જરૂરિયાતમંદ લોકોને ફૂડ-બૉક્સ આપતી વખતે ફોટોગ્રાફરને શું રિક્વેસ્ટ કરી સારાએ? , હૃતિકની એક્સ-વાઇફ અને ગર્લફ્રેન્ડે સાથે કરી પાર્ટી, દીકરાના નામનું ટૅટૂ કરાવ્યું વિક્રાન્તે
ક્રૂ ફિલ્મની કાસ્ટ
શુક્રવારે રિલીઝ થયેલી ‘ક્રૂ’એ બે દિવસમાં ૨૧.૧૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. કરીના કપૂર ખાન, તબુ અને ક્રિતી સૅનન ફિલ્મમાં તેમના પર્ફોર્મન્સથી ધમાલ મચાવી રહી છે. સાથે જ વર્લ્ડવાઇડ પણ આ ફિલ્મ લોકોને ગમી રહી છે. શુક્રવારે ૧૦.૨૮ કરોડ અને શનિવારે ૧૦.૮૭ કરોડની સાથે ‘ક્રૂ’એ કુલ મળીને ૨૧.૧૫ કરોડ રૂપિયાનો વકરો કરી લીધો છે.
જરૂરિયાતમંદ લોકોને ફૂડ-બૉક્સ આપતી વખતે ફોટોગ્રાફરને શું રિક્વેસ્ટ કરી સારાએ?
સારા અલી ખાન મંદિરની બહાર બેઠેલા લોકોને ફૂડ-બૉક્સ આપતી જોવા મળી હતી. એ વખતે હાજર કૅમેરાપર્સનને તેણે વિનંતી કરી કે પ્લીઝ, તેના ફોટો અને વિડિયો શૂટ ન કરવામાં આવે. સારા જુહુમાં આવેલા શનિ મંદિરની બહાર બેઠેલા લોકોને ફૂડ-બૉક્સ આપી રહી હતી એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં સારા કૅમેરાપર્સનને ફોટો કે વિડિયો લેવાની ના પાડતાં કહી રહી છે કે ‘પ્લીઝ મત કરો. મૈં આપકો કઈ બાર બોલ ચુકી હૂં.’
હૃતિકની એક્સ-વાઇફ અને ગર્લફ્રેન્ડે સાથે કરી પાર્ટી
હૃતિક રોશનની એક્સ-વાઇફ સુઝૅન ખાન અને તેની સિંગર ગર્લફ્રેન્ડ સબા આઝાદે સાથે મળીને પાર્ટી કરી હતી. હૃતિક અને સુઝૅનના ડિવૉર્સ થઈ ગયા છે. ત્યાર બાદ આ બન્ને લાઇફમાં આગળ વધી ગયાં છે. સુઝૅન હવે અર્સલાન ગોની સાથે રિલેશનમાં છે. તાજેતરમાં જ હૃતિક અને સુઝૅનના દીકરા રેહાનનો ૧૮મો બર્થ-ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. સબા સાથેનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને સુઝૅને કૅપ્શન આપી, ડાર્લિંગ સબા આઝાદ, તેં આપેલા પ્રેમ માટે આભાર.
દીકરાના નામનું ટૅટૂ કરાવ્યું વિક્રાન્તે
વિક્રાન્ત મૅસી અને તેની વાઇફ શીતલ ઠાકુર આ વર્ષે ૭ ફેબ્રુઆરીએ દીકરાના પેરન્ટ્સ બન્યાં છે. દીકરાનું નામ વરદાન રાખવામાં આવ્યું છે અને તેના નામનું ટૅટૂ વિક્રાન્તે હાથ પર કરાવ્યું છે એનો ફોટો વિક્રાન્તે શૅર કર્યો છે. વિક્રાન્તે હાથ પર દીકરાની બર્થ-ડેટ 7-2-2024 પણ લખી છે. આ ટૅટૂનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને વિક્રાન્તે કૅપ્શન આપી, ઍડિશન ઓર ઍડિક્શન? મને બન્ને ગમે છે.