રણબીર કપૂરની ‘રામાયણ’ માટે આ સેટ બન્યા બાદ શૂટિંગ શરૂ થશે : સની દેઓલ, અરુણ ગોવિલ અને સાઈ પલ્લવી બીજા શેડ્યુલમાં શરૂ કરશે શૂટિંગ
અરુણ ગોવિલ , રણબીર કપૂર
રણબીર કપૂરની ‘રામાયણ’ માટે ૧૧ કરોડ રૂપિયાનો સેટ બનાવવામાં આવશે એવી ચર્ચા છે. આ સેટ અયોધ્યાનો હશે. નીતેશ તિવારી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મ આ વર્ષે શૂટ કરવામાં નહીં આવે એવી ચર્ચા હતી, પણ રામનવમીના દિવસે એની જાહેરાત કરવામાં આવશે એવી શક્યતા છે. રણબીરે તીર-કામઠાંની ટ્રેઇનિંગ શરૂ કરી દીધી હતી. હજી સુધી ગુરુકુલનો સેટ બન્યો છે અને એક વાર સેટ તૈયાર થઈ ગયા બાદ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. આ ફિલ્મના પહેલા શેડ્યુલમાં રણબીર શૂટિંગ શરૂ કરશે. બીજા શેડ્યુલમાં હનુમાનનું પાત્ર ભજવી રહેલો સની દેઓલ શૂટિંગ શરૂ કરશે. ટીવી-સિરિયલ ‘રામાયણ’માં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ હાલમાં ઇલેક્શનમાં વ્યસ્ત છે. લોકસભાના ઇલેક્શન બાદ તેઓ આ શૂટિંગ શરૂ કરશે એવી ચર્ચા છે. તેઓ આ ફિલ્મમાં દશરથનું પાત્ર ભજવતા જોવા મળશે. બીજા શેડ્યુલમાં સીતાનું પાત્ર ભજવી રહેલી સાઈ પલ્લવી પણ શૂટિંગ શરૂ કરશે એવી શક્યતા છે.