ફિલ્મફેર OTT અવૉર્ડની ઇવેન્ટમાં અનેક સેલિબ્રિટીએ હાજરી આપીને ઇવેન્ટની શોભા વધારી હતી. એમાં સોનમ કપૂર આહુજા, પ્રતીક ગાંધી, એજાઝ ખાન, નિમ્રત કૌર, રાધિકા મદન, રાજકુમાર રાવ, દિયા મિર્ઝા, જૅકી શ્રોફ અને શ્રુતિ હાસન પહોંચ્યાં હતાં.
ફિલ્મફેર ઑ ટી ટી અવાર્ડ્સ ૨૦૨૩
ફિલ્મફેર OTT અવૉર્ડની ઇવેન્ટમાં અનેક સેલિબ્રિટીએ હાજરી આપીને ઇવેન્ટની શોભા વધારી હતી. એમાં સોનમ કપૂર આહુજા, પ્રતીક ગાંધી, એજાઝ ખાન, નિમ્રત કૌર, રાધિકા મદન, રાજકુમાર રાવ, દિયા મિર્ઝા, જૅકી શ્રોફ અને શ્રુતિ હાસન પહોંચ્યાં હતાં. આલિયાએ ‘ડાર્લિંગ્સ’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ માટે આલિયાને બેસ્ટ ઍક્ટર અવૉર્ડ ફૉર ફીમેલ મળ્યો હતો. આલિયા તેની બહેન શાહીન ભટ્ટ સાથે અવૉર્ડ ફંક્શનમાં પહોંચી હતી. ટ્રોફી સાથેનો ફોટો આલિયાએ શૅર કર્યો હતો. બીજી તરફ મનોજ બાજપાઈને ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ માટે બેસ્ટ ઍક્ટર અવૉર્ડ ફૉર મેલનો અવૉર્ડ મળ્યો હતો. પોતાની ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મનોજ બાજપાઈએ કૅપ્શન આપી હતી, ‘ફિલ્મફેર OTT અવૉર્ડ્સમાં ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ અને ‘ગુલમોહર’ને આઠ અવૉર્ડ મળ્યા હતા. મને ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ માટે બેસ્ટ ઍક્ટરનો (વેબ ઓરિજિનલ ફિલ્મ) અવૉર્ડ મળ્યો છે. હું અમારી અદ્ભુત ટીમ, ફિલ્મફેર અને મારા ફૅન્સનો આભાર માનું છું. અપૂર્વસિંહ કર્કીને બેસ્ટ ડિરેક્ટર, શર્મિલા ટાગોરજીને બેસ્ટ ઍક્ટ્રેસ ફૉર ક્રિટિક્સ, બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટરનો અવૉર્ડ સૂરજ શર્માને, દીપક કીંગરાનીને બેસ્ટ સ્ટોરી અને ડાયલૉગ માટે રાહુલ ચિતેલા અને અર્પિતા મુખરજીને બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેનો અવૉર્ડ મળતાં સૌને અભિનંદન. તમારી પ્રતિભા અસાધારણ છે.’
બીજી તરફ બેસ્ટ ઍક્ટર (સિરીઝ) ફૉર ફીમેલ માટે સોનાક્ષી સિંહા અને કરિશ્મા તન્ના વચ્ચે ટાઇ થઈ હતી.વિજય વર્માને ‘દહાડ’ માટે બેસ્ટ ઍક્ટર (સિરીઝ)નો મેલ કૅટેગરીમાં અવૉર્ડ મળ્યો છે.


