લાગ્યો હતો. જોકે નેટફ્લિક્સની મોસ્ટ પૉપ્યુલર સિરીઝ બનવા માટે એને બાર દિવસનો સમય લાગ્યો હતો. આ શોના રાઇટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે હું દુનિયાભરના દરેક દર્શકનો આભાર માનું છું. ગિ-હુન રિટર્ન થઈ રહ્યો છે. ધ ફ્રન્ટ મૅન પણ રિટર્ન થઈ રહ્યો છે. બીજી સીઝન પણ આવી રહી છે. આથી સૂટ પહેરેલા ડાકજી પણ કદાચ આવી શકે. તમારી સાથે યંગ-હીના બૉયફ્રેન્ડ શીઓલ-સુની પણ મુલાકાત કરાવીશું. એક નવા રાઉન્ડ માટે અમારી સાથે ફરી જોડાજો.’