° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

અજય સાથે ફરી દેખાશે રકુલપ્રીત,ThankGodમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની એન્ટ્રી

07 January, 2021 01:19 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અજય સાથે ફરી દેખાશે રકુલપ્રીત,ThankGodમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની એન્ટ્રી

તસવીર સૌજન્ય જાગરણ

તસવીર સૌજન્ય જાગરણ

મોટા પડદે ફરી એકવાર રકુલ પ્રીત સિંહ અને અજય દેવગન સાથે જોવા મળશે. આ કૉમેડી ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જોવા મળશે. ફિલ્મનું નામ છે Thank God.આજે જ આ ફિલ્મની જાહેરાત થઈ છે.

ફિલ્મનું શૂટિંગ 21 જાન્યુઆરીથી શરૂ થશે. આ ફિલ્મ ભૂષણ કુમાર, ઇન્દ્ર કુમાર અને આલોક ઠકરિયા બનાલી રહ્યા છે. આ પહેલા ઇન્દ્ર કુમાર ધમાલ અને મસ્તી સીરિઝની ફિલ્મો બનાવી ચૂક્યા છે.

ફિલ્મ વિશે વાત કરતા ઇન્દ્ર કુમારે કહ્યું કે, "અમે ઘણાં સમયથી આ ફિલ્મનાં શૂટિંગની રાહ જોઇ રહ્યા હતા. હવે ફાઇનલી 21 જાન્યુઆરીથી આ ફિલ્મનું કામ શરૂ થશે 'Thank God'. હું અજય દેવગન, રકુલ અને સિદ્ધાર્થ સાતે કામ કરવા માટે ઉત્સાહિત છું. સાથે જ ટી-સીરિઝ અને ભૂષણ કુમાર સાથે કામ કરવાને લઈને પણ ખુશ છું. આશા છે કે બધું બરાબર રીતે થઈ જશે."

 
 
 
View this post on Instagram

A post shared by Ajay Devgn (@ajaydevgn)

રકુલ પ્રીત અને અજય દેવગન આ પહેલા ફિલ્મ 'દે દે પ્યાર દે'માં જોવા મળ્યાં હતાં. તેમની જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. તો, સિદ્ધાર્થ સાથે રકુલ ફિલ્મ અય્યારીમાં જોવા મળી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

આ ફિલ્મની રિલીઝ ડેટને લઈને અત્યાર સુધી કોઇ જાહેરાત થઈ નથી.

07 January, 2021 01:19 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

દીપિકા પાદુકોણે MAMIના ચૅરપર્સન પદ પરથી કેમ આપ્યું રાજીનામું, જાણો કારણ

દીપિકાએ જણાવ્યું કે તેણે આ પદ પરથી રાજીનામું આપી દીધું છે કારણકે તે ટ્રસ્ટને સંપૂર્ણ રીતે અટેન્શન આપી શકતી નહોતી.

12 April, 2021 06:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ઑડિશનમાં નેહા કક્કડને ગાતી સાંભળીને અનુ મલિકે પોતાને જ જડી દીધો તમાચો

નેહા કક્કડ તેરી આવાઝ સુન કર લગતા હૈ મૈં અપને મુંહ પર મારું થપ્પડ, યાર ક્યા હો ગયા હૈ તેરે કો

12 April, 2021 01:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

પ્રોડ્યુસર્સ સેટ્સ પર સતત ટીમની ટેસ્ટ કરાવે છે : જે. ડી. મજીઠિયા

સેટ પર બાયોબબલનું નિર્માણ કરે અને પોસ્ટ-પ્રોડક્શનને પણ સલામતીની તમામ સગવડો પૂરી પાડવામાં આવે

12 April, 2021 01:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK