‘ધ કશ્મીર ફાઇલ્સ’ને બનાવનાર વિવેક અગ્નિહોત્રીએ યામીની પ્રશંસા કરતાં જણાવ્યું છે કે તારે તારી ટૅલન્ટ માટે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી.
યામી ગૌતમ
‘ધ કશ્મીર ફાઇલ્સ’ને બનાવનાર વિવેક અગ્નિહોત્રીએ યામીની પ્રશંસા કરતાં જણાવ્યું છે કે તારે તારી ટૅલન્ટ માટે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. ‘દસવીં’માં યામી ગૌતમ ધરના પર્ફોર્મન્સને લઈને એક વેબસાઇટે તેના પર્ફોર્મન્સ પર અપમાનજનક કમેન્ટ કરી હતી. એને જોતાં યામીએ એ વેબસાઇટને પોતાના પર્ફોર્મન્સને રિવ્યુ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. હવે યામીના આવા જવાબને લઈને વિવેક અગ્નિહોત્રીએ તેની પ્રશંસા કરી છે. ટ્વિટર પર વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યું હતું, ‘તારા વિચાર માંડવા માટે શાબાશી યામી ગૌતમ. તારી ટૅલન્ટ માટે તને અનુપમા ચોપડા દ્વારા ચલાવવામાં આવતા આ ખરાબ વેબસાઇટના સર્ટિફિકેટની જરૂર નથી.’

