શૉમાં જેવી બન્નેની એન્ટ્રી થાય છે તો કરણ કહે છે ઓહ માઈ ગૉડ... આજે અમારા કાઉચ પર એસ એન્ડ એમ છે. કરણ આ અર્જુનને ચિડવવા માટે કહી રહ્યો હતો કારણકે અર્જનની ગર્લફ્રેન્ડ મલાઇકા છે.

તસવીર સૌજન્ય મિડ-ડે
સોનમ કપૂર અને અર્જુન કપૂર, કરણ જોહરના શૉ કૉફી વિદ કરણના અપકમિંગ એપિસોડના ગેસ્ટ છે. શૉનો પ્રોમો સામે આવ્યો છે જેમાં બન્ને ભાઈ-બહેન એકબીજાને લઈને એવા સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે આ જોઈને શૉ જોવાનો ઉત્સાહ વધી ગયો છે. સોનમ શૉમાં બ્લેક આઉટફિટ પહેરીને આવી છે જેમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાય છે. શૉમાં જેવી બન્નેની એન્ટ્રી થાય છે તો કરણ કહે છે ઓહ માઈ ગૉડ... આજે અમારા કાઉચ પર એસ એન્ડ એમ છે. કરણ આ અર્જુનને ચિડવવા માટે કહી રહ્યો હતો કારણકે અર્જનની ગર્લફ્રેન્ડ મલાઇકા છે.
ત્યાર બાદ સોનમ, અર્જુનને પૂછે છે કે મારી એવી કઈ વસ્તુ છે જે તને તની ગમતી, જવાબમાં અર્જુન કહે છે તું કોઈની રાહ નથી જોતી, કોઈના કોમેન્ટની પણ નહીં. તું જાતે જ પૂછે છે કે અર્જુન હું કેવી લાગું છું? હું સારી લાગું છું ને. જવાબમાં સોનમ કહે છે આ બધું એટલા માટે કારણકે હું અનિલ કપૂરની દીકરી છું.
ત્યાર બાદ કરણ, અર્જુનને પૂછે છે કે તેં મલાઈકાનો નંબર મોબાઈલમાં કયા નામે સાચવ્યો છે અર્જુને કહ્યું મને તેનું નામ ખૂબ જ ગમે છે આથી મેં તેનો નંબર મલાઈકા નામે જ સાચવી રાખ્યો છે.
બધા ભાઈઓ માટે સોનમે આપ્યું આ મોટું નિવેદન
કરણ, સોનમને પૂછે છે કે તમારા મિત્રોમાંથી કોની સાથે અર્જુન સૂતો છે કે રિલેશનશિપમાં છે તો સોનમ કહે છે હું તેમના વિશે નથી કહી રહી, પણ મારા બધા ભાઈમાંથી કોઈ વધ્યું નથી. પછી કરણ કહે છે, "તારા ભાઈ કેવા છે યાર" તો અર્જુને કહ્યું, "આ કેવી બહેન છે. પોતાના ભાઈઓ વિશે શું બોલે છે."
View this post on Instagram
સોનમને નથી ખબર રણબીરની ફિલ્મનું નામ
કરણ, સોનમને પૂછે છે કે મેન ઑફ દ મોમેન્ટ કોણ છે તારા હિસાબે? તો સોનમ રણબીર કપૂરનું નામ આપે છે અને કહે છે, કારણકે તે દરેક જગ્યાએ દેખાય છે. તે પોતાની ફિલ્મ પ્રમોટ કરી રહ્યો છે જે અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે તો કરણ પૂછે છે કે કઈ ફિલ્મ છે તે?
સોનમ કહે છે, શિવા નંબર 1. કરણ સોનમની વાત સાંભળીને ચોંકી જાય છે તો અર્જુન કહે છે કે તું મેસ છે સોનમ.