ઋષિ કપૂર રીટર્ન્સઃ આ ફિલ્મથી પડદા પર કરશે વાપસી, રિલીઝ થયો ફર્સ્ટ લૂક
મોટા પડદે આવી રહ્યા છે ઋષિ કપૂર
દિગ્ગજ કલાકાર ઋષિ કપૂરની મોટા પડદા પર વાપસીની રાહ જોઈ રહેલા ચાહકોની ઈચ્છા જલ્દી જ પુરી થવા જઈ રહી છે. અમેરિકામાં કથિત રીતે કેન્સરનો ઈલાજ કરાવવા માટે જઈ રહેલા ઋષિ કપૂર જૂઠા કહીં કા ફિલ્મથી સિનેમાઘોરમાં પાછા આવશે. આ ફિલ્મમાં ઋષિ કપૂર એક મહત્વની ભૂમિકામાં નજર આવશે. ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે.
ઝૂઠા કહી કા ફિલ્મને સમીર કાંગે નિર્દેશિત કરી છે. ફિલ્મમાં ઋષિની સાથે જિમ્મી શેરગીલ, ઓમકાર કપૂર અને સની કૌશલ મુખ્ય ભૂમિકામાં નજર આવશે. ફિલ્મ 19 જુલાઈએ ફિલ્મ રીલિઝ થઈ રહી છે. પહેલું પોસ્ટર મુખ્ય કિરદારોની ઝલક બતાવવામાં આવી છે. જેમાં અંદાજો લગાવી શકાય છે કે આ એક રસપ્રદ કૉમેડી ફિલ્મ હશે. ઋષિ કપૂર હાલ અમેરિકામાં છે અને ભારત પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે. ઋષિ અમેરિકા ગયાને 8 મહિના કરતા વધુ સમય થઈ ગયો છે અને અહેવાલો અનુસાર હવે તે પુરી રીતે સ્વસ્થ છે. એક અખબાર સાથેની વાતચીતમાં ઋષિએ પોતાનો આગામી જન્મદિવસ ભારતમાં જ ઉજવવાની ઈચ્છા જાહેર કરી હતી, જે સપ્ટેમ્બરમાં આવે છએ.
ઋષિ કપૂરને ભારત પાછા આવવામાં હજી સમય છે, પરંતુ જૂઠા કહીં કા ફિલ્મથી તેમની પડદા પર વાપસી જરૂર થશે. અમેરિકામાં રહેતા ઋષિ કપૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને ટ્વિટ્ટરના માધ્યમથી પોતાના ચાહકો સાથે સંવાદ કરતા રહે છે. મહત્વના મુદ્દા પર તે પોતાનો મત પણ રાખે છે. ક્રિકેટ વર્લ્ડ કપ પર પણ ઋષિ કપૂર નજર રાખી રહ્યા છે અને ટીમને શુભેચ્છા આપી છે.
આ પણ વાંચોઃ Father's Day: જુઓ બૉલીવુડ સ્ટાર્સનો પિતા પ્રત્યે છે આવો અતૂટ પ્રેમ
ADVERTISEMENT
ઋષિ કપૂર 2018માં 3 ફિલ્મોમાં નજર આવ્યા હતા. અનુભવ સિન્હા નિર્દેશિત ફિલ્મમાં તેમણે એક મુસ્લિમની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મમાં તાપસમી પન્નુ મુખ્ય ભૂમિકામાં હતી. આ ફિલ્મ ક્રિટીકલી અને કમર્શિયલી સફળ રહી હતી. જ્યારે ઉમેશ શુક્લાની ફિલ્મ 102 નૉટ આઉટમાં તેઓ અમિતાભ બચ્ચન સાથે જોવા મળ્યા હતા. જેમાં તેમણે બિગ બીના દીકરાની ભૂમિકા નિભાવી હતી. નેટફ્લિક્સ ઓરિજિનલ રાજમા ચાવલમાં ઋષિ કપૂરે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.


