Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદની આશકા ગોરડિયા બે વર્ષ બાદ ટેલિવિઝનમાં કરી રહી છે કમબેક

અમદાવાદની આશકા ગોરડિયા બે વર્ષ બાદ ટેલિવિઝનમાં કરી રહી છે કમબેક

20 April, 2019 01:18 PM IST |

અમદાવાદની આશકા ગોરડિયા બે વર્ષ બાદ ટેલિવિઝનમાં કરી રહી છે કમબેક

આશકા ગોરડિયા

આશકા ગોરડિયા


અનેક ભૂમિકાઓ ભજવતી અને ખાસ તો નકારાત્મક પાત્ર ભજવતી ગ્લેમરસ લૂક્સ ધરાવતી અભિનેત્રી તરીકે લોકપ્રિય થયેલી આશકા ગોરડિયા બે વર્ષ પછી ટેલિવિઝન પર કમબૅક કરી રહી છે. આ અભિનેત્રી તેની આગામી સિરીયલ હોરર-મિસ્ટરી ડાયનમાં ટીના દત્તા અને મોહિત મલ્હોત્રા સાથે જોડાશે.

આ અભનેત્રીએ ટેલિવિઝન અને ફિકશનમાંથી લાંબો બ્રેક લીધો હતો. તેનાં નિયમિત નકારાત્મક પાત્રોથી બ્રેક લેતાં અભિનેત્રી હવે હકારાત્મક અવતારમાં જોવા મળવાની છે, જેમાં તે સત્રુપાનું પાત્ર ભજવતી જોવા મળવાની છે, જે ડાયનમાં 7 રંગોની રાણી છે. મેકઅપ આર્ટિસ્ટ અને સ્ટાઈલિસ્ટ પણ એવી આ અભિનેત્રીએ સ્ક્રીન પર પોતાના પાત્રના મંત્રમુગ્ધ કરનારા લૂક નિર્માણ કરવા પર પણ કામ કર્યું છે.



જૂની ઘરેડ તોડવા વિશે આશકા કહે છે, ફિકશનમાંથી દૂર જવાનું નિયોજન નહોતું, પરંતુ હા, હું એવા માર્ગે જવા માગતી હતી જ્યાં અગાઉ ગઈ નહોતી. સત્રુપા સાથે મને એકમાં 7 પાત્રો ભજવવાની તક મળી છે. તે રંગોની રાણી છે અને દરેક રંગ સાથે અલગ અલગ વ્યક્તિત્વ આવે છે અને છતાં તે સર્વ એકમાં ગૂંથણ થઈને એક બને છે. કલાકારને એકમાં ઘણા બધા શેડ્સ હોય તેવી અજમાયશ કરવાની ભાગ્યે જ તક મળે છે અને સત્રુપા મારી તક બની છે.


સુપરનેચરલ પ્રકારથી મોહિત તે કહે છે, આ નવો પ્રવાહ છે. લોકો થાકીપાકીને ઘેર આવે પછી તેમણે કલ્પના નહીં કરેલી હોય તેવી દુનિયા જોવા માગે છે. હું એમ કહેવા માગતી નથી કે મને તેઓ ગમતા નથી, કારણ કે શો બનાવવા માટે ખૂબ મહેનત કામે લાગે છે, જે સમાજનું પ્રતિબિંબ નથી, તે કલ્પનામાંથી ઉદભવતી પ્રેરણા છે. કાલ્પનિક શો બનાવવાનું અત્યંત મુશ્કેલ અને પડકારજનક છે.

આ પણ વાંચો : ફ્રી-ટાઇમમાં પેઇન્ટિંગ કરે છે કરણ સિંહ ગ્રોવર


વ્યાવસાયિક રીતે આશકા તેનો વેપાર વધારી રહી છે અને અભિનય પણ કરી રહી છે ત્યારે અંગત સ્તરે સુખી વૈવાહિક જીવન પણ માણી રહી છે. તે કહે છે, હું સુખી દાંપત્ય જીવન જીવી રહી છું. મારા જીવનમાં આટલી ખુશ ક્યારેય નહોતી. મારો પતિ બહુ આધાર આપે છે , જેથી હું બહુ ખુશ છું. માતા બનવા વિશે પૂછ્યું તો તેણે કહ્યું, "અમે થોડો સમય દાંપત્ય જીવન માણવા માગીએ છીએ. અમને હજુ એક વર્ષ જ થયું છે. એકબીજા સાથે સમય વિતાવી રહ્યાં છીએ."

Whatsapp-channel Whatsapp-channel

20 April, 2019 01:18 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK