Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંત સિંહ રાજપૂતનાં 50 સપનાંઓનું લિસ્ટ થયું વાઇરલ,પ્લેન ઉડાડવું હતું

સુશાંત સિંહ રાજપૂતનાં 50 સપનાંઓનું લિસ્ટ થયું વાઇરલ,પ્લેન ઉડાડવું હતું

Published : 15 June, 2020 03:55 PM | Modified : 15 June, 2020 05:48 PM | IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

સુશાંત સિંહ રાજપૂતનાં 50 સપનાંઓનું લિસ્ટ થયું વાઇરલ,પ્લેન ઉડાડવું હતું

બૉલીવુડને સુશાંત સિંઘ રાજપૂતની આત્મહત્યાથી કળ વળતાં ઘણી વાર લાગશે અને તેની સાથે જોડાયેલી નાની નાની વાતો લોકો યાદ કરી રહ્યા છે.

બૉલીવુડને સુશાંત સિંઘ રાજપૂતની આત્મહત્યાથી કળ વળતાં ઘણી વાર લાગશે અને તેની સાથે જોડાયેલી નાની નાની વાતો લોકો યાદ કરી રહ્યા છે.


બૉલીવુડને સુશાંત સિંઘ રાજપૂતની આત્મહત્યાથી કળ વળતાં ઘણી વાર લાગશે અને તેની સાથે જોડાયેલી નાની નાની વાતો લોકો યાદ કરી રહ્યા છે. 34 વર્ષનાં દેખાવડા અને સફળ સુશાંતે બાંન્દ્રમાં તેના છઠ્ઠા માળે આવેલા ઘરમાં આત્મહત્યા કરી લીધી. પોલીસ તપાસમાં કોઇ છેલ્લી ચિઠ્ઠી કે સુસાઇડ નોટ તો નથી મળી અને તેના ડિપ્રેશનને તેણે લીધેલા આ પગલું કારણ બતાવાય છે. સુશાંત સાથે કામ કરી ચૂકેલા સાથી કલાકારો અને તેના મિત્રો સતત સોશ્યલ મીડિયા પર પોતાની લાગણીઓ એક યા બીજી રીતે વ્યક્ત કરી રહ્યા છે.




સુશાંત એક ધુંઆધાર અભિનેતા હતો, તેને ઇન્ડસ્ટ્રીનાં લોકો આઉટ સાઇડર ગણતા અને તેણે આ વાત એક યા બીજી રીતે એક્સપ્રેસ પણ કરી હતી. એમ એસ ધોનીનું પાત્ર ભજવાનારા સુશાંતનાં સપનનાંનું લિસ્ટ હતું,એક બકેટ લિસ્ટ હતું અને તેણે સપ્ટેમ્બર 2019માં પોતાનું આ લિસ્ટ જાહેર કર્યું હતું.  તેને પ્લેન ઉડાડતા શીખવું હતું, પ્રજ્ઞાચક્ષુઓને કૉમ્પ્યુટર કોડિંગ શીખવાડવું હતું અને છ અઠવાડિયામાં સિક્સ પૅક્સ એબ્ઝ જોઇતા હતા. તેના મોત પછી આ લિસ્ટ સોશ્યલ મીડિયા પર સતત ડ્રિમ લિસ્ટનાં ટાઇટલ સાથે ફરી રહ્યું છે.

આ પોસ્ટમાં સુશાંતે પ્લેન ઉડાડતા શીખવું છે, ડાબા હાથે ક્રિકેટ મેચ રમવી છે, યુરોપમાં ટ્રેઇનમાં બેસીને મુસાફરી કરીવી છે અને ૧૦૦ બાળકોને ઇસરોનાસાની વર્કશોપમાં મોકલવા છે એમ લખ્યું છે. સુશાંતને ખગોળ શાસ્ત્ર એટલે કે એસ્ટ્રોનોમીમાં બહુ રસ હતો અને તે ચંદ્ર, મંગળ, ગુરુ અને શનિની મુવમેન્ટ એટલે કે ટ્રેજેક્ટરીને એક અઠવાડિયા સુધી અનુસરવા માગતો હતો તેમ પણ તેણે આ લિસ્ટમાં લખ્યું હતું અને કઇ રીતે તે બ્લુ હોલમાં ડાઇવ થાય છે તે જાણવાની તેને ઉત્કંઠા હતી.


તે એક અઠવાડિયું જંગલમાં પસાર કરવા માગતો હતો અને વૈદિક ખગોળશાસ્ત્રને સમજવા માગતો હતો તથા એક પુસ્તક લખવા પણ ઇચ્છતો હતો, તેને ડિઝનીલેન્ડ જવું હતું અને કૈલાશમાં મેડિટેશન કરવું હતું.

અભિનેતાને કેટલાક દુન્યવી સપના પણ હતાં જેમ કે તેને લેંબોર્ગિની કાર ખરીદવી હતી તો પર્યાવરણ માટે 1000 છોડવાં રોપવા હતા અને ગિટાર શીખવું હતું, વોલ્કેનો ફોટોગ્રાફી એટલે કે જ્વાળામુખી ફાટે ત્યારે તે ક્ષણે જ ફોટોઝ પણ લેવા હતા અને ઇન્ડિય ડિફેન્સ ફોર્સમાં જોડાવા માગતા છોકરાંઓને તે તૈયાર કરવા માગતો હતો.

તેના આ સપનાંઓ અધુરા રહી ગયા છે. તેની જર્ની વિષે વાત કરીએ તો નાદિરા બબ્બરનાં થિએટર ગ્રુપ એકજૂટમાં તે અભિનય કરતો હતો અને અઢી વર્ષ સુધી તે આ રીતે કામ કર્યા બાદ 22 વર્ષની વયે તેણે ટેલિવિઝનમાં કિસ દેશમેં હૈ મેરા દિલ સિરિયલ કરી પણ પવિત્ર રિશ્તામાં કામ કર્યા બાદ 2009માં તેની ખ્યાતી ઘેર ઘેર પહોંચી હતી. તેણે કાઇપો છે ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી કરી અને પછી પાછા ફરીને ન જોયું. સુશાંતને લોકો ખુબ મિસ કરશે એ ચોક્કસ.

Whatsapp-channel Whatsapp-channel

15 June, 2020 05:48 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK