કેતન મેહતાની લોકપ્રિય ગુજરાતી ફિલ્મ ભવની ભવાઇ આજે બતાવાશે ઑનલાઇન
કેતન મેહતાની લોકપ્રિય ગુજરાતી ફિલ્મ ભવની ભવાઇ આજે બતાવાશે ઑનલાઇન
કેતન મેહતા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી અને ખૂબ જ લોકપ્રિય થયેલી ફિલ્મ ભવની ભવાઇ આજે સાંજે 6 વાગ્યે ઝૂમ પર BIT.LY/SMCINEMACLASSIC પર જોવા મળશે. ત્યાર બાદ જાણીતા ફિલ્મ અને ફિલોસોફીના પ્રાધ્યાપક, કવિ અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ પ્રબોધ પારીખ સાથે આ ફિલ્મ વિશે ચર્ચાઓ પણ કરી શકાશે. 135 મિનિટ ફિલ્મ બાદ 60 મિનિટ લોકો લાઇવ ઇન્ટરેક્શન કરી શકશે.
આ અંગે વિગતે માહિતી આપતા બબીતાજી જણાવે છે કે, "સિનેમા ગ્રાફિક્સ મૉડ્યુલ હેઠળ અનેક મહત્વની ફિલ્મો જેમ કે સત્યજીત રેની અપુ ટ્રાયોલોજી અને જલસાઘર, સુશાંત મિશ્રાની ઇન્દ્રધનુરા છાઇ, જુનુ બરુઆની તોરા, ગિરીશ કસરાવાલીની ગુલાબી ટૉકીઝ, કે વિશ્વનાતની શંકરાભરણમ, અકીરા કુરોસોવાની કાગેમુશા અને રશોમોન, વિલિયમ વાયરની બેન હુર, રિચર્ડ અટેન્બોર્ઘની ગાંધી, આદુલ ગોપાલ કૃષ્ણનની નિઝાલકુઠુ, બર્ગમેન, ચાર્લી ચેપલીનની ધ સરકસ અને ધ ગ્રેટ ડિક્ટેટર જેવી ઘણી ફિલ્મો બતાવવામાં આવી છે."
ADVERTISEMENT
ફિલ્મના સિલેક્શન વિશે જણાવતાં બબીતાજી જણાવે છે કે, "ફિલ્મો જે ખૂબ જ મહત્વનો અને સારો સંદેશ આપતી હોય તેવી ફિલ્મોનું સ્ક્રીનિંગ અમે કરતાં હોઇએ છીએ. અમે લગભગ છેલ્લા 4 મહિનાથી દર શુક્રવારે આ પ્રકારની ફિલ્મોનું સ્ક્રીનિંગ કરતા આવ્યા છીએ. અને ત્યાર બાદ આ ફિલ્મ વિશે લોકો એક્પર્ટ્સ સાથે વાતચીત કરતા હોય છે. સ્પીક મેકે હેઠળ ઘણાં બધાં મોડ્યુલ છે જેમાં લેક્ચર ડેમનસ્ટ્રેશન છે ક્લાસિકલ આર્ટિસ્ટ, વોકલ, વર્કશૉપ્સ જેવા કાર્યક્રમ કરતા હોઇએ છીએ. તે જ પ્રકારે અમે જુદાં જુદાં પ્રકારની ફિલ્મો પણ વિદ્યાર્થીઓને બતાવીએ છે. જેમાં ક્લાસિક સિનેમાનો સમાવેશ થાય છે. એવી ફિલ્મો જે ઘણાં સમય સુધી ચાલી હોય અને જેમાં સારો મેસેજ હોય તેવી ફિલ્મો અમે વિદ્યાર્થીઓને બતાવતા હોઇએ છીએ."
