ચંદ્રમુખી ચૌટાલાને કોનાથી ડર લાગ્યો?
ચંદ્રમુખી ચૌટાલા
એફઆરઆઇની ચંદ્રમુખી ચૌટાલા ઉર્ફે કવિતા કૌશિક લૉકડાઉનમાં યોગ ઉપરાંત ક્રિએટીવ ઍક્ટિવિટી પણ કરી રહી છે. કવિતા નિયમિત યોગ કરે છે એથી તેનું સોશ્યલ મીડિયા અકાઉન્ટ તમને યોગાસન માટે પ્રેરિત કરે એવું છે છતાં એ સમયાંતરે લૉકડાઉનમાં પોતાની અંદરના ઍક્ટરને પણ બહાર લાવે છે. કવિતાએ પોતાના ફૅન્સને એન્ટરટેન કરવા માટે ઘેરબેઠાં હૉરર શૉર્ટ ફિલ્મ શૂટ કરી છે જેનું નામ છે ‘ડુ નૉટ ડ્રીમ.’
જો તમે લૉકડાઉનમાં એકલા હો અને તમને ખરાબ સપનાં આવતાં હોય તો આ ફિલ્મ ચોક્કસ તમારા માટે છે! યુટ્યુબ પર અવેલેબલ આ ફિલ્મમાં લૉકડાઉન દરમ્યાન ઘરમાં એકલી રહેતી યુવતીની વાત છે જેને ખરાબ સપનાં આવે છે જાણે ઘરમાં કોઈ હોય. ‘ડુ નૉટ ડ્રીમ’ અભિનવ શુક્લાએ ડિરેક્ટ કરી છે અને કવિતાના પતિ રોનિત બિસ્વાસે એને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મના મેકર્સનું કહેવું છે કે કોરોના વાઇરસથી પૂરતી તકેદારી રાખીને જ આ ફિલ્મનું કામ કરવામાં આવ્યું છે.