રોહિત નાયર જુજુત્સુ, MMA અને બૉક્સિંગમાં ચૅમ્પિયન છે

અલી ફઝલ
‘મિર્ઝાપુર 3’માં પોતાના રોલ માટે અલી ફઝલે ફિટનેસ ટ્રેઇનર તરીકે રોહિત નાયરને અપૉઇન્ટ કર્યો છે. રોહિત જુજુત્સુ, MMA અને બૉક્સિંગમાં ચૅમ્પિયન છે. હવે ‘મિર્ઝાપુર 3’ને ધ્યાનમાં રાખીને રોહિતે પોતાનું પૂરું ધ્યાન અલીની ફિટનેસ પર આપ્યું છે. ‘મિર્ઝાપુર’માં ગુડ્ડુ પંડિતના રોલમાં અલી દેખાયો હતો. હવે એની ત્રીજી સિરીઝમાં પણ એ જ પાત્રને નવાં રંગરૂપ સાથે તે રજૂ કરવાનો છે. અલીએ કહ્યું કે ‘વિશ્વ અને ફિટનેસ એ શબ્દ ખૂબ મોટો હોવાથી મને નથી લાગતું કે હું પોતાની જાતને જિમ્નૅશ્યમમાં આખો સમય બાંધીને રાખું. હું મારી જાતને એન્ગેજ રાખવા ઘણા પ્રયોગો કરું છું. મારા માટે તો આ પ્લે સ્કૂલમાં જવા સમાન છે. સેટ્સ પર ઍક્શન સીક્વન્સ દરમ્યાન મને એવું લાગતું હતું કે એક નાનું બાળક અમ્યુઝમેન્ટ પાર્કમાં પહોંચ્યું છે, મજા કરે છે અને કોરિયોગ્રાફીને પણ માણે છે.’

