હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે ‘બિગ બૉસ OTT 2’ના વિજેતા એલ્વિશ યાદવ સાથે ખાસ મુલાકાત કરી હતી.
‘બિગ બૉસ OTT 2’ના વિજેતા એલ્વિશને અભિનંદન આપ્યાં હરિયાણાના મુખ્ય પ્રધાને
હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે ‘બિગ બૉસ OTT 2’ના વિજેતા એલ્વિશ યાદવ સાથે ખાસ મુલાકાત કરી હતી. સાથે જ તેને અભિનંદન પણ આપ્યાં હતાં. આ મુલાકાતનો ફોટો સીએમ મનોહરલાલ ખટ્ટરે શૅર કર્યો હતો. તેમણે એલ્વિશને ફૂલોનો ગુલદસ્તો આપ્યો હતો. આ ફોટોને X પર શૅર કરીને હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે પોસ્ટ કરી કે ‘હરિયાણાના લોકોનું વર્ચસ્વ દરેક ક્ષેત્રમાં છે. ‘બિગ બૉસ OTT 2’ના વિજેતા એલ્વિશ યાદવ સંત કબીર કુટીર (મુખ્ય પ્રધાન નિવાસ) પર પહોંચ્યો હતો. આ શોમાં તેની થયેલી જીત પર હાર્દિક શુભેચ્છા અને
તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી.’


