કરણ જોહરે તેની આગામી વેબ-સિરીઝ ‘શો ટાઇમ’ની જાહેરાત કરી છે

કરણ જોહર
કરણ જોહરે તેની આગામી વેબ-સિરીઝ ‘શો ટાઇમ’ની જાહેરાત કરી છે. આ શો ડિઝની+હૉટસ્ટાર પર દેખાડવામાં આવશે. આ ડિજિટલ પ્લૅટફૉર્મ પર કરણ પોતાના પ્રોડક્શન-હાઉસ ધર્મા પ્રોડક્શન્સ દ્વારા અનેક શો લઈને આવવાનો છે. જોકે કરણનું એમ પણ માનવું છે કે ‘શો ટાઇમ’ની સ્ટોરી કાલ્પનિક રહેશે. કરણના ચૅટ-શો ‘કૉફી વિથ કરણ’ની સાતમી સીઝન હાલમાં ડિઝની+હૉટસ્ટાર પર દેખાડવામાં આવે છે અને હવે તેની આઠમી સીઝન પણ ત્યાં દેખાડવામાં આવશે. ‘શો ટાઇમ’ માટે ડિઝની+હૉટસ્ટાર સાથે થયેલી આ ભાગીદારી વિશે કરણ જોહરે કહ્યું કે ‘ડિઝની+હૉટસ્ટાર સાથે આ કોલૅબરેશનને લઈને હું ખૂબ એક્સાઇટેડ છું. સાથે જ ધર્મા પ્રોડક્શન્સની નવી સિરીઝ ‘શો ટાઇમ’ની પણ જાહેરાત કરું છું. આ શો ભારતીય મનોરંજન ઇન્ડસ્ટ્રીનાં કેટલાંક રહસ્યો પરથી પડદો ઊંચકશે.’

