Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરણ જોહરે કરી ફિલ્મ 'Liger'ની જાહેરાત, રિલીઝ કર્યો ફર્સ્ટ લૂક

કરણ જોહરે કરી ફિલ્મ 'Liger'ની જાહેરાત, રિલીઝ કર્યો ફર્સ્ટ લૂક

18 January, 2021 02:41 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

કરણ જોહરે કરી ફિલ્મ 'Liger'ની જાહેરાત, રિલીઝ કર્યો ફર્સ્ટ લૂક

કરણ જોહર (તસવીર સૌજન્ય મિડ-ડે)

કરણ જોહર (તસવીર સૌજન્ય મિડ-ડે)


કરણ જોહર અને તેની ટીમે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મનું નામ Liger: સાલા ક્રૉસબીડ છે. ફિલ્મમાં સુપરસ્ટાર વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન પુરી જગન્નાથ કરી રહ્યા છે અને આને કરણ જોહર પોતાના બેનર ધર્મા પ્રૉડક્શન હેઠળ પ્રૉડયૂસ કરશે.

કરણ જોહરે રવિવારે જાહેરાત કરી હતી કે તે પોતાની નવી ફિલ્મની જાહેરાત ટૂંક સમયમાં જ કરવાના છે. એવામાં ચાહકોનો ઉત્સાહ પણ વધી ગયો હતો અને બધાં રાહ જોઇ રહ્યા હતા કે આખરે આ નવું પ્રૉજેક્ટ શું હશે. કેટલાકનું અનુમાન હતું કે તેલુગૂ એક્ટર વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મને લઈને કરણ કેટલીક જાહેરાત કરવાના છે.



કરણ જોહરે કરી નવી ફિલ્મની જાહેરાત
કરણ જોહર અને તેમની ટીમે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મનું નામ Liger: સાલા ક્રૉસબીડ છે. ફિલ્મમાં સુપરસ્ટાર વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન પુરી જગન્નાથ કરી રહ્યા છે અને આ ફિલ્મને કરણ જોહર પોતાના બેનર ધર્મા પ્રૉડક્શન હેઠળ પ્રૉડયૂસ કરશે.


5 ભાષાઓમાં રિલીઝ થશે Liger
આ ફિલ્મનો ફર્સ્ટ લૂક કરણ જોહરે શૅર કરી દીધો છે. પોસ્ટરમાં તમે વિજય દેવરાકોંડાને ફાઇટર તરીકે જોઇ શકાય છે. તેણે બૉક્સિંગ ગ્લવ્સ પહેર્યા છે અને તે આક્રોશમાં જોવા મળે છે. વિજયની પાછળ લાયન અને અને અડધા ટાઇગરની તસવીર છે. જણાવવાનું કે Liger એક એવું મિક્સ્ડ બ્રીડ સિંહ હોય છે જે મેલ લાયન અને ફીમેલ ટાઇગરના મળવાથી બને છે.

 
 
 
View this post on Instagram

A post shared by Karan Johar (@karanjohar)


આ ફિલ્મમાં વિજય અને અનન્યાની સાથે રોનિત રૉય, રામ્યા કૃષ્ણન, વિશુ રેડ્ડી અને મકરંદ દેશપાંડે જેવા એક્ટર જોવા મળશે. કરણ જોહરે પહેલા જ જણાવ્યું હતું કે તેમની નવી ફિલ્મ ભાષાના અવરોધો તોડનારી છે. હવે તેમણે જણાવ્યું કે Liger, 5 ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દીની સાથે સાથે તેલુગૂ, તામિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મની જાહેરાત થયા પછી ચાહકો ખૂબ જ ખુશ છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

18 January, 2021 02:41 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK