પ્રીતિ જાંગિયાનીનો જન્મ 18 ઑગસ્ટ 1980માં થયો હતો. તેમણે મલયાલમ ફિલ્મ મજ્હાવિલ્લૂ દ્વારા અભિનયની શરૂઆત કરી.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/sensuous-nandana-sen-is-beauty-with-brains-in-true-sense-you-will-be-amazed-to-see-her-photos-9874
અભિનેત્રીની પહેલી બોલીવુડ ફિલ્મ મોહબ્બતે હતી. આ ફિલ્મ 2000ની સાલમાં રિલીઝ થઈ હતી.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/sensuous-nandana-sen-is-beauty-with-brains-in-true-sense-you-will-be-amazed-to-see-her-photos-9874
ફિલ્મ મોહબ્બતેમાં પ્રીતિ જાંગિયાનીનું પાત્ર દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય થયું. મોહબ્બતેંની સફળતા બાદ દર્શકો વચ્ચે પ્રીતિ જાંગિયાનીની ખૂબ જ ચર્ચા થવા લાગી હતી, પણ તે ધીમે ધીમે હિન્દી સિનેમામાંથી ગાયબ થતી ગઈ.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/sensuous-nandana-sen-is-beauty-with-brains-in-true-sense-you-will-be-amazed-to-see-her-photos-9874
ફિલ્મ મોહબ્તે બાદ પ્રીતિ જાંગિયાની ન તુમ જાનો ન હમ, અનર્થ, બાજ, આવારા પાગલ દીવાના અને એલઓસી કારગિલ સહિત ઘણી અન્ય ફિલ્મોમાં જોવા મળી. પણ આ બધી ફિલ્મોમાં તે પોતાની પહેલી ફિલ્મ જેવી ખ્યાતિ મેળવી શકી નહીં.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/sensuous-nandana-sen-is-beauty-with-brains-in-true-sense-you-will-be-amazed-to-see-her-photos-9874
બોલીવુડમાં ખાસ સફળતા ન મળતાં પ્રીતિ જાંગિયાનીએ ફરી સાઉથ સિનેમા તરફ વળવાનો નિર્ણય લીધો.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/sensuous-nandana-sen-is-beauty-with-brains-in-true-sense-you-will-be-amazed-to-see-her-photos-9874
બોલીવુડ બાદ પ્રીતિ જાંગિયાનીએ તામિલ, તેલુગૂ, પંજાબી અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/sensuous-nandana-sen-is-beauty-with-brains-in-true-sense-you-will-be-amazed-to-see-her-photos-9874
પ્રીતિ જાંગિયાનીએ વર્ષ 2008માં મૉડલ અને અભિનેતા પરવીન ડબાસ સાથે લગ્ન કર્યા હતા.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/sensuous-nandana-sen-is-beauty-with-brains-in-true-sense-you-will-be-amazed-to-see-her-photos-9874
11 એપ્રિલ 2011ના રોજ પ્રીતિએ દીકરાને જન્મ આપ્યો.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/sensuous-nandana-sen-is-beauty-with-brains-in-true-sense-you-will-be-amazed-to-see-her-photos-9874
27 સપ્ટેમ્બર 2016ના રોજ અભિનેત્રીએ બીજા દીકરાને જન્મ આપ્યો.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/sensuous-nandana-sen-is-beauty-with-brains-in-true-sense-you-will-be-amazed-to-see-her-photos-9874
ફિલ્મોથી ભલે દૂર હોય પણ પ્રીતિ સોશિયલ મીડિયા પર હજી પણ એટલી જ સક્રીય છે. અને પોતાની તસવીર શૅર કરતી રહે છે.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/sensuous-nandana-sen-is-beauty-with-brains-in-true-sense-you-will-be-amazed-to-see-her-photos-9874
40 વર્ષની વયે પણ પ્રીતિ જાંગિયાની પોતાને ફીટ રાખે છે. જો કે સમય પ્રમાણે તેમના લૂક્સમાં ઘણાં ફેરફાર જોવા મળ્યા છે.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/sensuous-nandana-sen-is-beauty-with-brains-in-true-sense-you-will-be-amazed-to-see-her-photos-9874
છેલ્લે અભિનેત્રી 2017માં આવેલી રાજસ્થાની ફિલ્મ તાવડો ધ સનલાઇટમાં જોવા મળી હતી. આ ફિલ્મ ખૂબ જ લોકપ્રિય બની હતી.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/sensuous-nandana-sen-is-beauty-with-brains-in-true-sense-you-will-be-amazed-to-see-her-photos-9874
ફિલ્મોથી દૂર રહેતી પ્રીતિ ગયા વર્ષે ફરી એક વાર ચર્ચામાં છવાઇ હતી જ્યારે તેમના પતિ સાથે તે પોલીસ સ્ટેશનમાં જોવા મળી હતી.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/sensuous-nandana-sen-is-beauty-with-brains-in-true-sense-you-will-be-amazed-to-see-her-photos-9874
હકીકતે પ્રીતિના 7 વર્ષના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/sensuous-nandana-sen-is-beauty-with-brains-in-true-sense-you-will-be-amazed-to-see-her-photos-9874
એક ઇન્ટરવ્યૂમાં પ્રીતિએ જણાવ્યું કે, "મારો દીકરો જયવીર પાર્કમાં મિત્રો સાથે ફૂટબૉલ રમતો હતો, ત્યારે ત્યાં બીદી બિલ્ડિંગના બાળકો પર હાજર હતા. રમત રમતમાં બાળકો વચ્ચે કોઇક વાતે ઝગડો થયો અને આ દરમિયાન એક છોકરાએ મારા છોકરાનો લાફો મારી દીધો."
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/sensuous-nandana-sen-is-beauty-with-brains-in-true-sense-you-will-be-amazed-to-see-her-photos-9874
ઘટના સમયે પ્રીતિ ત્યાં નહોતી પણ બીજા બાળકોના પેરેન્ટ્સ ત્યાં હાજર હતા. પ્રીતિએ જણાવ્યું કે, "જેણે મારા છોકરાને માર્યું તેણે પોતાના ઘરમાં આ ઘટના જણાવી. તે છોકરાના દાદા આરિફ સિદ્દીકી પાર્કમાં આવ્યા અને મારા છોકરાને ખરી ખોટી સંભળાવવા લાગ્યા. એટલું જ નહીં તેમણે મારા છોકરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી." નોંધનીય છે કે આ ઘટના દરમિયાન ઐશ્વર્યા રાયની ભાભી પણ ત્યાં હાજર હતી.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/sensuous-nandana-sen-is-beauty-with-brains-in-true-sense-you-will-be-amazed-to-see-her-photos-9874
આવી કેટલીક ઘટનાઓથી ખ્યાલ આવે છે પ્રીતિ જાંગિયાની સંપૂર્ણ રીતે ફેમિલી પર્સન છે. તેની માટે પરિવાર સૌથી મોખરે આવે છે.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/sensuous-nandana-sen-is-beauty-with-brains-in-true-sense-you-will-be-amazed-to-see-her-photos-9874
આજે પ્રીતિ જાંગિયાનીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતી મિડડે તરફથી તેમને જન્મદિવસની શુભેચ્છાઓ.